________________
સંડેરકનાં પેથડ શાહ મુનિરાજ શ્રી વિશાળવિજયજી મહારાજ–વલ્લભીપુર ચાણસ્મા (ગુજરાત)થી પાંચ ગાઉ દૂર રણજ નામનું ગામ આવેલું છે. રણુજમાં શ્રી અજિતનાથ ભગવાનનું ભવ્ય જિનમંદિર છે. તેમની બાજુમાં શ્રી શાંતિનાથ ભગવંત બિરાજમાન છે. ઉપાશ્રય બે છે. શ્રાવકનાં ઘરે પાંત્રીશ છેઃ પંદર ઘર વિશાશ્રીમાળીનાં, પંદર ઘર દશાશ્રીમાળીનાં અને પાંચ ઘર ભાવસારનાં છે. રણુજથી બે માઈલ દૂર “સડેરક નામનું ગામ છે.
“ સંરકપૂર્વે પ્રાચીન અને સમૃદ્ધિશાળી નગર હતું. કાળના પ્રભાવથી અત્યારે શ્રાવકના માત્ર છ જ ઘર છે. ચારથી પાંચ ઘરે વ્યાપારાર્થે પરદેશ વસે છે. શ્રી આદીશ્વર ભગવંતનું સુંદર જિનમંદિર છે અને બાજુમાં જ એક નાને ગભારે કરીને તેમાં શ્રીચંદ્રપ્રભુજીની પ્રતિમા બિરાજમાન કરવામાં આવેલ છે. વિ. સં. ૧લ્પ૮ ના જેઠ સુદ ૬ના રોજ શ્રી ચંદ્રપ્રભુજીની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. શ્રી આદીશ્વર ભગવંતના મંદિરનો જીર્ણોદ્ધાર કરીને તેને ભવ્ય અને આકર્ષક બનાવવામાં આવેલ છે. પહેલાં તે ઘરદેરાસર જેવું હતું. મૂળનાયક પરમાત્માની પ્રતિમા પ્રાચીન, ભવ્ય અને ચિત્તાકર્ષક છે. પ્રતિષ્ઠા સમયે વીશ ઘર વિશાશ્રીમાળી જૈનેનાં અને સાત ઘર ભાવસાર જૈનેનાં હતા.
શ્રી ચંદ્રપ્રભુજીની મૂર્તિ કઈ યતિજી મહારાજ શંખલપુરથી અહીં લાવેલ, એ પ્રભુ અને કૂવાના ઉપર દેરાસર બંધાવીને બેસાડવામાં આવેલ છે. તે શ્રી ચંદ્રપ્રભુજીની ગાદીની નીચે, નીચે પ્રમાણે લેખ છે.
द० सं० १३३२ माघ सुदि १५ शुक्रे हारिजयगच्छीय । “વસ્તુપાલનું વિદ્યામંડળ અને બીજા લેખે ” નામક પુસ્તકના લેખક શ્રી ભેગીલાલ સાંડેસરા પૃ. ૭૮ પર જણાવે છે કે-“શ્રી મહાવીરસ્વામીની મુર્તિ નીચે સં. ૧૩૩૨ ના માઘ શુદ ૧૫ હારિજયગર છીય” આ પ્રમાણે એક શિલાલેખ કતરેલો છે. પરંતુ વાસ્તવિક રીતે તે લેખ શ્રી મહાવીરસ્વામીની મૂર્તિની નીચે નહીં, પરંતુ મેં ઉપર જણાવ્યું તેમ શ્રી ચંદ્રપ્રભુની ગાદીની નીચે કોતરેલે છે. વળી “ સંડેરક નું આ જિનમંદિર મહાવીરસવામીનું જણાવ્યું તેમ નથી, પરંતુ આ જિનમંદિર શ્રી આદિનાથનું છે. તેને માટે જુઓ * જૈન તીર્થ સર્વસંગ્રહ” ભાગ ૧ લે, ખંડ ૧ લે, પૃષ્ઠ ૧૬પ-૧૬૬.
માંડવગઢના મંત્રીશ્વર પેથડ શાહ જેવા જ ધર્મકાર્ય કરનાર અને દાનવીર તેમજ ધર્મ વિર બીજા પેથડ શાહ આ “સંડેરક” ના વતની હતા. તેમણે કાઢેલા શ્રી શત્રુંજય, ગિર
(૧૦).