________________
७६२
श्रीमत् विजयराजेन्द्रसूरि-स्मारक-ग्रंथ વેગવાન વિદ્યાધરેન્દ્ર થયા, અનેક રીતે રાજ્યનું પાલન કરતે સાંસારિક સુખના અનુભવમાં મગ્ન થઈ ગયે.
એક વખત કેઈ બીજે વિદ્યાધર આકાશમાર્ગેથી પસાર થતાં ધનમાલા ઉપર માહિત થઈ વિદ્યાના બલથી છલ કરી પોતાના વિમાનમાં બેસાડીને લઈ ગયે, પાછળથી વેગવાન વિદ્યાધરેન્દ્ર ખૂબ તપાસ કરી, પણ પત્તો ન લાગે, છેવટે ધીસખા મંત્રી મારફત પ્રજ્ઞપ્તિ વિદ્યાબલે તપાસ કરાવતાં માલૂમ પડયું કે “તે સ્ત્રી બીજા વિદ્યાધરની સાથે વ્યભિચાર દેષથી હષિત થઈ ગઈ છે, ” આ ઉપરથી રાજાને સંસારના સ્વાર્થી પ્રેમ પ્રતિ ખૂબ અરુચિ થઈ, બરાબર તે જ અવસરે ગીતાર્થ આચાર્ય ભગવંતના પધારવાની વધામણી વનપાલકે આપી. તુરત મહોત્સવપૂર્વક ગુરુમહારાજ પાસે ગયે અને દેશના સાંભળી ધીસખા મંત્રીની સાથે પિતે દીક્ષા ગ્રહણ કરી. ગુરુનિશ્રાએ ઉત્કૃષ્ટ ભાવવિશુદ્ધિ સાથે સંયમનું પાલન, વિશિષ્ટ જ્ઞાનાભ્યાસ અને ઉગ્રતપ કરવા માંડ્યું. આ બાજુ ધનમાલાએ પણ આ સાંભળી પશ્ચાત્તાપથી દીક્ષા લીધી. તેણીએ પણ દુષ્કર્મ ખપાવવા માટે પશ્ચાત્તાપપૂર્વક પૂબ ઉગ્રતપ કરવા માંડ્યું.
ત્રણે જણા અનુક્રમે આયુ પૂરું થયે છતે કાલધર્મ પામી દેવલોકે ગયા. પાંચમે ભવ
વેગવાન વિદ્યાધરેન્દ્ર આઠમા સહસાર દેવલોકમાં વિમાનાધિપતિ દેવ થયે, ધીસખા મંત્રી તેમને સામાનિક દેવ થયે, અને ધનમાલા પણ તે જ દેવલોકમાં દેવ તરીકે થઈ
કાલક્રમે ત્યાંથી એવી વેગવાન વિદ્યાધરેન્દ્રને જીવ જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં મધ્યખડે મગધ દેશે ગુબ્બરગામે વસુભૂતિ બ્રાહ્મણની પૃથ્વી નામની સ્ત્રીની કુક્ષિમાં ઉત્પન્ન થયે. કાલક્રમે જમ્યા પછી એગ્ય સંસ્કાર કરીને તેનું ઇદ્રભૂતિ નામ થયું. વિદ્યાભ્યાસ કરી મહાધુરંધર વિદ્વાન પંડિત થઈ અગિયારસે શિષ્યના ગુરુ બની કર્મકાંડ કરાવવા લાગ્યો. પ્રભુ મહાવીર ભગવંતના પાવાપુરીમાં પ્રથમ સમવસરણ વેળાએ કલ્પસૂત્રાદિવર્ણિતા રીતિએ પ્રતિબધ પામી, પ્રભુ મહાવીરદેવ ભગવંતના આદ્યગણધર બન્યા.
ધીસખામંત્રીને જીવ દેવકથી ચ્યવી આ જ ભરતના મધ્યખંડે ચંપક ગામના તિલકશેઠને ત્યાં શીલવતી સ્ત્રીની કુક્ષિથી પુત્રપણે જન્મે, અને તેનું નામ પિંગલ થયું. ભ. મહાવીર દેવ પરમાત્માના સમાગમે શુદ્ધ શ્રદ્ધાન દઢ સમ્યકત્વધારી બની અનુક્રમે સંયમ સ્વીકારી મહાસાધુ બન્યો.
ધનમાલાને જીવ દેવલોકથી ચ્યવી આ જ ભરતના મધ્ય ખંડે સંવર ગામમાં સિદ્ધ નામના રાજાની સમૃદ્ધિરાણીની ફક્ષિથી પુત્રપણે થયે, અને તેનું સ્કંદ નામ રાખવામાં આવ્યું. યુવાવસ્થાએ અનેક રીતે વિષયસુખ લેગવતા તે રાજકુમારે ગભાલી પરિ