________________
આચાય' દેવભદ્રે કરેલું' દેવદ્રવ્યના માલિક ભેદાનુ વર્ણન
STO
પરભારા ખર્ચે મલી જતા ત્યાંસુધી આ દ્રવ્યના વ્યય કરવાની છૂટ આછી રહેતી કેમકે એ ‘ નીવિધન ’એટલે · રિઝર્વ ફંડ' ગણાતા હતા.
ચાલુ ખર્ચમાં વધારો અને આવકમાં ઘટાડા થતા તેવા પ્રસંગેામાં આ નિવિધનમાંથી રકમ ઉપાડાતી અને સગવડ થતાં પાછી તેટલી રકમ તેમાં ઉમેરી દેવાતી હતી. મૂનિધિ તા વધારવાની જ વૃત્તિ રહેતી હતી. દુષ્કાલાદિ કે રાજ્યવિપ્લવાના સમયમાં વસતિ ઉજડી જતી ત્યારે તે રિઝવક્ડામાંથી ચૈત્યસંબન્ધી સર્વકાર્યો તેવા કુંડાના ધનથી ચાલુ રહેતાં, આ વ્યવસ્થા તે સમયની છે કે જે વખતે પૂજામાં જલાભિષેક અને સુગંધી વિલેપના પગત હતાં.
પૂજા પરિપાટમાં પરિવતના—
વિક્રમના તેરમા સૈકાથી આપણી જિનપૂજાપદ્ધતિમાં ધીમે ધીમે પરિવર્તન થવા માંડયું. પખાલ અને ચંદન, કેસર આદિ સુગંધી પદાર્થોના વિલેપનની પ્રવૃત્તિઓ વધતી ચાલી તેરમા સૈકાથી પરિવર્તન પામતી આપણી પૂજાપદ્ધતિ ? એ સેલમા સૈકાના ઉતારમાં વર્તમાન રૂપ ધારણ કર્યું, નિત્ય પખાલ-વિલેપનની સામાન્ય પરમ્પરા ચાલુ થઇ, નિત્ય વિલેપને મેાંઘાં પડતાં તિલકાની રુઢિ ચાલી. પ્રથમ ષડંગ તિલકા અને અન્ત નવાંગ તિલકા થયા. જલપૂજા અને ચંદનપૂજા જ્યાંસુધી વર્ષમાં અમુક વાર જ થતી ત્યાંસુધી તે। શ્રાવકા પોતે જ બધુ કરી લેતા હતા, પણ નિત્યની થતાં શ્રાવકાની ભક્તિ પણ એસરી ગઇ અને ન્હાના મ્હોટા પ્રત્યેક જિનમદિરમાં વેતનભાગી પૂજક ગાઠવાયા. પરિણામે પ્રથમ કરતાં અનેકગણા ખર્ચો મદિશમાં વધ્યા જેને પહેાંચી વળવા માટે ઉછામણીએ બાલવાના રિવાજે ચાલ્યા. જે દેહરાં માત્ર ભક્તિનાં ધામા હતાં તે આ રીતે ગૃહસ્થાને માટે નિર્વાહ-ચિન્તાના વિષય થઈ પડ્યાં છે.
આજની પરિસ્થિતિ—
આજે પૂર્વ સમયમાં હતા તેવા સ્થાયી કુંડા હાતા નથી. જ્યાં શ્રાવક સમુદાય સારા પ્રમાણમાં હોય છે ત્યાં તે કઈ હરકત આવતી નથી, પણ જ્યાં વસતિ ન્હાની છે ત્યાંના ખર્ચો ચલાવવા મુશ્કેલ થઈ પડ્યા છે. જન્મ, વિવાહા, લગ્ના ઉપર લાગા બાંધીને કે કેાઇની પાછલ ધર્માંદુ' કરે તેમાં દેહરાના ભાગ રાખીને જે કંઈ ઉપજ થાય તેમાંથી દેહરાના બધા ખર્ચે ચલાવે છે. આવા સ્થાનેામાં જઇને શ્રાવકાને હિતાપદેશ આપતાં સાધુ મહારાજો કહે ‘ભાઇ ! કેસર, ચંદન, ધૂપ, દીપક અને ગેડીના પગાર તેા સાધારણુ ખાતામાંથી ખર્ચ મંડાવા જોઇયે. શ્રાવકે કહે “ સાહેબ અમે માંડ માંડ આટલુ' લાગા અને ફાળાએ લઇને ચલાવીયે છીયે. આને આપ દેવદ્રવ્ય કે સાધારણ ગમે તે સમજો. ’
'