________________
૭
વાવા.
श्रीमद् विजयराजेन्द्रसूरि-स्मारक-ग्रंथ મંગલશેઠના જીવને ઊહાપોહ કરતાં જાતિસ્મરણ જ્ઞાન થયું, પિતાને ગતભવ જે, અનહદ પશ્ચાત્તાપ થયે, “નાની કાંકરી ઘડાને જેમ ફોડી દે” તેમ પિતાની નાનકડી માનસિક ભૂલને પશ્ચાત્તાપ દ્વારા શુદ્ધ ન કરવાના કારણે આવી પડેલી પિતાની વત્તમાન-કલીન હિંસક વૃત્તિવાળા ભવ બદલ અત્યંત દુઃખ થયું. પછી ગતભવના સંસ્કારેના આધારે પુનઃ માનસિક રીતે શ્રાવક ધર્મ સ્વીકાર્યો, માછલાં વગેરેની હિંસા છોડી પ્રાસુક આહારની ગવેષણ કરી શરીર નિર્વાહ કરવા લાગે.
આ બાજુ મંગલશેઠની પાડોશમાં રહેનાર સુભદ્ર શ્રાવક અર્થોપાર્જન માટે બીજા વ્યાપારીઓના કાફલા સાથે વહાણમાં બેસીને સમુદ્રયાત્રાના આશયથી વિપાશાંતર નદીમાંથી પસાર થયું હતું ત્યાં દુષ્કર્મના પ્રતાપે ભયંકર વાવાઝોડું થતાં મધરાતે વહાણ તૂટી ગયું તે જ વખતે મંગલશેઠના જીવ મસ્તે પિતાના ગતભવના સાધર્મિક મિત્ર સુભદ્રને જોઈ સાધર્મિક વાત્સલ્ય કરવાના શુભ આશયથી તુર્ત પાણીમાં ડૂબવાની અણી ઉપર આવી રહેલ સુભદ્ર શ્રાવકને પિતાની પીઠ પર બેસાડી કુશળતાપૂર્વક કિનારે પહોંચાડી દીધું. બાદ મંગલમસ્તે નદી કિનારે એકાંતમાં અનશન કરી ચારે આહારને ત્યાગ કર્યો. પંદર દિવસ સુધાતૃષાના પરિસહેને બરાબર સહી શુભધ્યાનપૂર્વક નવકારમંત્રના સ્મરણ સાથે કાલધર્મ પામી સૌધર્મદેવલોકના પહેલા પાથડાના આવલિકા વિમાનેની વચ્ચે શૃંગાટક આકારના ત્રિકોણ વિમાનના અધિપતિરૂપે મંગલમસ્ય ઉપજે. તૃતીય ભવ
દેવભવમાં તેનું નામ તિર્માલી અને દેવીનું નામ તિર્મતી હતું. ચાર પત્યેપમનું આયુ હતું. ઉપજ્યા પછી અનેક દેવના જયજયકાર સાથે ઉપપાતશયામાં બત્રીશ વર્ષના યુવાન તરીકે બહાર આવી હાઈઈ સિદ્ધાયતમાં પૂજા વગેરેની શાશ્વત આચારની મર્યાદા સાચવીને પછી અનેક પ્રકારના દેવતાઈ નાટક વગેરેના સુખના અનુભવમાં તલ્લીન થઈ ગયે.
એકદા તિમલીદેવે અવધિજ્ઞાનથી પૂર્વભવ છે, અને ગત જન્મના ધર્મમિત્ર સુભદ્રશ્રાવકને અનશન કરી સમાધિપૂર્વક કાલધર્મ પામી પિતાના જ વિમાનની નજીકના પુષ્પાવકીર્ણ વિમાનમાં દેવ તરીકે ઉપજેલ જોયે, એટલે તરત જ્યોતિર્માલી દેવ ધર્મપ્રેમથી પ્રેરાઈને તેની પાસે ગયે, અને પરસ્પર મૂળ પ્રેમથી ભેટ્યા. ગતભવને ધર્મ પ્રેમ પુનઃ તાજે થયે, બંને જણ વળી ધર્મપ્રેમની સાંકળથી સાચા મિત્ર બન્યા. નંદીશ્વરદ્વીપ, કુંડલીપ, રૂચકદ્વીપ વગેરેની યાત્રા, તીર્થકર ભગવતે જન્મકલ્યાણક આદિ મહેસવો વગેરેમાં સાથે જ જવા લાગ્યા અને સુદેવ, સુગુરુ અને સુધર્મની પ્રશંસા-અનુમોદના કરતા પિતાના સમ્યકત્વને વધુ દીપાવવા લાગ્યા. તે એકદા સૌધર્મેદ્રની મુખ્ય ઇદ્વાણુને એક સામાનિક દેવ ઉપાડીને ભાગી ગયો,