________________
અપ્રસિદ્ધમાય પાંચ પૂર્વભવે વ્રાજકાચાર્યના ઉપદેશથી પ્રતિબંધ પામી, સંસાર છોડી, પરિવ્રાજક દીક્ષા લીધી અને કમે કરીને પરિવ્રાજકાચાર્ય થયું.
તે જ સ્કંદ પરિવ્રાજકાચાર્ય પિંગલ સાધુ દ્વારા પૂછાએલ ચાર પ્રકાના જવાબ ન દઈ શકવાના કારણે પ્રભુ મહાવીરદેવ પાસે આવે છે, ત્યારે ભ. મહાવીર પ્રભુ પૂ. શ્રી ગૌતમસ્વામીજીને આવી રહેલ સ્કંદપરિવ્રાજકની એળખાણ પૂર્વરાંતિ (પૂર્વ જન્મના સંબંધી) તરીકે કરાવી ગ્ય રીતે તેના પ્રતિબંધ માટેની પૂર્વભૂમિકા શ્રી ગૌતમસ્વામીજી મારફત તૈયાર કરાવે છે.
આ મુજબ શ્રી ભગવતીસૂત્ર ( દ્વિતીય શતક પ્રથમ ઉદ્દેશે) માં આવતા કંદકમુનિના અધિકારમાં આવેલ જુદઘાતિ પદના આધારે જણાઈ આવતા પૂ. શ્રી ગૌતમસ્વામીજીને (પાંચ) પૂર્વભવે ગુરુસંપ્રદાયાદિબળે આજે જે રીતે આપણને મળ્યા છે, તે વાસ્તવમાં ધર્મનિષ્ઠ ભવ્યાત્માઓના માનસ ઉપર કમની વિષમતા અને આત્માની અનંત શક્તિઓના અભુત સામર્થ્યને સ્પષ્ટ રીતે અંક્તિ કરે છે.
મુમુક્ષુ આત્માઓના હિતાર્થે હસ્તલિખિત પ્રત ઉપરથી પ્રથમ જ વાર પ્રસિદ્ધિમાં મુકાતા આ પૂર્વ ભવેનું વર્ણન વાંચી-વિચારી મહાપુરુષોના જીવનમાંથી આપણું આંતરિક વિશુદ્ધિના આદર્શને તાજો બનાવી આત્મકલ્યાણની પુનિત સાધનાના પંથે કલ્યાણકામી જી અગ્રસર બને અને મારા આ પ્રયાસથી મારા જીવનમાં પણ તેની કલ્યાણ સાધનાની ક્ષમતાને પુનઃ પુનઃ આશંસત પ્રસ્તુત લખાણમાં મતિમંદતા આદિથી કંઈ અશાસ્ત્રીયતા થઈ હોય તે તેનું મિથ્યા દુષ્કત દઈ વિરમું છું.