________________
સંરકનાં થડ શાહ अस्याश्च भूमेः पूर्वस्यां दिशि भट्टारिका क्षेत्रं । तथा ब्राह्मरुद्र। नेहां लालाक्षेत्रं च। दक्षिणस्यां महिवराम क्षेत्रं । पश्चिमायां संडेरग्रामसीमा । इति चतुरा घाटोपलक्षितां भूमि...
સૂણુંક ગામ સડેરથી ત્રણ ગાઉ ઈશાન ખૂણામાં આવેલું છે. આજે સંડેર અને સૂણાક ગામની સીમ, ઉપર્યુક્ત તામ્રપત્રમાં જણાવ્યું છે તે પ્રમાણે એકબીજાને સ્પર્શ કરતી નથી. અત્યારે તે વચ્ચે-વચ્ચે બીજાં નાનાં નાનાં ગામે વસેલાં છે. “સંડેરક” ની આસપાસ–આજુબાજુમાં ઘણે દૂર-દૂર સુધી ના પાયા નજરે પડે છે એટલે તે પરથી પણ પૂરવાર થઈ શકે છે કે-એક સમયે “સડેરક”ને વિસ્તાર ઘણે વિશાળ હશે.
“વસ્તુપાલનું વિદ્યામંડળ અને બીજાં લેખ” નામના પુસ્તકમાં પૃ. ૭૧ પર ઉલ્લેખ છે કે મહામહોપાધ્યાય શ્રીમાન વિજયજી મહારાજશ્રીની પ્રેરણાથી શ્રી જ્ઞાનવિમલસૂરિજીએ વિ. સં. ૧૭૪૯માં આ “ સરકગામમાં કિદ્ધાર કરી સંવેગી પક્ષ સ્વીકાર્યો હતે.
પેથડશાહના પુત્રનું નામ પદ્ય હતું. તેને પુત્ર લાડણ, તેને પુત્ર માહણસિંહ, તેને પુત્ર મંડલિક નામને હતે.
આ મંડલિક ઘણો ઉદાર હતે. ન્યાયથી ઉપાર્જન કરેલ દ્રવ્યથી તેણે શ્રી ગિરનાર તેમજ આબૂના જિનાલયે જીર્ણોદ્ધાર કરાવ્યું હતું. અનેક ગામમાં ધર્મશાળાઓ બંધાવી હતી. તે રાજાને પણ માનીતું હતું અને વિ. સં. ૧૪૬૮ માં પડેલા ભયંકર દુષ્કાળ સમયે તેણે લોકોને મફત અનાજ આપ્યું હતું. વિ. સં. ૧૪૭૭ માં શ્રી શત્રુંજયની યાત્રા કરી હતી. શ્રી જયાનંદસૂરિજીના ઉપદેશથી પુસ્તક લખાવી, સંઘપૂજા વિગેરે કૃત્ય કર્યા હતા.
મંડલિકને વિજિત નામને પુત્ર હતું. તેને પર્વત, ડુંગર અને નર્મદ એમ ત્રણ પુત્ર હતા. ડુંગરે પોતે તૈયાર કરાવેલ પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવીને વિ. સં. ૧૫૫માં પ્રતિષ્ઠા મહોત્સવ કર્યો હતે. વિ. સં. ૧૫૬માં તેણે શ્રી જીરાવલા તીર્થ તેમજ શ્રી આબૂ વિગેરેના તીર્થની યાત્રા કરી હતી. ગંધાર નગરના દરેક ઉપાશ્રયમાં તેમણે કલ્પસૂત્રની પ્રતિઓ અર્પણ કરી હતી. શ્રી વિવેકરત્નસૂરિજીના ઉપદેશથી તેમણે એથું બ્રહ્મચર્ય વ્રત રહણ કર્યું હતું.
આ સંબંધી વિશેષ માહિતી મેળવનાર પ્રશસ્તિ તેમજ પેથડરાસ, જે ગાયકવાડ એરિયેન્ટલ સીરીઝમાં છપાયેલ પ્રાચીન ગુર્જરકાવ્યના પરિશિષ્ટ તરીકે છપાયેલ છે તે જોવે.
આ સંડેરક પુરાણું હેવાનાં ચિહ્નો જોવાય છે આસપાસની ભૂમિ ઉપર પ્રાચીન શિલાકૃતિઓ, કેરણીભર્યા પથ્થરે જ્યાં ત્યાં પડેલા મળી આવે છે. મકાની દીવાલમાં પણું ચણે લીધેલા એવા પર પણ ક્યાંય દેખાય છે. મકાનના પાયા વગેરે દૂર દૂર સુધી નજરે પડે છે. તે વખતમાં જેની પણ આબાદી હતી. જુઓ સંવત ૧૩૫૩માં વિજાપુરમાં પૂવદ પેથડે લખાવેલી ભગવતીસૂત્રની પ્રશસ્તિમાં અહિના મંદિર વિષે આ પ્રકારે
૧-બાહૂળચંદ સંઘ ટ્રૌસંદ રો.