________________
સડરકનાં પેથડશાહુ
७४९
નારના ભવ્ય સંઘમાં સાથે ગયેલ કેઇ મુનિરાજે તેમના ધર્મ કાર્યોની અનુમાદના માટે “ પેથડરાસ ” નામના ગ્રંથ રચ્યા છે. આ રાસ વડાદરાની સેન્ટ્રલ લાઇબ્રેરી તરફથી પ્રકાશિત થયેલ છે, અને તેનું સપાદન શ્રી ચીમનલાલ દલાલે કરેલ છે. પ્રાચીન ગૂર્જર કાવ્યસંગ્રહ ભાગ ૧ લાના છેડે દશમા પરિશિષ્ટ તરીકે આ રાસ અપૂર્ણ પ્રગઢ થયેલ હાવાથી રાસકર્તાનું નામ અને રચના સંવત્ વિગેરે હકીકત ઉપલબ્ધ થઈ શકતા નથી. વિશેષ માહિતી માટે જુઓ ‘· અખ઼ુદ પ્રાચીન જૈન લેખસ ંદેહ ’ ( આણુ ભાગ બીજો ) પૃ. ૪૫૬
પેથડ શાહના વર્દેશમાં થયેલા શાહુ પર્વતે પણ જ્ઞાનભ`ડાર લખાવતાં વિ. સં. ૧૫૭૧ માં શ્રીનિશીથણુની પ્રતિ લખાવી છે. તદુપરાંત તે જ વર્ષમાં શ્રી અનુયાગઢારસૂત્ર વૃત્તિ અને શ્રી ઓધનિયુક્તિનો પ્રત લખાવી હતી તેની નીચે પેથડ શાહના વંશની વિસ્તૃત પ્રશસ્તિ આપવામાં આવી છે. આ પ્રશસ્તિ “ પુરાતત્ત્વ ” ત્રૈમાસિક, વર્ષ ૧૩, અંક ૧ લે, પૃ. ૬૧-૬૨ “ એક ઐતિહાસિક જૈન પ્રશસ્તિ ” એ શીર્ષકથી ઇતિહાસતત્ત્વવેત્તા આગમપ્રભાકર મુનિરાજ શ્રી પુન્યવિજયજી મહારાજે પ્રસિદ્ધ કરાવી છે. શ્રી આદ્યનિયુકિત તેમજ શ્રી અનુચેાગદ્વાર સૂત્રની વૃત્તિની પ્રશસ્તિ “શ્રી પ્રશસ્તિ-સંગ્રહ” ભાગ બીજો, પૃષ્ઠ ૭૨ તથા ૭૬ પર આપવામાં આવી છે. આ પ્રશસ્તિસંગ્રહના સંપાદક છે શ્રી અમૃતલાલ મગનલાલ. શ્રી અનુચેગઢારસૂત્રની વૃત્તિ ૫. શ્રી પ્રતાપવિજયજી જ્ઞાનભંડાર-લુવારની પેાળ-અમદાવાદ અને શ્રી આધનિયુક્તિની પ્રત શ્રી જૈન વિદ્યાશાળા જ્ઞાનભંડાર–અમદાવાદમાં છે.
આ અને બીજા સાધનાદ્વારા જાણવા મળે છે કે-પેથડ શાહુ તે શેઠ સુમતિના પુત્ર આના પુત્ર આષડના પુત્ર વમાનના પુત્ર ચંદ્રસિંહના પુત્ર હતા. પેથડશાહ “સ”ડેરકપુર”ના રહેવાસી હતા. તેમની જ્ઞાતિ પારવાડ હતી તેમજ તેમને ( ૧ ) નરસિંહ, (ર) રત્નસિંહ (૩) ચેાથમલ, (૪) મુંજાલ (૫) વિક્રમસિંહ અને (૬) ધણુ નામના છ લઘુ બધુ હતા. આ પેથડ શાહે કરેલાં અનેક ધમ કૃત્યમાં મુખ્ય મુખ્ય નીચે પ્રમાણે છે—
સ'ડેરકપુરમાં ભવ્ય જિનમ ંદિર બંધાવ્યું. વીજાપુર (ઉત્તર ગુજરાત )માં ધાતુની પ્રતિમા અને સુવર્ણના તારણ યુકત મનેાહર જનમદિર કરાવ્યું, પેાતાના ગૃહમંદિર માટે શ્રી મહાવીરસ્વામીની મનેાહર મૂર્તિ બનાવરાવી, પાછળથી તે જ મૂર્તિ વિ. સ. ૧૩૬૦ માં પેાતાના જ ગામના મેાટા જિનમંદિરમાં પધરાવી. તે સમયે ગુજરાતના મહારાજા કણુ દેવ ( કરણ ઘેલા ) નાની ઉમ્મરના હતા. શ્રી શત્રુંજય, શ્રી ગિરનાર, આદિ તીર્થાંના સંઘ કાઢી સંઘપતિ થઈ ને છ વખત યાત્રા કરી હતી. વિ. સ’. ૧૩૭૭ ના ભયંકર દુષ્કાળ ( ત્રિğકાળીયા-ત્રણ વર્ષના ઉપરાઉપર પડેલ દુષ્કાળ) માં અન્ન તથા વસ્ત્રાદિકનુ દાન કર્યું હતું. શ્રી અનુયાગદ્વારસૂત્રની વૃત્તિ તેમજ શ્રી નિયુક્તિસૂત્રની વૃત્તિ પ્રશસ્તિમાં ત્રિદુષ્કાળ સંબંધી ઉલ્લેખ નથી, પરન્તુ શ્રી નિશીથચૂણીની પ્રશસ્તિમાં લખેલ છે —— अष्टषष्ठादि वर्ष त्रितयमनु महाभीषणे संप्रवृत्ते दुर्भिक्षे लोकलक्षक्षय कृतिनितरां कल्पकालोपमाने — જુએ શ્રી જૈન શ્વેતાંબર કાન્ફરન્સ હેરાલ્ડ, પુ. ૯, અંક ૮-૯
-