________________
એ આત્મવીરના નામ પર........?
શ્રીમદ્વિજયયતીન્દ્રસૂરિશિષ્ય મુનિ સૌભાગ્યવિજય. આ દુનિયામાં કઈ પણ વ્યક્તિ ગમે તે જ્ઞાતિને હોય પરંતુ તે પિતાના ઉદ્દેશ્યાને દુનિયા સમક્ષ મૂકી તેને પ્રચાર કરવા તત્પર રહે છે, તેવી જ રીતે કેઈ પણ સંસ્થા અથવા વિદ્યાલય પિતાના ઉદ્દેશ્ય લઈને એ ઉદ્દેશ્યની પૂર્તિ કરવા માટે પોતાનું સંચાલન શરૂ કરે છે. સૂર્ય ઊગે છે અને અસ્ત પણ થાય છે! જે ચડે છે તે જ પડે છે? એક સમય જેને લેકે પ્રેમથી બેલાવે છે તેને જ બીજી પળે કટાક્ષભરી દષ્ટિથી દેખે છે. એ નિયમ પ્રમાણે કેટલીય સંસ્થાઓ અને વિદ્યાલયનું આ ભૂમિપટ પર નિર્માણ થયું અને કેટલાયનું નામ માત્ર અસ્તિત્વ જ રહી ગયું એનું મુખ્ય કારણ આર્થિક સમસ્યાની અપૂર્તિ અને ઉદ્દેશ્યની અથડામણ?
શિક્ષણ સંસ્થાઓ દ્વારા જ સિદ્ધાન્તને પ્રચાર અને સંસ્કૃતિને સંચાર સહેલાઈથી થઈ શકે છે. એટલા માટે જ વિદ્યાલય, બેડીંગની સ્થાપના થઈ રહી છે, કરવામાં આવે છે. અને એ વિદ્યાલયે દ્વારા જ અજ્ઞાન, અબોધ બાળકોને ધાર્મિક, વ્યવહારિક જ્ઞાન અપાય છે, સિદ્ધાન્તોની સીડી પર પહોંચાડાય છે. ભવિષ્યમાં તે બાળકે જ સમાજના વફાદાર સૈનિક બને છે. જીવનને સન્માર્ગાનુસાર વ્યતીત સમાજસેવા માટે તત્પર રહે છે.
વિદ્યાલયમાંથી સજ્ઞાની બનેલ બાળક, દેશના નાગરિક બને છે, સમાજના વફાદાર સિનિક બને છે, સમાજ અને રાષ્ટ્રવૃતિની ઝંખના કરતા કરતા પિતાનું સર્વસ્વાર્પણ કરી દે છે, સમય આવ્યે બલિદાન આપવા ખડે પગે તૈયાર રહે છે, કેમકે તેમને સંસ્કૃતિનું જ્ઞાન છે, કર્તવ્યનું ભાન છે, સિદ્ધાન્તની શાન છે.
મનુષ્યોના એક સમૂહને મંડળ અથવા સભા કહે છે. એ મંડળો દ્વારા સમાજની પરિસ્થિતિને વ્યવસ્થિત બનાવવામાં આવે છે. એ જ મંડળો સમાજસેવા માટે પોતાના અમૂલ્ય સમયને ભેગ આપી સમાજની દુષ્પવૃત્તિ અને રૂઢીવાદનું ઉન્મેલન-ઉચ્છેદન કરવા તૈયાર રહે છે.
પ્રખર પ્રતાપી પરમ જ્ઞાની શ્રીમદ્વિજયરાજેન્દ્રસૂરીશ્વરજી મહારાજનું નામ આ પૃથ્વીપટ પર યાવચંદ્રદિવાકરી સુધી અમર રહેશે ! પૂ. ગુરુદેવશ્રીની પ્રત્યેક જીવનઘટના સાહસ યુક્ત છે. જે સાહસહીન વ્યક્તિઓને સાહસી બનવાની સતત પ્રેરણા આપે છે. તેમણે જ સત્યાસત્યનું દિગ્દર્શન કરાવ્યું, પ્રભુ મહાવીરને સસંદેશ ખૂણે ખૂણે