________________
શ્રી ગાનંદઘન એક વરતુનું આલંબન કરી તેમાં અંતર્મુહંત પર્યત મનની સ્થિરતા કરવી તે છાસ્થ ધ્યાન કહેવાય છે. ધ્યાનની પરંપરા તે ઘણા વખત સુધી રહી શકે છે. મુહૂર્ત બાદ મનની સ્થિતિ બદલાય કે પુનઃ મનને ત્યાં સ્થાપન કરવું. આ પ્રમાણે મનમાં ઈષ્ટ વરતુનું ધ્યાન કલાક સુધી અભ્યાસ વડે થઈ શકે. ધ્યાનની પરંપરા વધવા સાથે આત્મશક્તિ પ્રકટતી જાય છે અને તેથી અનેક પ્રકારના અનુભવે ભાસે છે. અનેક પ્રકારની શક્તિઓ લબ્ધિઓ સિદ્ધિઓ પ્રકટે છે–અનેક ભનાં કર્મો પણ ધ્યાનબળે ક્ષય પામે છે.
આ ધ્યાન વા ગસાધન આત્મજ્ઞાન વા અધ્યાત્મજ્ઞાનપૂર્વક કરવામાં આવે છે ત્યારે તેની અલૌકિકતા અદ્દભુત એવં ન્યારી જ થઈ રહે છે અને જે અધ્યાત્મજ્ઞાનપૂર્વક યોગજ્ઞાનની પ્રાપ્તિ કરે છે એને અષ્ટ સિદ્ધિઓ અને નવ નિધિઓને મોહ રહેતા જ નથી. કારણ ગવિદ્યાની પ્રાપ્તિથી જે થવાનુભવરસામૃતને આસ્વાદ સાધક કરી શકે છે તેના આગળ ઈન્દ્રની ઋદ્ધિ પણ કૂચા જેવી ફિક્કી નીરસ-ત્યાજ્ય લાગે છે. અધ્યાત્મજ્ઞાનને રાજરોગ-સહગ કહેવામાં આવે છે. તેના સમાન કેઈ મહાન યુગ નથી. રાગ પાસે હગ હાથ જોડી ઊભો રહે છે. અધ્યાત્મજ્ઞાન વિનાના હઠગીઓ, ત્રાષિઓ, તપસ્વીઓ કામાદિ વિષયમાં લપસી પડયા-શ્રાપ આપ્યા-તપફળથી ભ્રષ્ટ થયાના દૃષ્ટાંત શાસ્ત્રોમાં બેંધાયા છે. હોગીઓ ઈરછાઓ વાસનાઓ દબાવી શકે, પણ તેને સર્વથા નાશ નથી કરી શકતા. બાલને હગ ઉપગી-ઉપકારી થઈ શકે છે, કેટલીક સાધારણ સિદ્ધિઓ પણ મેળવે છે, પણ બધા દાખલાઓમાં નહિં જ.
યમ-નિયમ-આસન-પ્રાણાયામ એ ચાર અંગેને હગમાં સમાવેશ થાય છે, અને પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિને રાગમાં સમાવેશ થાય છે. યમની સિદ્ધિ થયા પશ્ચાત નિયમની સિદ્ધિ થાય છે. આસનને ય થવાથી રાજગમાં ઘણી મદદ મળે છે. પૂરક, કુંભક, રેચક, પ્રાણાયામને બ્રહ્મા, વિષ્ણુ અને શિવ કહેવામાં આવે છે. ઈડાને ગંગા પિંગલાને યમુના અને સુષસ્થાને સરસ્વતી કહેવામાં આવે છે. ત્રિપુટીને કાશી કહેવામાં આવે છે. ડાબી નાસિકામાંથી ચન્દ્ર નાડી વહે છે. જમણીમાંથી સૂર્ય નાડી વહે છે. બ્રહ્મરંધ્રને બ્રહ્મલેક-વૈકુંઠ-સિદ્ધસ્થાન કહેવાય છે. ચિત્તવૃત્તિને પ્રકૃતિ કહેવાય છે. જીવને પુરુષ કહેવાય છે. આધાર સ્વાધિષ્ઠાન વિગેરે શરીરમાં પડ્યો કહેવાય છે. તેમાં ધ્યાન ધરવાથી સુષુણ્ણા નાડીનું ઉત્થાન થાય છે. મેરુદંડમાં પ્રાણુનું વહન થાય છે. ઈડા, પિંગલામાં વારાફરતી પૃથ્વી, અ, તેજ, વાયુ અને આકાશ એમ પાંચ તત્વે વહે છે. આખા દિવસમાં ૨૧૬૦૦ શ્વાસોચ્છવાસ વહે છે. શરીરમાં વાયુ, પિત્ત અને કફ પ્રતિપાદન કરી તેના સામ્યમાં સવિક પ્રકૃતિનું પ્રકટીકરણ સૂચવ્યું છે. નાભિકમળમાં જે ધ્યાનવૃત્તિ રાખવામાં આવે છે, તેને સુરતા કહેવામાં આવે છે; નાભિ તથા ત્રિપુટીમાં થતા પ્રકાશને ઝળહળતિ કહેવામાં આવે છે. શ્રી પતંજલિના સમયમાં ૮૪ જાતનાં આસને હતાં. ગોરખ અને