________________
જૈનદર્શનમાં વિજ્ઞાન
કાન્તિલાલ મેહનલાલ પારેખ વિએના વિશ્વવિદ્યાલયના મનોવિજ્ઞાનના અધ્યક્ષ પ્રેફેસર ઘુબર્ટ રોરેશર કહે છે કે માનવ શરીરમાં નિયમિત રીતે આશ્ચર્યજનક કંપન (VIBRATIONS) થાય છે. આ કંપનને વેગ એટલે મંદ છે કે સાધારણ રીતે આપણને તેને અનુભવ થતો નથી. સંભવ છે કે અન્ય પશુપક્ષીઓને માનવ વિઘત કંપન (Vibrations of Human Electricity) ને અનુભવ પોતાના સ્નાયુઓ પર થત હોય.
એક વૈજ્ઞાનિક કહે છે કે મદારીનું સર્પ ઉપરનું સહન (Hypnotism ) સ્વરના દવનિ (SOUND) થી નહિ, પણ સ્વરના કંપનને લીધે છે. સંગિતના ઇવનિથી રવાના એ કંપને પ્રગટે છે જે સર્પના વર્ગ સમુહ (Electro-Magnetic Field) પર સંમેહનની અસર કરે છે. કૂતરા વગેરે પ્રાણીઓ આવા કંપનથી શત્રુ અને મિત્રને તફાવત જાણે છે. આજનું વિજ્ઞાન કહે છે કે મનુષ્ય શરીરના પ્રત્યેક ભાગમાંથી એક સેકન્ડના દશ વાર (Ten cycles per second) ની ગતિએ કંપન થાય છે. આ ગતિ (Speed) એક સરખી રહેતી નથી. વિજ્ઞાન માને છે કે પ્રત્યેક મનુષ્ય એક રેડિયે પ્રસરણ યંત્ર (Radio Transmitter and Receiver) છે. મનુષ્યના ભાવમાં જે ફેરફાર થાય છે તેની અસર કંપને ઉપર પડે છે.
ભય, ક્રોધ, ઈર્ષા, હિંસા વગેરે ભાવના કંપન જુદા જુદા હોય છે. જે ચોક્કસ યંત્ર દ્વારા જાણી શકાય છે. આ કંપનેના ઇવનિ(SOUNDS)માં પણ જુદા જુદા ભાવો વખતે વધઘટ થાય છે. ભય સમયે શરીરના કંપનમાં જે ફેરફાર થાય છે તેથી વનપશ પિતાને શિકાર કઈ દિશામાં છે તે જાણી શકે છે. શિકારીઓને અનુભવ છે કે વનપશુઓ જ્યારે મનુષ્યની નજીક આવે છે ત્યારે તેમને એક પ્રકારની અંતઃ પ્રેરણ થાય છે.
પ્રો. રોશિરે માનવ મસ્તિષ્કમાંથી નીકળતા વિધુતપ્રવાહ (Brain Electricity ) સૂકમ નિરીક્ષણ યંત્રથી અભ્યાસ કરી નક્કી કર્યું છે કે મસ્તિષ્કમાંથી આલ્ફા કિરણો અને બીટા કિરણે ( Alfa Rays & Beta Rays ) નીકળે છે તેમ ચોક્કસ કંપન (Vibrations) પણ નીકળે છે.
પ્રોરોરેશરના આ પ્રગોથી સમજાયું છે કે વિદેશ જઈને રહેનાર વ્યક્તિઓના શરીરકંપનને મેળ, જે અન્ય ભૂમિ ઉપર તેઓ રહે છે તે ભૂમિના કંપની સાથે જે નથી
( ૮૧ )