________________
જૈનદર્શનમાં વિજ્ઞાન
૭૪૫ જીવ અને પુદ્ગલનું સંયુકત રૂપ છે. આત્મા જ્યારે મેક્ષ પામે છે ત્યારે પુદ્ગલ (Matter)થી મુકત બને છે.
પુદ્ગલના પરમાણુઓ એક બીજા સાથે મળીને જુદા જુદા સ્કંધે બનાવે છે. સૂક્ષમ કંઈ દષ્ટિગોચર નથી. સ્થલ રકમાંથી કેટલાક દષ્ટિગોચર છે, કેટલાક વિશિષ્ટ યંત્રોચર છે.
આ ભિન્ન-ભિન્ન વર્ગણાએ જીવ સાથે મળે છે, જૂની કેટલીક વિખરાય છે તેથી જીવના વર્ગ/સમૂહ( Electro-Magnetic Field)માં પરિવર્તન થાય છે. આવા પરિવર્તનની બાહ્ય-અન્ય છ તથા પદાર્થો પરની અસર અને આંતર-જીવનના પિતાના ભાવમાં થતી અસરેનું સુંદર વૈજ્ઞાનિક વિવેચન જૈન શામાંથી મળે છે. સત્ય ઉપર નિર્ભર આવું સુરુચિપૂર્ણ તત્વનિરૂપણ કરવાનું શ્રેય જૈનદર્શનને છે. તત્વનું વૈજ્ઞાનિક તથા તર્ક પૂર્ણ બુદ્ધિગમ્ય વિવેચન વિચારકને જૈન ધર્મના રહ્યાસહ્યા સાહિત્યમાંથી અવશ્ય મળશે. જેને દર્શનના છ દ્રવ્ય, નવ તત્વ તથા કર્મપ્રકૃતિઓની યથાનુરૂપ શુદ્ધ યુક્તિયુક્ત વ્યાખ્યા આજના વિકસિત ગણાતા વિજ્ઞાનથીય અબાધિત છે.
જેને આપણે “વિચાર” કહીએ છીએ તે શું છે? માનસિક વિદ્યુતમાંથી પ્રતિક્ષણે તરંગો ઉઠે છે. વિચાર એટલે માનસિક વિદ્યુતને તરંગ. વિચારને રૂપ, રસ, ગંધ, સ્પર્શ છે. આપણે જે પદાર્થનું ચિંતન કરીએ છીએ તેનું માનસચિત્ર બને છે. જે વિશિષ્ટ જ્ઞાનીઓ આ માનસચિત્ર જોઈ શકે છે તેમને જેનશાસ્ત્ર “મન:પર્યવજ્ઞાની” કહે છે.
શાએ ગુરુને અથવા પૂજ્યને વંદન કરવાનું ઘણું મહત્વ દર્શાવ્યું છે. “લલિતવિસ્તરા” માં શ્રી હરિભદ્રસૂરિએ કહ્યું છે કે –
વર્ષ ગતિ મૂતા વન્દ્રના ધર્મ પ્રત્યે લઈ જવા માટે મૂલભૂત વંદના છે.
વંદનાવિધિમાં શિષ્ય પિતાનું મસ્તક પૂજ્યના ચરણે લગાડે છે. પૂજ્ય પિતાને હાથ શિષ્યના મસ્તકે મૂકે છે. ચક્ષુ, હાથ તથા પગના આંગળા વગેરે અંગે વિદ્યુત કંપનમાં મુખ્ય (Transmitters) છે, જ્યાંથી વિશેષ પ્રકારે વિદ્યુત વહે છે. માનસિક વિઘતમાં ઘનાત્મક (Positive) અને ઋણાત્મક (Negative ) ના સૂમ ભેદે છે. જેના નિયમ અનુસાર વર્ગણાઓનું આદાનપ્રદાન થાય છે. પૂજ્યની વર્ગણાઓ (Radiations) શિષ્યની વર્ગણાઓને વિશુદ્ધ કરે છે. અહિં સંતપુરુષના સમાગમનું શાસ્ત્રોએ દર્શાવેલું મહત્વ સમજાશે. સાધુ સંતોને સંગ ફૂલની સુગંધ જેવો છે. જે વાતાવરણને વિના પ્રયને સુવાસિત કરે છે. સાધુસંતોનો સંપર્ક સજજન કે દુર્જન સર્વને કલ્યાણકારી છે. પુણ્ય પુરુષના શરીરમાંથી સતત વહેતો વિશુદ્ધ વર્ગણાઓને પૂંજ પ્રત્યેક જીવના વર્ગ