________________
श्रीमद् विजयराजेन्द्रसूरि-स्मारक-ग्रंथ બહારના વાયુનું આકંઠ પાન કરે, અને કુંભક કરી બંને નાથી જ છેડે તે અમરત્વ મળે છે અને તેને કઈ પણ પ્રકારના વિષની અસર થતી નથી. આ ક્રિયા પણ શિતલી છે.
ચંદ્ર નાડીથી શ્વાસને દશ વાર ખેંચી, અગ્યારમી વખતે ચંદ્રથી પૂરક કરી કુંલક કરે અને સૂર્યસ્વરમાં રેચક કરી તુર્તજ સૂર્ય નાડીથી દસવાર ખેંચી અગીઆરમી વખત પૂરક કરી કુંભક કરે અને ચંદ્રનાડીથી રેચક કરે અથવા સૂર્યથી ઘર્ષણ કરી, પૂરક કરી કુંભક કરી, ચંદ્રથી રેચક કરીને તુર્તજ પુનઃ ચંદ્રથી ઘર્ષણ પૂરક અને કુંભક કરી સૂર્યથી છોડી દે, આ સમશીતોષ્ણ ક્રિયા બારે માસ થઈ શકે છે. –ઉત્તમ છે.
કેટલીક સૂચનાઓ ––ગાભ્યાસીઓને માટે સાવધાની અર્થે કેટલાંક સૂચન આવશ્યક છે તે પ્રતિ દુર્લક્ષ ન કરવા વિનંતી છે.
જેને કાનમાં, આંખમાં તથા હદયની નિર્બલતાથી છાતીમાં પીડા થતી હોય તેણે શીર્ષાસન કરવું નહિ.
જેનાં નાક કફથી હંમેશા બંધ રહેતાં હોય તેને હંમેશાં શીર્ષાસન તથા સર્વાગાસન કરતાં ખૂબ સાવધાન રહેવું જોઈએ.
જેની પંચેન્દ્રિય અથવા મેદ બહુ જ કમજોર હોય તથા જેની બળ ઘણી વધી ગઈ હોય તેણે ભુજંગાસન, શલભાસન તથા ધનુરાસન કરવાં ન જોઈએ.
જેને મલબદ્ધતા-કબજીઆત રહેતી હોય તેણે ગમુદ્રા તથા પશ્ચિમોત્તાસન લાંબો વખત કરવાં નહિ. સાધારણ હૃદયની નિર્બળતાવાળાઓએ ઉઠ્ઠીયાન, નીલી તથા કલાભાતિ કરવા ઈષ્ટ નથી. જેનાં ફેફસાં નિર્બળ હોય તેમણે કપાલભાતિ, ભસ્ત્રિકા તથા ઉજાયી-કુંભક કરવાં નહિ, પરંતુ કેવળ પૂરક-રેચક ઉજજાયી કરવામાં હરકત નથી.
જેને બ્લડ-પ્રેસર (લેહીનું દબાણ) ૧૫૦ થી અધિક અગર ૧૦૦ થી નીચે હોય તેમણે કઈ સ્વાનુભવી-ગાનુભવીની સલાહ યા દેખરેખ સિવાય કોઈ પણ એગિક ક્રિયામાં પ્રવૃત્ત થવું હિતાવહ નથી.
ચોગક્રિયાના અભ્યાસીઓએ આ ક્રિયાઓ કરતા જ રહેવું એમ નથી; વચ્ચે વચ્ચે બંધ પડે અગર અંતર પડે તેપણ હરકત નથી.
ગવિદ્યા અતિઉત્કૃષ્ટ વિઘા-મહાવિદ્યા છે. અતિ પ્રાચીન છે. પ્રાચીન મહાન આચાર્યો અને રષિમુનિ સાધકોએ તે સાધી છે. આ જ પણ સાધ્ય છે. આ મહાવિદ્યા શ્રીમદ્
ગીશ્વર શ્રી બુદ્ધિસાગરજી મહારાજે વિસ્તારથી શ્રી એગદીપક ગ્રંથમાં ખુલ્લી કરી આપી છે; તેમાં કંઈક માર્ગદર્શન મળે તે હેતુથી આ ટૂંક વિવેચન યથામતિ મેં લખ્યું છે. સ્વાનુભાવી મહાપુરુષે સંતે તેમાં રહેલી ક્ષતિઓ સુધારી મને સૂચવશે તે સુધારી લઈશ.
૩ શાંતિ! શાંતિ !! શાંતિ ! ! !