________________
સાહિત્ય ક્ષેત્રે શ્રી રાજેન્દ્રસૂરીશ્વરજી
૨૭ દેહે કહો, સદાય આ જગતમાં જીવતાજાગતા જ હોય છે. એટલે આપણે એ મહાપુરુષને તેમના અક્ષરદેહ ઉપરથી ઓળખવા પ્રયત્ન કરીએ તે કૃત્રિમતા નહિ ગણાય.
(૬) સ્વર્ગવાસી ગુરુદેવે પોતાના જીવનમાં જે અનેકાનેક સત્કાર્યો કર્યા છે. તેમાં ગુરુદેવની ગ્રંથરચનાને પણ સમાવેશ થઈ જાય છે. તેઓશ્રીની ગ્રંથરચના પ્રતિપાદક શૈલીની તેમજ ખંડન-મંડનાત્મક એમ બન્ને પ્રકારની છે. એ ગ્રંથને સૂક્ષમ રીતે અભ્યાસ કરનાર સહેજે સમજી શકે તેમ છે કે, એ ગ્રંથની રચના કરનાર મહાપુરુષ કેવા બહુશ્રુત તેમજ તત્વવેષક દ્રષ્ટિએ કેટલા વિશાળ અને ઊંડા અભ્યાસી હતા. વસ્તુની વિવેચના કરવામાં તેઓશ્રી કેટલા ગંભીર હતા. તેમજ ખાસ મહત્વના સારભૂત પદાર્થોને વિભાગવાર સંગ્રેડ કરવામાં તેમને કેટલું પ્રખર પાંડિત્ય વર્યું હતું.
(૭) ગુરુદેવની ગ્રંથરચનામાં સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ ભાષાના ૬૧ ગ્રંથ છે. તે બધાય ગ્રંથમાં સર્વશ્રેષ્ઠ ગ્રંથ શ્રી અભિધાન રાજેન્દ્ર કેશની સાત ભાગમાં રચના કરીને ગુરુદેવે દુનિયાની જે અજોડ સેવા કરી છે તેની જોડ મળવી બહુ જ મુશ્કેલ છે. એ કેષના સાતે ભાગ દુનિયાના તમામ દેશોના જ્ઞાનભંડાર–(લાયબ્રેરિયે)માં ઉચ્ચ ભાવે રાખવામાં આવેલ છે. ગુરુદેવે રચેલા દરેક ગ્રંથ જનકલ્યાણ અર્થે રચેલા હોઈ તેના અભ્યાસ અને અવકન દ્વારા દરેક મનુષ્ય જૈન ધર્મ તેમજ ઈતર ધર્મનાં તન અને તેના સારાસારપણાને રહેજે સમજી શકે.
(૮) સ્વર્ગવાસી ગુરુદેવે રચેલા મુખ્ય ગ્રંથમાં જે સંખ્યાબંધ આગમ અને શાની વિચારણાઓ ભરેલી છે. એ દ્વારા તેઓશ્રીના બહુશ્રતપણાની તેમજ વિજ્ઞાન અને ઊંડા આલોચનની આપણને ખાત્રી મળી જાય છે, તેમ છતાં આપણને તેઓશ્રીના ગંભીર વિજ્ઞાનની વિશેષ ઝાંખી થઈ જાય છે.
(૯) મારવાડ (રાજસ્થાન), માળવા (મધ્ય-ભારત), ગુજરાત દેશોમાં આજે સ્થાન–સ્થાનમાં સ્વર્ગવાસી ગુરુદેવના વસાવેલા વિશાળ જ્ઞાનભંડારો છે. એ ભંડારોમાં સારા સારા ગ્રંથને સંગ્રહ કરવા ગુરુદેવે અથાગ પ્રયત્ન કર્યો છે. સ્વર્ગવાસી ગુરુદેવે પિતાના વિહાર દરમ્યાન ગામ ગામના જ્ઞાનભંડારોની બારીકાઈથી તપાસ કરતાં જ્યાંથી જે ગ્રંથ મળી આવ્યા ત્યાંથી તે તે ગ્રંથે જનકલ્યાણ અર્થે સંગ્રહ કરાવ્યાં છે. ગુરુદેવના ભંડારોની આજે બરાબર બારીકાઈથી તપાસ કરવામાં આવે તે આપણને તેમાંથી કેટલીય અપૂર્વતા જોવા મળી શકે.
(૧૦) જગત ઉપર જ્યારે જૈન ધર્મની પ્રવૃત્તિ મંદમંદ ગતિએ ચાલી રહી હતી. જૈને જ્યારે અજ્ઞાનતારૂપી અંધકારમાં ડૂબી રહ્યા હતા અને તેમાં મારી જન્મભૂમિ (થરાદ) ઉ. ગુ. પ્રદેશ દુનિયાની સાંકળમાંથી છૂટે પડી એક ખૂણે અજ્ઞાનતામાં સડી રહ્યો હતું, જ્યારે ત્યાં જૈન સાધુઓનાં દર્શન પણ અસંભવિત હતાં તેવા પ્રદેશમાં ઉગ્ર વિહાર