________________
૨૮૪
श्रीमद् विजयराजेन्द्रसूरि-स्मारक-प्रेय પરિશ્રમ લઈ પ્રાકૃત ભાષાને “અભિધાનરાજેન્દ્ર” નામને કષ તૈયાર કર્યો હતો. જ્યાં તે છપાવવાને પ્રબંધ ચાલી રહ્યો હતો, ત્યાં ઉક્ત સૂરિજી મહારાજ કાળશરણ થયા. હવે તેમના અનુયાયીઓએ રતલામમાં એક જૈન પ્રેસ ખેલી ઉક્ત ગ્રંથને છપાવવાને પ્રારંભ કરી દીધું છે. ગ્રંથ ઘણું મટે છે. પ્રથમથી ગ્રાહક થનારને રૂપિયા સે અને પછીથી ગ્રાહક થનારને ૧૫૫) રૂપિયાથી તે ગ્રંથ મળી શકશે. આ કેષ પ્રાયઃ શ્વેતામ્બર સંપ્રદાય પ્રયુક્ત શબ્દોને થશે.
તેથી સમર્થ વિદ્વાનોએ આ ગ્રંથને અપૂર્વ વસ્તુ સમજી તેના ગ્રાહક થવું જોઈયે. શ્રીમાન શેઠિયાઓએ આ સાહસને પૂર્ણ ઉત્તેજન આપવા તે કેષની નકલે ખરીદી પાઠશાળા, લાયબ્રેરી અને બેડિ ગ–સ્કૂલેને ભેટ આપવી જોઈએ.
જૈન ધર્મ વિદ્યા પ્રસારક વર્ગ-પાલીતાણું આનંદ (માસિક પત્ર) ૫૦ ૬, અંક ૨, સં. ૧૯૬૪, પૃ. ૪૩-૪૪.
શ્રી રાજેન્દ્રસૂરિએ “અભિધાનરાજેન્દ્ર કેવ” તૈયાર કરવામાં બહુ પ્રયાસ કર્યો છે. કેઈપણ શબ્દના અર્થ વિગેરે જાણવા માટે તે બહુ ઉપયોગી છે, એની જોડને બીજે કેષ નથી.
આણંદજી કુંવરજીભાવનગર જૈન ધર્મ પ્રકાશ પુત્ર ૫૦, અંક ૪ આષાઢ સં. ૧૯૯૦.
અભિધાનરાજેન્દ્ર કેષ” નામને સંગ્રહ ગ્રંથે તેના લગભગ આઠસેથી હજાર પાનાવાળું એક એમ સાત વેલ્યુ મુદ્રિત થયાં, તેમાં અકારાદિ વર્ણનુક્રમે પ્રાકૃત શબ્દ, તેને સંસ્કૃત શબ્દ, વ્યુત્પત્તિ, લિંગ અને અર્થ જે પ્રમાણે નાગમમાં મળે છે, તે પ્રમાણે તેમ જ અન્ય ગ્રંથમાં આવે છે. તે પ્રમાણે તે દરેકના ઉતારા ટાંકી આ કેશને બને તેટલે પ્રામાણિક-પ્રમાણુ સહિત કરવા મહાભારત પ્રયત્ન કરવામાં આવ્યું છે. જેનાગમનો એ કેઈપણ વિષય નથી કે જે આ મહાકેષમાં ન આવ્યું હોય.
-જૈન સાહિત્યનો ઇતિહાસ, વિ. ૭, પ્ર. ૬, પૃ. ૬૮૩.
અભિધાન રાજેન્દ્ર” વિશ્વ કષમાં પ્રત્યેક પ્રાકૃત શબ્દની પાછળ તેનું સંસ્કૃતરૂપ, સંસ્કૃતમાં વિવરણ, મૂળ ગ્રંથમાં જે સ્થળે તે આવેલું છે તેને નિર્દેશ અને અન્ય ગ્રંથમાં જે વિવિધ અર્થોમાં તે વપરાયેલે તેની અવતરણ સહિત ચર્ચા કરવામાં આવેલ છે. પ્રસ્તાવનામાં શ્રી હેમચંદ્રનું પ્રાકૃત વ્યાકરણ કર્તાની જ કરેલ ટીકા સહિત આપવામાં આવેલ છે. નામના રૂપાખ્યાન આપવામાં જેટલા શક્ય તેટલા રૂપે આપવામાં આવેલા છે. તે સાહિત્યમાં મળી આવે કે નહિ. ઉદાહરણાર્થ પંચમી એક વચનમાં “યુષ્પદના