________________
શાસનપ્રભાવક શ્રી રાજેન્દ્રસૂરિ ધર્મ ક્રિયાકાંડની શિથિલતામાં પણ ક્રિોદ્ધાર કર્યો, જુદાં જુદાં શાસ્ત્રોના આધારે ચર્ચા-વિવાદને અંતે શાસ્ત્રીય ત્રિસ્તુતિક સિદ્ધાન્ત સમજાવ્યા.
ગુરુદેવશ્રીએ અનેક સુપ્રસિદ્ધ સંસ્કૃત ગ્રંથ લખ્યા છે જેની સંખ્યા લગભગ એકસઠની છે તેમાં જગપ્રસિદ્ધ શ્રી અભિધાનરાજેન્દ્રકેશ મહામૂલ્યવાન ખજાનારૂપ છે. હિંદ બહારના અનેક સાહિત્યસેવક, વૈજ્ઞાનિક અને કવિએ જેને આજે ઉપગ કરી જગતમાં પ્રસિદ્ધ બની રહ્યા છે, જેમાં એક એક શબ્દ પર વિસ્તારપૂર્વક ચર્ચા-વ્યુત્પત્તિ આદિ બનાવી પાનાંનાં પાનાં ભરી ઉપયોગી નેંધ લખી છે.
ગુરુદેવનું જીવન અનેક ચમત્કારિક વાતેથી શાસનપ્રભાવક તરીકે પૂરું થયું છે. જગતના અનેક જીવોને તેમણે રાહ દર્શાવ્યા છે, તેમના અનુયાયીઓ આજે વરસ પછી પણ ગુરુદેવના જીવનને ઉદાહરણરૂપ માની તેમાંથી રજ પણ પોતાના આત્માને લગાડી ધન્ય માને છે. આવા મહાન સૂરિપુંગવ શ્રી રાજેન્દ્રસૂરિજીને નત મસ્તકે કોડેવાર વંદન કરતાં આત્મા આનંદ અનુભવે છે.
પિતે જીવી ગયા છે, જીતી ગયા છે, બીજાને સરળ માર્ગોની સરણી આપી ગયા છે. દર વરસે તેમની જન્મજયંતિ ઉજવતાં તેમના મહાન ગુણેને એક અંશ પણ આપણા કાળા કાળજામાં પ્રજવલિત થાય તે આપણે ઉદ્ધાર થઈ જાય.
પુણ્યશ્લેક પુરુષને શતકોટી વંદન ...