________________
१७२
श्रीमद् विजयराजेन्द्रसूरि-स्मारक-ग्रंथ જગતમાં પ્રાણીમાત્રને અનુભવ થાય છે તેમ કાળ પિતાનું કાર્ય કર્યું જાય છે. માતપિતાની સેવા કુદરતને ખૂચી હોય કે પછી તેમના હાથે સમાજની કઈ મહાન સેવા સર્જાઈ હોય, અને તે માટે માર્ગ મોકળો કરવાની વિધિને જરૂર હોય તેમ દેવી સંકેતાનુ સાર માતાપિતા છેડા જ કાળના અંતરમાં એક પછી એક સ્વર્ગવાસી થયાં.
હવે તે રનરાજનું એકજ કાર્ય હતું-ફક્ત ધર્મારાધના, છતાં સાંસારિક ભાઈને દિલને આઘાત ન રુઝાય ત્યાં લગી સાથે રહેવું જ સારું એમ માની રજેરેજ સંસારઅસારતાની વાતેથી વડીલ બંધુ પાસેથી થેડા જ કાળમાં આજ્ઞા મેળવી લીધી.
તે સમયે “શ્રીપૂજ્ય' શાસનના અગ્રસ્તંભ ગણુતા હતા. ભરતપુરમાં પધારેલ પ્રમેહસૂરીશ્વરજી મહારાજ સાથે ચાલી નીકળ્યા. તેમણે હેમવિજ્યજી પાસે ભાગવતી દીક્ષા અપાવી! બડી દીક્ષા અપાવી અને રત્નવિજય પંન્યાસ નામે વિચારવા લાગ્યા. દેવેન્દ્રસૂરિજીના કહેવાથી શ્રી ધરણેન્દ્રસૂરિના સાથે તેઓ ફરવા લાગ્યા.
ધર્મભાવના ને સત્યજ્ઞાન જેણે અનુભવ્યું છે તેમને ગમે તેમની કઠેર વાણી કે અઘટિત વલણ કેઈ કાળે ગમતાં નથી. પછી ભલે તે ગચ્છને નાયક હોય કે એક સામાન્ય યતિ હય, તેમાં વળી કઈ કઈ પ્રસંગે માનવીના બોલાયેલા બેલ સમસ્ત જીવનને ન ઝેક આપી નવા જ રસ્તે વાળી દે છે. રત્નવિજય પંન્યાસજીના જીવનમાં પણ આવી જ એક અણમેલ પળ આવી ગઈ. ઘાણેરાવના સંવત ૧૯૨૩ ના ચાતુર્માસમાં આચાર્યદેવની અત્તર ખરીદી પ્રત્યે તીવ્ર વિરોધ દર્શાવતાં શ્રી ધરણેન્દ્રસૂરિએ કહ્યું કે શક્તિ હોય તે તું પણ અલગ શ્રીપૂજ્ય બની ચાલ્યા જા. મારા આશરે શા માટે પડ્યો છે?”
આ શબ્દ નવયુવાન બાલબ્રહ્મચારી યતિ રત્નવિજયજી સાંખે? કુદરત પણ આ મહાન પળની રાહ જોઈ રહી હતી. યતિજીવનને ભૂલી જઈ વિલાસ તરફ ઢળેલા શ્રીપૂજ્ય આજે મળેલી સાધુવેશભૂષાને એબ લગાડી રહ્યા હતા. તેમનાં અંત:ચક્ષુ ખલી સમાજને પુનઃ કેઈ નવા રસ્તે દેરવાની જરૂર હતી. એટલે “ભાવતું હતું અને વૈદે કહ્યું” ની જેમ પિતાના ગુરુદેવ શ્રી પ્રદસૂરીશ્વરજીએ ચતુર્વિધ સંઘના સાનિધ્યે આચાર્યપદથી વિભૂષિત કર્યા અને શ્રી રાજેન્દ્રસૂરિજી નામે શ્રીપૂજ્ય પ્રસિદ્ધ થયા.
યતિવર્ગમાં રહેલી શિથિલતા દૂર કરવા તનતોડ પ્રયાસ કર્યા; સાધુજીવનની પ્રાચીનતાના આધારે સમાચારી રચી તે શ્રીપૂજ્ય તથા યતિસમાજે હોંશભર સ્વીકારી, અને જગતના ભવ્ય પ્રાણીના ઉદ્ધાર માટે ફરવા લાગ્યા, પરંતુ ઊંડે ઊંડે પરિગ્રહવત તેમને ડંખી રહ્યું. “શ્રીપૂજ્ય.” રાજશાહી વૈભવ, છત્ર, ચામર, છડી, આદિ સાથે રાખે છે અને તેને ઝડપથી ત્યાગ કરી મહાવીર શાસનના પંચમહાવ્રતધારી પ્રવ્રજ્યાને ધારણ કરી જીવન સાર્થક કરવાની સુઅવસરની રાહ જોવા લાગ્યા.