________________
श्रीमद् विजयराजेन्द्ररि-स्मारक-प्रथ નુકસાન થતું હોય તે તે સમયે આપણે સિદ્ધાન્તના સહારે સામનો કરીને સત્ય કયાં છે તે સમજાવવાને પાક પ્રયાસ કરે જોઈએ. આધ્યાત્મિકતામાં તરબળ થવાની ઉત્કટ તમન્ના છતાં ય, ભૌતિક્તાના ભયાનક ભૂતને એ દરજે મૂકી દેવું જોઈએ કે જે દરજે પ્રત્યેક ગામના ઉકરડાને મળેલ હોય છે. ભય કે ભીરુતા ન બને આપણું સાચી સાધના– આરાધનાના કારણરૂપ તેની તકેદારી રાખવા સાથે શાસનના સર્વ સૂત્ર-નિયમને જીવનના પરમજીવનના પરમ કારણુરૂપ સન્માની યોગ્ય રીતે આચરવામાં તત્પરતા બતાવવી જોઈએ.
વેર-ઝેરની ઝાળમાં જલતા માનવપ્રાણીઓના હિત કાજે, આત્માની અમૃતવાણી અખંડપણે વર્ષ-વરસાવી, જૈનશાસનને વિજયધ્વજ લહેવરાવનાર પરમ પૂ. સૂરિદેવે ૮૦ વર્ષની આયુમર્યાદામાં જે પવિત્ર માંગલિક કાર્યો કર્યા છે તેની આપણે ભૂરિ-ભૂરિ પ્રશંસા કરી સાત્વિક જીવનના વરણાગી બનીએ.
આ સંસાર હો, છે અને રહેશે. છતાં એમાં સમયે સમયે ધર્મની બૂઝાતી તિને સ્વજીવનતૈલ દ્વારા સતેજ કરનારા પૂ. રાજેન્દ્રસૂરીશ્વરજી જેવા યુગપ્રભાવક આત્માઓના જીવનકાર્યને સહાયરૂપ થવાની સ્વપરકલ્યાણલક્ષી ભાવના ભાવી, નિયમિત રીતે જીવનને ધર્મપરાયણ બનાવવું જોઈએ.
જેના શાસનમાં જીવીએ છીએ આપણે, તે ચરમ તીર્થપતિની ઉજજવળ માટેપરપરાને સ્વજીવન પ્રતાપ દ્વારા ટકાવી રાખનારા પરમપૂજ્ય આચાર્યદેવની પાવનકારી સ્મૃતિને દીપક અખંડપણે જલતે રાખવા માટે, આપણે મેર છવાએલા તિમિર-સામ્રાજ્ય સામે અણનમપણે ઝૂઝવું પડશે. ધર્મના સાચા શરણાગતને સંસારનું કઈ શરા હરાવી શકતું નથી જ.
ધર્મના વિકલવ્યાપી જયમાં છે જીવમાત્રની કલ્યાણલક્ષી સર્વ ભાવના એનું જતન.