________________
ઉત્કૃષ્ટ ચારિત્રપાલક શ્રી રાજેન્દ્રસૂરિજી
શતાવધાની કવિ શ્રી યંતમુનિજી જૈનાચાર્ય શ્રી ૧૦૦૮ શ્રી વિજ્યરાજેન્દ્રસૂરીશ્વરજી મહારાજ વિષે કંઈ પણ લખવું એ મારા અધિકારની બહારની વાત. પૂ. શ્રી રાજેન્દ્રસૂરીશ્વરજી જેવા મહાન આત્માના ગુણગાન ક્યા શબ્દમાં ગાવા એની પણ મને સમજ પડતી નથી, યત્કિંચિત્ પણ જેનાચાર્યશ્રીના જીવન વિષે લખવાની પ્રેરણા મુનિશ્રી જયંતવિજ્યજીથી ને તેમના પત્રપરિચયથી થયેલ છે. આ મહાન આચાર્યના ગુણગાન ગાઈને તેમના જીવનના આદર્શો મારા ચારિત્રમાં અંશ પણ ઉતરશે તે હું મારું અહોભાગ્ય સમજીશ, આટલું પ્રાસંગિક કહી હવે મુખ્ય વાત ઉપર આવું છું.
સંવત ૧૮૮૩ ના પિષ સુદિ ૭ ગુરુવારે શિશિરઋતુના ખુશનુમા વાતાવરણમાં રાજસ્થાન પ્રાન્તાન્તર્ગત ભરતપુર ગામમાં શ્રેષ્ટિવર્ય શ્રી ઋષભદાસજી પિતા અને કેશરીબાઈ માતાની કૂખે આપણા સ્વ. જૈનાચાર્ય શ્રી રાજેન્દ્રસૂરીશ્વરજીનો જન્મ થયે હતું. આ વખતે તેમનું નામ “રત્નરાજ” રાખવામાં આવ્યું હતું. મહાન પુરુષના લક્ષણો છુપા રહી શકતાં નથી, એટલે જ કહ્યું છે કે “પુત્રના લક્ષણ પાલણામાંથી” આ નિયમ પ્રમાણે સર્વની સાથે મિત્રતા, વડીલે તરફ પૂજ્યબુદ્ધિ, ગુણવાનના ગુણની પ્રશંસા, સત્સમાગમની અભિલાષા સેવવી અને કજીયા, કંકાસથી દૂર રહેવું, વ્યસની લેકેથી દૂર રહેવું અને સંસારિક બન્ધને પ્રત્યે તીવ્ર ઉદાસીનવૃત્તિ, આવા મહાન ગુણે આ પ્રભાવશાળી પુરુષમાં બાલ્યકાળથી કળાવા માંડ્યા હતા. વૈરાગ્યની તીવ્ર ઇચ્છા દિનપ્રતિદિન વધતી જતી હતી, એટલે માતા પિતાના સ્વર્ગગમન પછી ૨૦ વર્ષની ભરયુવાનીમાં શ્રી પ્રમેહસૂરીશ્વરજીના ઉપદેશથી શ્રી હેમવિજયજીના પાસે સં. ૧૦૩ માં વૈશાખ સુદિ ૫ ના રોજ દીક્ષા લીધી અને શ્રી પ્રદસૂરીશ્વરજીના શિષ્ય જાહેર થયા.
સ્વ. જૈનાચાર્યે ૬૦ વર્ષ સંયમ પાળી જૈન સમાજ ઉપર મહાન ઉપકાર કર્યો છે. આચાર્યશ્રીએ નાના મોટા અનેક ગ્રંથ સંસ્કૃત, પ્રાકૃત, મારવાડી, ગુજરાતી અને અપભ્રંશ તથા હિંદીમાં લખ્યા છે. એમાં સૌથી મેટે વિરાટ સ્વરૂપ ગ્રન્થ “શ્રી અભિધાન રાજેન્દ્ર મુખ્ય છે, જે સાત ભાગમાં હેંચાયેલ છે. આજે જૈન જૈનેતરે જગતના વિદ્વભંડળમાં આ કેશ અગ્રસ્થાન ધરાવે છે. આ ગ્રન્થને જેવાથી સંપૂર્ણ જૈનાગમને બોધ મળી શકે છે. આચાર્યશ્રીએ આ ગ્રન્થ લખી જૈન સમાજ ઉપર મહાન ઉપકાર કર્યો છે. અરે! આખા વિશ્વ ઉપર ઉપકાર કર્યો છે તેમ કહીએ તે પણ અતિશયેક્તિ નહિ કહેવાય!
(૨૩)