Book Title: Panch Sangraha
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
ટીકાનુવાદ સહિત પિતાનું જેટલું આયુ અવશેષ છે, તેનાથી અધિક સ્થિતિવા
Sજ નથી, કેમકે, આ સમ કરવાને આત્માને જે પ્રયત્ન તે સમુદ્યત કહેવાય છ ખુરવાની ઈરછાવાળા સઘળા વળિશા પહેલા આજિકારણ કરે છે.' આયોજિકાકરણને શબ્દાર્થ શું છે? તે કહે છે મર્યાદા, ચા -વ્યાપાર. કરણ–ક્રિયા. એટલે કે કેવળિની દષ્ટિરૂપ મર્યાદાવડે અત્યંત પ્રશસ્ત મન વચન અને કાયાને વ્યાપાર તે આજિકાકરણ કહેવાય છે. જો કે કવનિમહારાજના ચગને વ્યાપાર પ્રશસ્ત જ હોય છે, છતાં અહિં એવી વિશિષ્ટ ગપ્રવૃત્તિ થાય છે, કે જેની પછી સમુદઘાત અથવા રોગના નિરાધ રૂપ ક્રિયાઓ થાય છે. કેટલાક આચાર્યો આર્જિતકરણ એવું નામ કહે છે, તેને અર્થ આ પ્રમાણે છે-તથાભવ્યત્વરૂપ પરિણામવડે મોક્ષગમન પ્રત્યે સન્મુખ કરાયેલ આત્માને અત્યન્ત પ્રશસ્ત જે ચગવ્યાપાર તે આવર્જિતકરણ કહેવાય છે. બીજા કેટલાએક આચાર્યો આવશ્યકકરણ એવું નામ કહે છે. તેને ભાવાર્થ આ પ્રમાણે છે-જે ક્રિયા અવશ્ય કરવા ચોથ હેય તે આવશ્યકકરણ કહેવાય છે. અત્યંત પ્રશરત મન વચન અને કાયાના વ્યાપારરૂપ ક્રિયા અવશ્ય કરવા એગ્ય છે, માટે તે આવશથકકરણ કહેવાય છે. તે આ પ્રમાણે સમુફઘાત કંઈ સઘળાં કેવળીઓ કરતા નથી, કેટ લાએક કરે છે, અને કેટલાક નથી પણ કરતા. પરંતુ આ આવશ્યકકરણ તે સઘળા
ળિઓ કરે જ છે. આ પ્રમાણે આજિકારણ કર્યા પછી જે કેવળિમહારાજને પિતાનું આયુ જેટલું બાકી છે, તેનાથી વેદનીયાદિ કર્મો દીઘ સ્થિતિવાળા હોય તે કર્મોને સમ કરવા માટે સમુહુઘાત કરે છે. પરંતુ જે કેવળિમહારાજને આયુ સાથે જ પૂર્ણ થઈ જાય એવા અન્ય કર્મો હોય તે તેઓ સમુદઘાત કરતા નથી. કહ્યું છે કે સ્થિતિના વત્તા ઓછા પણાને લઈને આયુ પૂર્ણ થતાં જે શેષ કર્મોની સંપૂર્ણતા ન થાય તે સમુહુઘાત કરે છે. ૧ અંતમુહૂર્ત આયુ બાકી હોય ત્યારે સ્થિતિ અને કમ્મસુવડે અધિક વેદનીયાદિ કર્મોને રામ કરવા માટે સમુઘાત કરે છે” ૨ સમુદઘાતમાં વેદનીયાદિ કર્મોની વધારાની સ્થિતિ અને પરમાણુઓનો નાશ કરી અવશિષ્ટ આયુ સાથે જ તેઓ ભગવાઈ જાય એમ કરે છે. આ સમુહુઘાત અંતમુહૂત આયુ બાકી હોય ત્યારે જ થાય છે.
પ્ર—દીઈ સ્થિતિવાળા વેદનીયાદિ કર્મોને આયુ સાથે સમ કરવા માટે સમૃદુધાતને આરંભ યુતિ યુક્ત નથી. કારણ કે કૃતનાશાદિ દેવને પ્રસંગ આવે છે. કઈ રીતે કૃતનાશાદિ દેવને પ્રસંગ આવે તે કહે છે-ઘણા કાળ સુધી જોગવાઈ શકે એવા વેદનીયાદિ કમેને એકદમ નાશ કરવાથી કૃતનાશ ષ આવે છે. કારણ કે કર્મબંધ કરતી વખતે અમુક વખત સુધી ફળ આપે એ રીતે જે નિયત કરેલ છે, તે ફળને કમનો એકદમ નાશ કરવાથી અનુભવ નથી. અને તેથી કરેલા કર્મના ફળને પોતેજ નાશ કરે છે, માટે કૃતનાશ દોષ પ્રાપ્ત થાય છે. અને જો એમ થાય તે પોતે જે કમને સર્વથા ક્ષય કર્યો છે તેના નાશને પણ સંભવ થાય-ફરી કર્મબંધ થાય, અને તેથી મેક્ષમાં પણ અવિશ્વાસને પ્રસંગ પ્રાપ્ત થાય.
૧ કરેલા કર્મને ફળ આપ્યા સિવાય નાશ થવો તે કૃતનાદેષ કહેવાય છે.