Book Title: Panch Sangraha
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પંચસહ-પાંચમું કાર
પર૭.
સામાન્ય રીતે જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ એમ ત્રણ ત્રણ ભેદ હોય છે. અહિં જઘન્ય અજઘન્ય અને ઉત્કૃષ્ટ અનુ એમ બબ્બેની જોડી મળી ચાર ભેદ કહ્યા છે. તેમાં જઘન્ય પ્રકૃતિબંધાદિને જઘન્યમાં અને મધ્યમ તથા ઉત્કૃષ્ટને અજઘન્યમાં સમાવેશ થાય છે. આ રીતે જઘન્યથી ઉત્કૃષ્ટ પર્યત પ્રકૃતિબંધાદિના કુલ ભેદેને બે ભેદમાં સમાવેશ કર્યો છે, તથા ઉત્કૃષ્ટ પ્રતિબંધાદિને ઉરમાં, અને મધ્યમ તથા જઘન્યને અનુષ્ટમાં સમાવેશ થાય છે. આ રીતે ઉત્કૃષ્ટથી જઘન્યપર્યત પ્રકૃતિબંધાદિના કુલ ભેદોને પણ બે ભેદમાં સંગ્રહ કર્યો છે.
શંકા પ્રતિબંધાદિના સઘળા ભેદે જઘન્ય-અજઘન્યમાં અથવા ઉત્કૃષ્ટ અતુહૃણ એમ કેઈપણ બેમાં સંગ્રહ-સમાવેશ થાય છે તે ચાર લોદ શા માટે લીધા? કેઈપણ બેજ લેવા જોઈતા હતા?
ઉત્તર-કઈ વખતે અહૃષ્ટ ઉપર સાદિ અનાદિ ચાર ભાંગા ઘટે છે તે કોઈ વખતે અજઘન્ય ઉપર ચાર ભાગા ઘટે છે. કેઈ વખતે અનુકુટ પર બે ભાંગા તે કેઈ વખત અજઘન્ય ઉપર બે ભાંગ ઘટે છે. આ રીતે ભાંગાની ઘટના ભિન્ન ભિન્ન રીતે થતી હોવાથી ચારે ભેદ લીધા છે. આની વિશેષ સ્પષ્ટતા મૂળ અને ઉત્તર પ્રકતિઓમાં જ્યારે તે ભાંગાઓ ઘટાવશે ત્યારે થશે.
તે ઉત્કૃષ્ટ આદિ દરેક ભેદે યથાસંભવ સાદિ આદિ ચાર પ્રકારે છે. તે આ પ્રમાણે--સાદિ, અનાદિ, યુવા અને અધુવ. તેમાં જેની અંદર શરૂઆત હોય તે સાદિ, અને શરૂઆત ન હોય તે અનાદિ. તથા જેને અંત હેય તે સાન્ત, અને જેને અંત ન હોય તે અનંત.
અહિં ઉત્કૃષ્ટ આદિ સઘળા ભેદે કંઈ સાદિ આદિ ચાર ભેદે ઘટતા નથી માટે અમે યથાસંભવ એ પ્રમાણે કહ્યું છે. એને જ ફુટ કરે છે.
જે પ્રકૃતિઓના ઉત્કૃષ્ટ રસબંધાદિ ઉપરના ગુણસ્થાનકે થતા હોય, તેના અનુત્કૃષ્ટ ભેદ ઉપર સાદિ આદિ ચાર ભાંગા ઘટે છે. કારણ કે ઉપરના ગુણસ્થાનકે નહિ ગયેલા, નહિ જનારા અને જઈને પતિત થયેલા છ હોય છે. •
એ રીતે જે પ્રકૃતિએના જઘન્ય રસબંધાદિ ઉપરના ગુણસ્થાનકે થતા હોય તેના અજઘન્ય ભાંગામાં સાદિ આદિ ચાર ભાંગા ઘટે છે.
તથા જે પ્રકૃતિએના ઉત્કૃષ્ટ રસબંધાદિ પહેલા ગુણસ્થાને થતા હોય તેના અનુહૃષ્ટ ભાંગા પર સાદિ અને સાંત એ બે ભાંગા ઘટે છે. કારણ કે મિથ્યાત્વગુણસ્થાનકે વારાફરતી ઉતકૃષ્ટ-અનુષ્ટ બનેને સંભવ છે માટે.
એ પ્રમાણે જે પ્રકૃતિના જઘન્ય રસMધાદિ પહેલા ગુણસ્થાનકે થતા હોય