Book Title: Panch Sangraha
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પંચસંગ્રહ–પાંચમું દ્વાર અંતહ પ્રમાણે મિશ્ર ગુણસ્થાનકને કાળથી અંતરિત એકસે બત્રીસ સાગરેપમને સમ્યક્ત્વને કાળ પૂર્વોક્ત પ્રકારે ઘટે છે. તે આ પ્રમાણે–
કોઈ એક મનુષ્ય ક્ષપશમ સમ્યક્ત્વ પ્રાપ્ત કરી ઉત્તમ શ્રાવકપણું પાળી બાવીશ સાગરેપમને આઉખે અચુત દેવલોકમાં જાય. ત્યાંથી વી મનુષ્ય થઈ ઉત્તમ શ્રાવકપણું પાળી અષ્ણુત દેવલોકમાં જાય, વળી ત્યાંથી ચ્યવી મનુષ્ય થઈ અય્યત દેવલેકમાં જાય, ત્યાંથી ઍવી મ7ષ્ય થાય. ક્ષપશમ સમ્યફત્વને વચમાં થતા મનુષ્યને ભવ અધિક છાસઠ સાગરોપમને કાળ હેવાથી અંતમુહૂર્ત મિશ્ર ગુણસ્થાનકે જઈ ફરી ક્ષપશમ સમ્યકત્વ પ્રાપ્ત કરી ઉત્તમ મુનિપણું પાળી તેત્રીશ સાગરોપમને.
ઉખે વિજયાદિ ચારમાંથી કોઈ મહાવિમાને ઉત્પન્ન થાય, ત્યાંથી ચ્યવી મનુષ્ય થઈ અનુત્તર મુનિપણું પાણી ફરી વિજયાદિ વિમાને ઉત્પન્ન થાય ત્યાંથી ચ્યવી મનુષ્ય થાય. હવે જે તે ભવમાં મોક્ષ ન જાય તે સમ્યત્વથી પડી મિથ્યાત્વે જાય. આ પ્રમાણે વચમાં થતા મનુષ્યના ભવોથી અધિક અને અંતમુહૂર્ત મિશ્ર ગુણસ્થાનકના કાળથી અંતરિત એકસ બત્રીસ સાગરોપમ પયત સમ્યફત્યાદિ ગુણઠાણે રહી શકે છે અને ત્યાં ઉપરોક્ત સાત પ્રકૃતિઓ બાંધ્યા કરે છે. ત્યારપછી મેક્ષમાં ન જાય તે. સમ્યફથી પડી મિથ્યાત્વે જઈ ઉક્ત પ્રકૃતિઓની વિધિ પ્રવૃતિઓ બાંધે છે.
તથા મનુષ્યદ્ધિક ઔદારિક અંગોપાંગ અને વજઋષભનારા સંઘયણને જઘન્યથી. સમય અને તીર્થકર નામકર્મને જઘન્યથી અંતમુહૂર્વ અને ઉત્કૃષથી એ પાંચ પ્રકૃતિઓને તેત્રીસ સાગરોપમ નિરંતર બંધકાળ છે. તે આ પ્રકારે–
અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થયેલે આત્મા તીર્થંકરનામકર્મ વજીને શેષ પ્રકૃતિ તે નિયમપૂર્વક બાંધે છે અને પછીના જન્મમાં તીર્થકર થનાર કોઈ આત્મા તીર્થ કર નામકર્મને પણ બંધ કરે છે. માટે એ પાંચ પ્રકૃતિને ઉત્કૃષ્ટથી તેટલે બધકાળ ઘટે છે. માત્ર તીર્થકર નામકર્મને દેશના બે પૂર્વ કોટિ વડે અધિક સમજ. ૫. , ૧ અહિં જ જઘન્યથા સમયને બંધકાળ કહી છે, તે જયાં સુધી વિધિની પ્રકૃતિએ બંધતી. હોય ત્યાં સુધી સમજ. અને ઉત્કૃષ્ટ બધકાળ વિરાધિની પ્રકૃતિને બંધવિચ્છેદ થયા પછી એક્લીજ્યાં સુંધી બંધાય ત્યા સુધીને સમજવો. તીર્થકર નામકર્મ જીસ્વભાવે જઘન્યથી પણ આયુની જેમ અંતર્મુદ જ બધાય છે.
૨ દેશના બે પૂર્વ કાટિ અધિક કહેવાનું કારણ તીયારનામકમ ત્રીજે ભવે નિકાંચિત કરે છે તે છે. તે આ પ્રમાણે વધારેમાં વધારે પૂર્વ કાટિ વર્ષના આયુવાળા કોઈ મનુષ્ય વીશ સ્થાનકનું આરાધન કરી. તીર્થકર નામકર્મ નિકાચિત કર્યું પિતાનું જેટલું આયુ શેષ હતું અને નિકાચિત કર્યું તેટલે કાળ, ત્યાંથી અનુત્તર વિમાનમાં તેત્રીસ સાગરોપમને આઉખે દેવ થાય તેટલે કાળ, ત્યાથી એવી ઉત્કૃષ્ટ રાશી લાખ પૂરવના આઉખે મનુષ્ય થાય ત્યાં જયાં સુધી આઠમા ગુણસ્થાનકના છઠ્ઠા ભાગથી અગાડી ને જાય તેટલો કાળ નિરંતર બંધાયા જ કરે છે. કેમકે તીર્થ કરનામકર્મ નિકાચિત થયા પછી પિતાની બધોગ્ય ભૂમિકામાં પ્રતિસમય બંધાયા જ કરે એવો નિયમ છે. તેથી કેટલાએક વર્ષ જૂના બે પૂર્વકેડી અધિક કાળ કલ્લો છે.
-