Book Title: Panch Sangraha
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પંચસંગ્રહ-પાંચમું દ્વાર સારસહ, સમયથી શરૂ થતું હોવાથી સાદિ, જઘન્ય પ્રદેશદયના સ્થાનને નહિ પામેલાઓને અનાદિ, અન્ય જઘન્ય પ્રદેશદય કરવાના જ નથી માટે તેઓને ધ્રુવ અને ભવ્યને પ્રદેશોદયને વિચછેદ થવાને હોવાથી અધ્રુવ-એમ અજઘન્ય પ્રદેશેાદય ચાર પ્રકારે છે.
જેનું સ્વરૂપ આ જ ગ્રંથના સંક્રમણુકરણમાં કહેવામાં આવશે તેવા સર્વથી વધારે પ્રદેશકમની સત્તાવાળા ગુણિતકમાંશ જીવને બારમા ગુણસ્થાનકના ચરમસમયે જ્ઞાનાવરણીય, દશનાવરણીય અને અંતરાય એ ત્રણને તેમ જ ચૌદમાં ગુણસ્થાનકના ચરમસમયે નામ, ગોત્ર અને વેદનીય એ ત્રણ કર્મને ઉત્કૃષ્ટ પ્રદેશદય થાય છે, તે એક જ સમય હોય છે માટે સાદિ અને અgવ, તે સિવાયને સઘળો પ્રદેશોદય અનુષ્ટ કહેવાય છે. પરંતુ આ છએ કર્મને ઉદયવિચછેદ થયા પછી ફરીથી ઉદય થતું ન હોવાથી અનુત્કૃષ્ટ પ્રદેશદયની સાદિ થતી નથી, જે છે આ ઉત્કૃષ્ટ પ્રદેશદયના સ્થાનને પામ્યા જ નથી તેઓને અનાદિ, અભને ધ્રુવ અને ભને અધુવ એમ અનુષ્ટ પ્રદેશેાદય ત્રણ પ્રકારે છે.
અંતરકરણની ક્રિયા કર્યા પછી અંતરકરણમાં રહેલ ક્ષપિતકર્માશ આત્માને પડતાં પહેલાં ઘણાં અને પછી-પછીના સમયમાં અનુક્રમે હીન હીન એમ ગપુચ્છાકારે અતરકરણની જે ચરમાવલિકામાં દલિતરચના થાય છે તે આવલિકાના ચરમસમયે સર્વથી અલ્પ પ્રદેશેાદય હોવાથી એક જ સમય મેહનીયકર્મને જઘન્યપ્રદેશદય થાય છે અને તે સાદિ-અgવ છે. તે સિવાયને સઘળો પ્રદેશદય અજઘન્ય છે. ઉપરોક્ત જીવને જઘન્યપ્રદેશદયના પછીના સમયે તે નવીન થતું હોવાથી અજઘન્ય પ્રદેશદયની સાદિ, જઘન્ય પ્રદેશદયને અગર પ્રદેશદય વિચ્છેદ સ્થાનને નહિ પામેલાને અનાદિ, અલને ધ્રુવ અને ભવ્યને અધુવ એમ તે ચાર પ્રકારે છે.
ગુણિતકમાંશ ક્ષેપકને સૂમસંપાયના ચરમસમયે એક જ સમય ઉત્કૃષ્ટ પ્રદેશદય થતો હોવાથી તે સાદિ–અધ્રુવ છે. તે સિવાયને સઘળે પ્રદેશદય અનુશ્રુષ્ટ છે. ઉપશાન્તમોહ ગુણસ્થાનકથી પહેલા તે પુનઃ શરૂ થાય છે, માટે સાદિ, સૂક્ષમપરાયના ચરમસમયને નહિ પામેલાઓને અનાદિ, અભને ધ્રુવ અને ભવ્યને અgવએમ તે ચાર પ્રકારે છે.
આયુષ્યના જઘન્યાદિ ચારે ઉદય નિયત કાળ સુધી જ થતા હોવાથી તે સાદિ. અને અધુવ એમ બે-બે પ્રકારે જ હોય છે.
મિથ્યાત્વ મેહનીયને જઘન્ય તથા ઉત્કૃષ્ટ પ્રદેશદય બે પ્રકારે અને અનુત્કૃષ્ટ તથા અજઘન્ય પ્રદેશેાદય ચાર-ચાર પ્રકારે હોવાથી કુલ બાર, શેષ સુડતાલીશ વેદથી પ્રકૃતિઓના જઘન્ય તથા ઉત્કૃષ્ટ બે પ્રકારે, અજઘન્ય ચાર પ્રકારે અને અનુશ્રુષ્ટ પ્રદેશેાદય સાદિ વિના ત્રણ પ્રકારે હોવાથી એકેકના અગિયાર-અગિયાર, તેમજ શેષ એક દશ અધુદયી પ્રકૃતિના જઘન્યાદિ ચારે પ્રદેશદય નિયત કાળે જ થતાં હોવાથી