Book Title: Panch Sangraha
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૮૬૨
પચસંગ્રહ-પાંચમું દ્વાર સારસ ગ્રહ. જઘન્યાદિ ત્રણ પ્રકારની સત્તા સાદિ–અધુવ એમ બે-બે પ્રકારે હેવાથી એક-એક પ્રકૃતિના દશ-દશ ભાંગ છે. શેષ ધ્રુવસત્તાક એકસે છવીશ પ્રકૃતિની અજઘન્ય સ્થિતિસત્તા સાદિ વિના ત્રણ પ્રકારે અને જઘન્યાદિ ત્રણ પ્રકારની સત્તા સાદિ-અધ્રુવ એમ બે-બે પ્રકારે હોવાથી એકએક પ્રકૃતિના નવ નવ ભાંગા થાય છે.
અધુવસત્તાવાળી અાવીશ પ્રકૃતિની ચારે પ્રકારની સ્થિતિસત્તા સાદિ-અધવ એમ બે-બે પ્રકારે હોવાથી એક એક પ્રકૃતિના આઠ આઠ ભાંગા થાય છે.
ત્યાં અનંતાનુબંધિની પિતાના ક્ષયના ઉપાસ્ય સમયે જ્યારે સ્વરૂપ સત્તાની અપેક્ષાએ એક સમય અને કર્મ પણાની અપેક્ષાએ બે સમય સ્થિતિસતા હોય છે ત્યારે તે જઘન્ય સ્થિતિસત્તા કહેવાય છે. તેને કાળ એક જ સમયે હોવાથી તે સાદિ-અધવ છે. તે સિવાયની સઘળી સ્થિતિ તે અજઘન્ય સ્થિતિસત્તા છે. તે અનંતાનુબંધિને ક્ષય કરી પહેલા ગુણસ્થાને આવી બધ દ્વારા ફરીથી સત્તામાં પ્રાપ્ત થાય ત્યારે તેની સાદિ, જઘન્ય સ્થિતિસત્તાના સ્થાનને નહિ પામેલાઓને અનાદિ, અભવ્યને ધ્રુવ અને ભજેને ભવિષ્યમાં અંત થવાને હોવાથી અશ્રુવ છે.
શેષ એકસે છશ્વાશ ધ્રુવસત્તા પ્રકૃતિઓમાંથી તિપિતાના ક્ષયના અંતે જે ઉદયવતી પ્રવૃતિઓ હોય તેની એક સમય પ્રમાણ અને અનુદયવતી પ્રવૃતિઓ હોય તેની સ્વરૂપની અપેક્ષાએ એક સમય અને કર્મપણાની અપેક્ષાએ બે સમય પ્રમાણ સત્તા હોય છે તે જઘન્ય સ્થિતિસત્તા છે. તે સમયમાત્ર હોવાથી સાદિ-અવ એમ બે પ્રકારે છે, તે સિવાયની સઘળી સત્તા તે અજઘન્ય સ્થિતિસત્તા છે. તેની આદિ ન હોવાથી અનાદિ, અભને ધ્રુવ અને ભવ્યને નાશ થવાને હવાથી અધવ છે.
આ ધ્રુવસત્તાક એકસે ત્રીશ પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ અને અનુત્કૃષ્ટ સ્થિતિસત્તા વારાફરતી અનેકવાર થતી હોવાથી અને સાદિ–અધુવ છે.
મનુષ્યગતિ આદિ અાવીશ પ્રકૃતિએ તે સ્વરૂપથી જ અદ્દવ સત્તાવાળી હવાથી તેઓની ચારે પ્રકારની સ્થિતિસત્તા સાદિ-અધ્રુવ એમ બે જ પ્રકારે છે. . ઉત્કૃષ્ટ સ્થિતિસત્તાનું પ્રમાણ તથા તેના સ્વામી
જે પ્રકૃતિનો ઉદય હોય ત્યારે પણ પિતાના મૂળકમ જેટલું ઉત્કૃષ્ટ સ્થિતિબંધ થઈ શકે તે ઉદયખલ્લુદા પ્રકૃતિઓ કહેવાય છે. તેવી પ્રકૃતિએ (૮૬) છયાશી છે.
ત્યાં પાંચ જ્ઞાનાવરણ, ચાર દશનાવરણ, અસાતા વેદનીય અને પાંચ અંતરાય એ પંદરની ત્રીશ કેડીકેડી, મિથ્યાત્વ મોહનીયની સિત્તેર કડાકડી, સોળ કપાયની ચાલીશ કેડીકેડી, પંચેન્દ્રિય જાતિ, વેકિયસપ્તક, તેજસ–કામણ સપ્તક, હુંડક સંસ્થાન, વર્ણચતુષ્કના વશ, અપ્રશસ્ત વિહાગતિ, અગુરુલઘુ, પરાવાત, ઉપઘાત, ઉચ્છવાસ, નિમણ, ઉદ્યોત, ત્રણચતુષ્ક, અસ્થિરષર્ક અને નીચગોત્ર આ ચાપન :પ્રકૃતિઓની ત્રીશ કોડાકડી સાગરોપમ પ્રમાણ ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા છે.