Book Title: Panch Sangraha
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana

View full book text
Previous | Next

Page 927
________________ પચસંગ્રહ-પાંચમું દ્વાર પ્રશ્નોત્તરી ૮૯૩ ચરમ સમય આદિમાં જ થાય છે. અને તેમાંની અશુભ પ્રકૃતિઓને જઘન્ય રસબંધ તથા શુભપ્રકૃતિઓને ઉત્કૃષ્ટ રસબંધ પણ ત્યાં જ થાય છે. તેમજ ત્યાં અનેક જીવ આશ્રયી પણ એક જ અધ્યવસાય હોય છે. જ્યારે જઘન્ય આદિ પ્રત્યેક સ્થિતિબંધમાં તે તે સ્થિતિબંધના કારણભૂત કાષાયિક અધ્યવસાયે અસંખ્ય લોકાકાશ પ્રદેશ પ્રમાણ હોય છે અને પૂર્વ-પૂર્વ કરતાં પછી–પછીના સ્થિતિસ્થાનમાં તે અધિક-અધિક હોય છે. તેમજ જઘન્ય આદિ સ્થિતિબંધના કારણભૂત એક-એક કાષાયિક અધ્યવસાયમાં રસબંધના અધ્યવસાયે અસંખ્ય કાકાશ પ્રદેશ પ્રમાણ કહ્યા છે. તે ક્ષપકણિમાં દશમા અને નવમા ગુણસ્થાને જ જે પ્રકૃતિને જઘન્ય સ્થિતિબંધ અથવા જઘન્ય કે ઉત્કૃષ્ટ રસબંધ થાય છે ત્યાં અસંખ્ય કાકાશ પ્રદેશ પ્રમાણ અધ્યવસાયે કેમ હોય? જન્ય સ્થિતિબંધથી આરંભી પ્રત્યેક સ્થિતિસ્થાનમાં અસંખ્ય લેકાકાશ પ્રદેશ પ્રમાણ અને ઉત્તરોત્તર અધિક-અધિક સ્થિતિબંધના અધ્યવસાય તેમજ સ્થિતિબંધના એક-એક અધ્યવસાયમાં રસબંધના અસંખ્ય કાકાશ પ્રદેશ પ્રમાણ અધ્યવસાયે કહેલ છે. ત્યાં ક્ષપકશ્રેણિમાં દશમા ગુણસ્થાનક આદિમાં થતા જઘન્ય સ્થિતિબંધ, જઘન્ય રસબંધ કે ઉત્કૃષ્ટ રસબંધ લેવાના નથી, પરંતુ અભય સંક્સિ-પચેન્દ્રિયને ઓછામાં ઓછે જે અન્તઃ કોડાકોડી સાગરોપમ પ્રમાણ સ્થિતિબંધ થાય છે અને તે વખતે જે જઘન્ય કે ઉત્કૃષ્ટ રસબંધ થાય છે તે જઘન્ય સ્થિતિબંધાદિ લેવાના છે. અને તેથી જ અનુકૃષ્ટિ, તીવ્ર-મંદતા આદિનો વિચાર પણ મોટાભાગે અભપ્રાય જઘન્ય સ્થિતિસ્થાન આદિ આશ્રયીને જ કરવામાં આવેલ છે. પ્ર. ૩૮. જે સમયે કોઈપણ કમને દશકોડાકોડી સાગરોપમ પ્રમાણ સ્થિતિબંધ થાય તે સમયે પ્રથમ નિષેકરથાનમાં ગોઠવાયેલ દલિકને સ્થિતિસત્તા કાળ કેટલો હોય ? પ્રથમ નિષેકસ્થાનમાં ગોઠવાયેલ કર્મદલિક જે કોઈપણ કારણ ન લાગે તે એક હજાર વર્ષ પ્રમાણ અખાધાકાળ પૂર્ણ થતાં જ પ્રથમ સમયે ઉદયદ્વારા ભગવાઈ આત્માથી છુટું પડે માટે તેને સ્થિતિસત્તા કાળ એક સમય અધિક એક હજાર વર્ષ કહેવાય. પ્ર. ૩૯. સરિ-પંચેન્દ્રિયે કેટલી અને કઈ કઈ પ્રકૃતિઓને જઘન્ય સ્થિતિ બંધ કરે? જ્ઞાનાવરણ ૫, દર્શનાવરણ ૪, સંજવલનચતુષ્ક, પુરુષવેદ, સાતવેદનીય, યશકીર્તિ, આહારકહિક, તીર્થંકર નામકર્મ, ઉચ્ચત્ર અને અંતરાયપંચક આ પચ્ચીશ પ્રકૃતિઓને જઘન્ય સ્થિતિબંધ સંસિ-પાકિયા જ કરે, તેમજ

Loading...

Page Navigation
1 ... 925 926 927 928 929 930 931 932 933 934 935 936 937 938 939 940 941 942 943 944 945 946 947 948 949 950