Book Title: Panch Sangraha
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana

View full book text
Previous | Next

Page 930
________________ ૮૬ પંચસંગ્રહ-પાંચમું દ્વાર પ્રશ્નોત્તરી જેટલી વગેરે અશનરૂપ આહાર પુરતા પ્રમાણમાં હોય તે જ તૃપ્તિરૂપ સ્વકાર્ય તે કરી શકે અને તજ, એલાયચી, સોપારી વગેરે સ્વાદિમ આહાર બહુ જ અલ્પ પ્રમાણમાં હોય તે પણ તૃપ્તિરૂપ સ્વકાર્ય કરી શકે છે. તે જ રીતે અહિં પણ સમજી લેવું. પ્ર. ૪૯, તીર્થકર નામકર્મના નિકાચિત બંધની શરૂઆત કોણ કરે અને કયારે કરે? ઉ. તીર્થકર નામકર્મના નિકાચિત બંધની શરૂઆત મનુષ્ય જ કરે અને તે તીર્થ કરના ભવથી પહેલાંના ત્રીજા ભવમાં જ કરે. તે માટે જુઓ–આવશ્યક ચૂર્ણિ પૃષ્ઠ ૩૭૩, ગાથા નં. ૭૩, ૭૪૪. પ્ર. ૫૦. એવી કઈ પ્રકૃતિઓ છે કે જેની ઉત્કૃષ્ટ સ્થિતિ વિશુદ્ધિએ બંધાય અને શુભ ગણાય? ઉ. દેવ, મનુષ્ય અને તિય"ચ એ ત્રણ આયુષ્યની ઉત્કૃષ્ટ સ્થિતિ વિશુદ્ધિએ બંધાય અને તેથી તે શુભ ગણાય છે. પ્ર. ૧૧. પુણ્યપ્રકૃતિઓમાં એવી કઈ કઈ પ્રકૃતિઓ છે કે જેઓને ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ઉત્કૃષ્ટ અને જઘન્ય સ્થિતિબધે જઘન્ય રસ બંધાય? ઉ. દેવાયુ, મનુષ્પાયુ અને તિયચાયુ આ ત્રણ આયુષ્યને ઉત્કૃષ્ટ સ્થિતિ ઉષ અને જઘન્ય સ્થિતિમધે જઘન્ય રસબંધ થાય છે. પ્ર. પર. ઉપરના પ્રશ્નમાં જણાવેલ ત્રણ આયુષ્ય સિવાય શેષ સવ પુન્ય પ્રવૃતિઓને ઉત્કૃષ્ટ સ્થિતિબંધ સંક્ષિણ પરિણામથી થાય અને તેથી તે અશુભ ગણાય તેવી રીતે તે પ્રકૃતિને ઉત્કૃષ્ટ રસબંધ સંકિલષ્ટ પરિણામથી કેમ ન બંધાય? વળી તે અશુભ કેમ ન ગણાય? જેમ સુવર્ણ ઉત્તમ રહેવા છતાં તેના બંધનમાં લાંબા સમય સુધી રહેવું ગમતું નથી તેમ તે પુન્યપ્રકૃતિઓ હોવા છતાં તેઓનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ સંસારમાં દીર્ઘકાળ સુધી પરિભ્રમણ કરાવનાર લેવાથી તત્ત્વજ્ઞાનીને ગમતા નથી તેમ જ તે ઉત્કૃષ્ટ સ્થિતિબંધ સંક્ષિણ પરિણામથી થાય છે માટે તે અશુભ ગણાય છે, જ્યારે પુન્યપ્રકૃતિઓને ઉત્કૃષ્ટ રસ વિશુદ્ધિએ બંધાય છે. માટે તે શુભ ગણાય છે. પ્ર. પ૩. અશુભ પ્રવૃતિઓમાં એવી કઈ કઈ પ્રકૃતિઓ છે કે જેઓને જઘન્ય સ્થિતિ બંધ તથા જઘન્ય રસબંધ એક જ છવ એકી સાથે અવશ્ય કરે? પાંચ જ્ઞાનાવરણુ, ચાર દર્શનાવરણ અને પાંચ અંતરાય એ ચૌદ પ્રકૃતિને ક્ષપક સૂમસં૫રાયના ચરમસમયે અને પુરુષવેદ તથા ચાર સંજવલનને શપક છે :

Loading...

Page Navigation
1 ... 928 929 930 931 932 933 934 935 936 937 938 939 940 941 942 943 944 945 946 947 948 949 950