Book Title: Panch Sangraha
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana

View full book text
Previous | Next

Page 928
________________ ૪ પંચસંગ્રહ-પાંચમું દ્વાર પ્રશ્નોત્તરી - ચાર આયુષ્યને જઘન્ય સ્થિતિબંધ પણ સંશિ–પંચેન્દ્રિયે કરી શકે એથી કુલ એગણત્રીશ પ્રકૃતિઓને જઘન્ય સ્થિતિબંધ સંક્સિ-પચેન્દ્રિય કરી શકે છે. પ્ર. ૪૦. એવી કઈ પ્રકૃતિઓ છે કે જેનો જઘન્ય સ્થિતિબંધ પર્યાપ્ત અસત્તિ પચે ન્દ્રિય જ કરી શકે? ઉ. વયિષક. પ્ર. ૪૧. એકેન્દ્રિયે જ જેને જઘન્ય સ્થિતિબંધ કરી શકે એવી પ્રવૃતિઓ કઈ કઈ? નિદ્વાપંચક, અસાતા વેદનીય, મિથ્યાત્વ, આ બાર કષાય, હાસ્યષક, વેદ, નપુસકવેદ, (ક્રિયષક, જિનનામ, યશકીર્તિ અને આહારકલિક સિવાય શેષ) નામકર્મની સત્તાવન તથા નીચગોત્ર-આ પંચાશી પ્રકૃતિઓને જઘન્ય સ્થિતિબંધ એકેન્દ્રિયે જ કરી શકે છે. પ્ર. ૪૨. દેવ-નારક સિવાયના એકેન્દ્રિય આદિ સવ છે જેને જઘન્ય સ્થિતિબંધ કરી શકે તેવી પ્રકૃતિએ કઈ છે? ઉ. મનુષ્પાયુ તથા તિવચાયુ. પ્ર. ૪૩. કેઈપણ મૂળકર્મના ઉત્કૃષ્ટ તથા જઘન્ય સ્થિતિબંધને કાળ કેટલે? ઉ. કેઈપણ કમના ઉત્કૃષ્ટ સ્થિતિબંધને ઉત્કૃષ્ટ કાળ અંતમુહૂર્ત અને જઘ ન્યકાળ એક સમય છે. વળી આચુખ્ય વિના સાતકર્મના જઘન્ય સ્થિતિબંધને ઉત્કૃષ્ટ અને જઘન્ય એમ બન્ને પ્રકારે કાળ એક સમય જ છે. અને આયુષ્ય કર્મના જઘન્ય સ્થિતિબંધને ઉત્કૃષ્ટ તથા જઘન્ય કાળ અંતર્મુહૂર્ત છે. આયુષ્યના આ સ્થિતિબંધને કાળ ભોગ્યકાળની અપેક્ષાએ લખેલ છે. પ્ર. ૪૪, સર્વવિશુદ્ધ પર્યાપ્ત બાદર એકેન્દ્રિય કઈ કઈ પ્રકૃતિઓને જઘન્ય સ્થિતિબંધ કરે? શેષ પ્રકૃતિને કેમ ન કરે? સવિશુદ્ધ પર્યાપ્ત બાદર એકેન્દ્રિય પાંચ નિદ્રા, મિથ્યાત્વ, આવ બાર કષાય, ભય, જુગુપ્સા અને નામકર્મની ઘુવબંધી નવ એમ કુલ એગણત્રીશ ધ્રુવબધી તેમજ હાસ્ય, રતિ, મનુષ્યદ્ધિક, તિર્યચઢિક, પંચેન્દ્રિય જાતિ, ઔદારિદ્રિક, પ્રથમ સંઘયણ, પ્રથમ સંસ્થાન, શુભવિહાયોગતિ, પરાઘાત, ઉચ્છવાસ, ત્રસનવક અને નીચગવ્ય એમ કુલ ત્રેપન પ્રકૃતિઓને જઘન્ય સ્થિતિબંધ કરે, શેષ અસાતાદનીય આદિ બત્રીશ પ્રકૃતિઓ પરાવર્તમાન અશુભ હોવાથી અતિવિશુદ્ધ પરિણામે બંધાતી ન હોવાથી તેઓના જઘન્ય સ્થિતિમાં ન કરે.

Loading...

Page Navigation
1 ... 926 927 928 929 930 931 932 933 934 935 936 937 938 939 940 941 942 943 944 945 946 947 948 949 950