Book Title: Panch Sangraha
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પચસગ્રહ-પાંચમું દ્વાર પ્રશ્નોત્તરી
૮૯૭
નવમા ગુણસ્થાને પોતપોતાના બંધવિચ્છેદ સમયે એક જ જીવ એકી સાથે
જઘન્ય સ્થિતિબંધ તથા જઘન્ય રસબંધ અવશ્ય કરે. પ્ર. ૫૪, પુન્યપ્રકૃતિઓમાં એવી કઈ પ્રકૃતિઓ છે કે જેઓને જઘન્ય સ્થિતિબંધ કરે
ત્યારે જ ઉત્કૃષ્ટ રસબંધ થાય? ઉ. સાતવેદનીય, ઉચ્ચગોત્ર, યશકીર્તિ, જિનનામ તથા આહારદ્ધિક આ છે
પ્રકૃતિઓને જઘન્ય સ્થિતિ બંધ થાય ત્યારે જ ઉત્કૃષ્ટ રસબંધ થાય. પ્ર. ૫૫. ત્રણ આયુષ્ય સિવાય સર્વ મુખ્યપ્રકૃતિના જઘન્ય સ્થિતિબંધમાં તેઓનો
,ઉત્કૃષ્ટ રસબંધ થાય, એમ કહેવાય છે. તે ઉપરના પ્રશ્નના ઉત્તરમાં છ પ્રકતિઓને જ જઘન્ય સ્થિતિબંધ થાય ત્યારે ઉત્કૃષ્ટ રસબંધ થાય, એમ કેમ કહ્યું? ત્રણ આયુષ્ય સિવાય શેષ સર્વ પુન્યપ્રકૃતિઓના જઘન્યસ્થિતિબંધ વખતે ઉત્કૃષ્ટ રસબંધ થાય, એ સામાન્ય કથન છે. એટલે સંસિ-પંચેન્દ્રિય પર્યાપ્ત જઘન્યમાં જઘન્ય સ્થિતિબંધ કરે તે વખતે શેષ પુન્યપ્રકૃતિઓને ઉત્કૃષ્ટ રસબંધ પડે એમ સમજવાનું છે એથી સાતાદનીય આદિ છ પ્રકૃતિ સિવાય શેષ પુન્યપ્રકૃતિઓનો એકેન્દ્રિયો અને દેવત્રિક તથા વૈક્રિયદ્ધિકને પર્યાપ્ત અસંપિચેન્દ્રિય જઘન્ય સ્થિતિબધ કરે છે. ત્યારે તેઓને તેવા પ્રકારની વિશુદ્ધિ ન હોવાથી તેઓને ઉહદ રસબંધ એકેન્દ્રિયો કે પર્યાપ્ત અસંન્નિ પંચેન્દ્રિય કરતા નથી. પરંતુ કેટલીક પ્રકૃતિએને ક્ષપકણિમાં વર્તતા અને
કેટલીક પ્રવૃતિઓને અન્ય છ કરે છે. . ૫૬. કામણવર્ગણા લેકમાં સર્વત્ર વ્યાપીને રહેલ છે. જ્યારે વિવસિત કોઈ પણ
એક જીવ લેકના અમુક ભાગમાં જ રહે છે તે તે વિવક્ષિત છવ કઈ કામણવગણને કેટલા પ્રમાણમાં ગ્રહણ કરે ? જેમ અગ્નિની જ્વાળા તેનાથી દૂર રહેલ પદાર્થો દહનાથ હેવા છતાં તે પદાર્થોને અગ્નિરૂપે બનાવતી નથી, પરંતુ અગ્નિજવાળાની અંદર આવેલ પદાર્થોને જ અગ્નિરૂપે બનાવે છે. અર્થાત્ બાળે છે. તેમ વિવક્ષિત જીવ પણ તે જીવના આત્મપ્રદેશને સ્પશેલ કે નહિ સ્પર્શેલ વગણાઓને કમરૂપે બનાવતા નથી, પણ જીવપ્રદેશોની અંદર રહેલ કામણવર્ગણાને ચગના અનુસારે અલ્પ કે વધુ પ્રમાણમાં અનંત સંખ્યામાં ગ્રહણ કરી કમરૂપે
બનાવે છે. પ્ર. ૫૭. જ્યારે આયુષ્યકર્મ બંધાય છે ત્યારે અવશ્ય આઠેય મૂળકર્મ બંધાય છે,
એટલે આયુષ્યને અન્ય કોઈ પણ મૂળકમને ભાગ મળતો નથી. વળી જ્યારે આયુષ્ય બંધાય ત્યારે ચારમાંથી એક જ બંધાય છે, એથી આયુષ્યકમ
પ