Book Title: Panch Sangraha
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૮૬૮
પંચસંગ્રહ-પાંચમું દ્વાર સારસ ગ્રહ તે જ પ્રમાણે અહિં અનુભાગસત્તાના વિષયમાં પણ સમજવું. માત્ર એગણેશ પ્રકતિઓની જઘન્ય અનુભાગ સત્તાના વિષયમાં આ વિશેષતા છે.
મતિ, કૃત, અવધિ જ્ઞાનાવરણ, ચક્ષુ-અચક્ષુ-અવધિ દર્શનાવરણ, પાંચ અંતરાય, ચાર સંજવલન અને ત્રણ વેદ-એમ અઢાર પ્રકૃતિની સ્થાન આશ્રયી એક સ્થાનક અને ઘાતિપણને આશ્રયી દેશઘાતિ રસની જઘન્ય અનુભાગ સત્તા હોય છે. જ્યારે સંક્રમણુકરણમાં જઘન્ય અનુભાગ સંક્રમમાં આ અઢારમાંથી પુરુષવેદ અને ચાર સંજવલન સિવાય તેને અનુભાગ સંક્રમ દ્રિસ્થાનક અને સર્વઘાતી કહેલ છે.
મન ૫ર્યવજ્ઞાનાવરણની સ્થાન આશ્રયી દ્વિરથાનક અને ઘાતિપણાને આશ્રયી દેશઘાતી રસની જઘન્ય અનુભાગ સત્તા હોય છે. જ્યારે જઘન્ય અનુભાગ સંક્રમમાં દ્વિસ્થાનક અને સર્વઘાતી રસને સંક્રમ કહેલ છે.
વળી એકવીશ પ્રકૃતિમાં જઘન્ય અનુભાગ સત્તાના સ્વામિપણામાં આ વિશેષતા છે.
ક્ષીણમાહ ગુણસ્થાનકના ચરમસમયવર્તી છે કેવળજ્ઞાનાવરણ, કેવળદર્શનાવરણ અને પાંચ અંતરાયની, ઉત્કૃષ્ટ કૃતલબ્ધિસંપન્ન ચૌદ પૂર્વધર મહર્ષિએ મતિશ્રત-જ્ઞાનાવરણ તથા ચક્ષુ-અચક્ષુ દર્શનાવરણ એ ચારની, પરમાવધિવત અવધિકિાવરણની અને વિપુલમતિ માપવાની મનપર્યવજ્ઞાનાવરણની જઘન્ય અનુભાગ સત્તાના સ્વામી છે.
ક્ષીણમેહના ઢિચરમસમયવર્તી નિદ્રાદિકની અને પોતપોતાના ક્ષયના ચરમસમયવર્તી છ ત્રણ, સમ્યફત્વ મોહનીય તથા સંજવલન લેભની જઘન્ય અનુભાગ સત્તાના સ્વામી છે.
સાગત સ્થિતિના ભેદની જેમ સત્તાગત રસના પણ અનેક ભેદ છે. તે લેને સત્તાગત અનુભાવસ્થાને કહેવાય છે. તે ત્રણ પ્રકારે છે.
અસંખ્ય લોકાકાશના પ્રદેશ પ્રમાણ અધ્યવસાયસ્થાનોથી બંધસમયે બંધ દ્વારા કમમાં જે રસ ઉત્પન્ન થાય છે તે અત્યંતિક અનુભાવસ્થાના કહેવાય છે. તેના કારણભૂત અધ્યવસાયસ્થાને ભિન્ન ભિન્ન છે આશ્રયી અસંખ્ય લોકાકાશ પ્રદેશ પ્રમાણ હોવાથી બધોત્પત્તિક અનુભાગ સ્થાને પણ અસંખ્ય લોકાકાશના પ્રદેશ પ્રમાણ છે.
બંધાયેલ કર્મની બંધાવલિકા વીત્યા પછી ઉકલના તથા અપવર્તનારૂપ બે કરશાથી બંધાયેલ સત્તાગત રસને હણી એટલે કે તેમાં વૃદ્ધિ હાનિ કરી બંધ કરતાં નવીન પ્રકારના જે સત્તાગત અનુભાગ સ્થાને ઉત્પન્ન કરાય છે તે હત્પનિક સત્તાગત અનુભાગ સ્થાને કહેવાય છે. -
અંધાયેલ સત્તાગત એક-એક અનુભાગથ્થાનમાં પણ ભિન્ન ભિન્ન જીવે આશ્રયી