Book Title: Panch Sangraha
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana

View full book text
Previous | Next

Page 901
________________ પંચસંગ્રહ-પાંચમું દ્વાર સારસંગ્રહ ૮૬૭ ક્ષય થતું હોવાથી અન્તર્મુહૂર્તના સમય પ્રમાણ સત્તાસ્થાને નિરંતર પ્રાપ્ત થાય અને ત્યારબાદ પલ્યોપમના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ સ્થિતિને એક સાથે ક્ષય થતા હોવાથી પોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ સ્થિતિસ્થાનનું અતર પડે છે. ત્યારબાદ પુનઃ અન્તમુહૂર્તાકાતમાં બીજે સ્થિતિઘાત કરે, ત્યારે પણ ઉપર મુજબ શરૂઆતમાં અન્તર્મુહૂર્તાકાલ પ્રમાણ નિરંતર અને પછી પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણે અતરવાળું સ્થિતિસ્થાન પ્રાપ્ત થાય છે. આ પ્રમાણે ચરમસ્થિતિઘાત થાય ત્યાં સુધી સમજવું. પછી એક આવલિકા પ્રમાણ સ્થિતિ સત્તામાં રહે છે. તેના એક-એક સ્થિતિસ્થાનને ઉદયવતી પ્રવૃતિઓમાં અનુભવવા દ્વારા અને અનુદયવતી પ્રવૃતિઓમાં સ્તિબુકસંક્રમ દ્વારા પ્રતિસમયે ક્ષય થતો હોવાથી ઉદયવતી પ્રકૃતિનાં આલિકાના સમય પ્રમાણ અને અનુદયવતી પ્રકૃતિનાં સ્વરૂપસત્તાની અપેક્ષાએ એક સમય મૂન આવલિકાના સમય પ્રમાણ સતાગત સ્થિતિસ્થાને નિરંતરપણે પ્રાપ્ત થાય છે. જો કે ચરમરિથતિઘાત પછી અગિ ગુણસ્થાને સત્તાવાળી પ્રકૃતિઓમાંથી ઉદયવતી પ્રકૃતિનાં અયોગિ-ગુણસ્થાનકના કાળ પ્રમાણ અને અનુદયવતીનાં એક સમય જૂન અગિ ગુણસ્થાનકના કાળ પ્રમાણ અન્તમુહૂર્તના સમય જેટલાં સત્તાગત સ્થિતિસ્થાને નિરંતરપણે પ્રાપ્ત થઈ શકે, પરંતુ તે ટીકામાં જણાવેલ નથી. તેનું કારણ અહિં છસ્થ જીની વિવક્ષા કરી હોય તેમ લાગે છે. અસત્કલ્પનાએ ઉત્કૃષ્ટ રિતિસત્તા–એક લાખને પાંચ સમય પ્રમાણુ, એકેન્દ્રિય પ્રાગ્ય જઘન્ય સ્થિતિસત્તા એક હજાર ને પાંચ સમય પ્રમાણ, પલ્યોપમના અસંખ્યાતમા ભાગમાં સ્થિતિસત્તા સ્થાને નેવું, એક સ્થિતિઘાતને અન્તમુહૂર્ત પ્રમાણે કાળ-દશ સમય પ્રમાણ અને ઉદયાવલિકા-પાચ સમય પ્રમાણ કલ્પીએ. તે એક લાખ પાંચ સમયની ઉત્કૃષ્ટ સ્થિતિસત્તાથી એકેન્દ્રિય પ્રાગ્ય જઘન્ય સ્થિતિસત્તા સુધીનાં નવાણું હજાર સત્તાસ્થાને નિરંતરપણે પ્રાપ્ત થાય. ત્યારબાદ એક હજા૨ને પાચથી નવસે છ નુ સુધીનાં દશ સત્તાસ્થાને નિરંતર, પછી નવસે પંચાણુથી નવસે છ સુધીના તેવુ સત્તાસ્થાને પ્રાપ્ત થતાં નથી. વળી, નવસે પાંચથી આઠ છન્ન સુધીનાં નિરંતર પ્રાપ્ત થાય છે. એમ પાંચ સમયની સ્થિતિસત્તા સુધી દરેક સ્થિતિઘાતમાં અન્તર્મુહૂર્ત કાલ પ્રમાણ દશ-દશ સ્થાને નિરંતર અને પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ નેવુનેવુ સ્થાનેના અંતરપૂર્વક સ્થિતિસ્થાને પ્રાપ્ત થાય છે અને પાંચ સમય પ્રમાણ છેલ્લી ઉદયાવલિકામાં ઉદયવતી પ્રવૃતિઓમાં પાંચ અને અતૃદયવતી પ્રવૃતિઓમાં ચરમસમય વિનાનાં ચાર સત્તાસ્થાને નિરતર પ્રાપ્ત થાય છે. અનુભાગ સત્તા સક્રમણ કરણમાં-એક સ્થાનક આદિ સ્થાન આશ્રયી, ઘાતિપણાને આશ્રયી, સાવાદિ અને ઉત્કૃષ્ટ તથાં જઘન્ય અનુભાગ સક્રમના સ્વામી જે પ્રમાણે કહેલ છે.

Loading...

Page Navigation
1 ... 899 900 901 902 903 904 905 906 907 908 909 910 911 912 913 914 915 916 917 918 919 920 921 922 923 924 925 926 927 928 929 930 931 932 933 934 935 936 937 938 939 940 941 942 943 944 945 946 947 948 949 950