Book Title: Panch Sangraha
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પંચસગ્રહ-પાંચમું દ્વાર સારસ ગ્રહ
૮૪૯
(૯-૧૦-૧૧) ક્ષીણમેહ, અને સાગિ ગુણસ્થાને જે ગુણશ્રેણિ થાય છે તે અનુક્રમે નવમી ક્ષીણમાહ સંબંધી, અને દશમી સાગિ સંબંધી ગુણશ્રેણિ છે. અને અગિ ગુણસ્થાને ભેગવવા માટે ગિ ગુણસ્થાનકના અંતે જે ગુણશ્રેણિ થાય છે તે અગિયારમી અગિ સંબંધી ગુણશ્રેણિ છે.
આ અગિયારે ગુણશ્રેણિઓને દરેકને અલગ અલગ અંતમુહૂતકાળ હોવા છતાં પૂર્વ-પૂર્વની ગુણણિ કરતાં પછી–પછીની ગુણશ્રેણિઓને કાળ અનુક્રમે સંખ્યાતગુણ હીન-હીન એટલે સંખ્યાતમા ભાગ જેટલો જ છે અને દલિકની અપેક્ષાએ અનુક્રમે અસંખ્યગુણ અધિક-અધિક હોય છે. માટે ઉત્તરોત્તર ગુણશ્રેણિઓ દલિકની અપેક્ષાએ દીર્ઘ-દીઈ અને કાળની અપેક્ષાએ હવ-ટુકી હોય છે.
અહિં અગિયારે ગુણશ્રેણિઓને અનુક્રમે સંખ્યાતગુણહીન-હીન જે કાળ કહ્યો છે તે તે-તે ગુણશ્રેણિની સમાપ્તિની દષ્ટિએ નથી, પરંતુ ઉપરથી ઉતારેલ દલિકને અંતમુહૂર્તના સમય પ્રમાણ જે સ્થિતિસ્થાનમાં ગોઠવે છે તે સ્થિતિસ્થાને પછી–પછીની ગુણશ્રેણિમાં સંધ્યાતગુણહીન સમય પ્રમાણુ સમજવાનાં છે. પણ ગુણશ્રેણિઓ તેટલા કેળ સુધી જ કરે છે. એમ સમજવાનું નથી કારણ કે- દેશવિરતિ, સર્વવિરતિની , ગુણશ્રેણિઓ અને સગા સંબંધી ગુણશ્રેણિ જઘન્યથી અંતમુહૂર્ત અને ઉત્કૃષ્ટથી દાન પૂર્વકાટિ કાળ સુધી પણ થાય છે.
અન્ય આઠ ગુણશ્રેણિએ રચવાને કાળ અંતમુહૂત્ત પ્રમાણ છે પણ તે સંખ્યાત ગુણ હીન-હીન છે એમ ન સમજવું. કારણ કે- ઉપશાંત મેહ અને ક્ષીણમાહ સંબંધી ગુણણિની રચનાને કાળ તે તે ગુણસ્થાનકના કાળ પ્રમાણ અંતમુહૂર્તને છે. મોહેપશમક અને મોહક્ષપક આ બે ગુણશ્રેણિઓને કાળ નવમા અને દશમા ગુણસ્થાનકને મળીને જેટલો કાળ થાય તેટલો છે. તેમજ અગિસંબંધી ગુણશ્રેણિને કાળ આયેજિકાકરણના પ્રથમ સમયથી સગિના ચરમસમય સુધીના અંતર્મુહૂર્ત પ્રમાણ છે.
સમ્યકત્વ, દેશવિરતિ અને સર્વવિરતિ સંબધી જે પ્રથમની ત્રણ ગુણણીઓ કરી મિથ્યા જઈ અપ્રશસ્ત મૃત્યુ પામે તે છવ નરકાદિ ચારે ગતિઓમાં આ પ્રથમની ત્રણ ગુણશ્રેણિ પ્રાપ્ત કરે છે.
અનંતાનુબંધી વિસાજનાની ગુણણિ પણ ચારે ગતિમાં થાય છે, તેમજ ક્ષાયિક સમ્યક્ત્વ પ્રાપ્ત કરતો આત્મા પણ કાલ કરી ચારે ગતિમાં જઈ ક્ષાયિક સમ્યકત્વની સમાપ્તિ કરે છે, તેથી આ બે ગુણશ્રેણિઓ પણ ચોથા ગુણઠાણે રહેલ આત્માને નરકાદિ ચાર ગતિઓમાં સંભવી શકે છે. પરંતુ મિથ્યાત્વ ગુણસ્થાનક લઈને નરકાદિ ગતિમાં જાય તે પ્રથમની ત્રણ જ ગુણશ્રેણિ સંભ-એવી વિવક્ષા અહીં કરી હોય તેમ લાગે છે. વળી ઉપશમક માહ સંબંધી અને ઉપશાન્ત માહ સંબંધી (આ) એ ૧૦૯