Book Title: Panch Sangraha
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પંચસંગ્રહ-પાંચમું દ્વાર સારસંગ્રહ
૮૪૭
સાદિ-અધવ એમ બે-બે પ્રકારે છે. તેથી એકેક પ્રકૃતિના આઠ-આઠ એમ પ્રદેશોદય આશ્રયી એક અઠ્ઠાવન પ્રકૃતિઓના કુલ ચૌદસ નવ ભાંગા થાય છે.
ક્ષપિતકમશ અનાદિ મિથ્યાષ્ટિ ત્રણ કરણ પૂર્વક અંતરકરણની ક્રિયા કરી ઉપશમ સમ્યક્ત્વ પ્રાપ્ત કરે, ત્યારબાદ અંતરકરણમાં રહેલ તે જ આત્માને મિથ્યાત્વે જતાં પહેલાં અંતરકરણની ચરમાવલિકામાં ગેપુરસ્કાકારે દલિક રચના થતી હોવાથી તે આવલિકાના ચરમસમયે મિથ્યાત્વને જઘન્ય પ્રદેશોદય થાય છે. તે એક જ સમય થતું હોવાથી સાદિ–અધ્રુવ છે. તે સિવાયને સઘળો પ્રદેશદય અજઘન્ય છે. તે જઘન્ય પ્રદેશદયના બીજા સમયે અથવા સોપશમ સમ્યકત્વથી પડતાં નવીન થાય છે માટે સાદિ, ઉદય-વિચ્છેદને નહિ પામેલાને અનાદિ, અભયને ધ્રુવ અને ભયને અધવ એમ -ચાર પ્રકારે છે. | ગુણિતકમાંશ આત્મા પ્રથમ દેશવિરતિ પ્રાપ્ત કરી તે નિમિત્તે ગુણશ્રેણિ કરે અને તે ગુણશ્રેણિમાં વર્તવા છતાં સર્વવિરતિ પ્રાપ્ત કરી સર્વવિરતિની ગુણશ્રેણી પણ એવી રીતે કરે કે- તે બન્ને ગુણશ્રેણિઓને મસ્તક રૂપ અત્યભાગ એક સાથે જ પ્રાપ્ત થાય. અને તે જ સમયે મિથ્યાત્વ પામે છે તે વખતે ઉપરોક્ત અને ગુણણિના મસ્તકે વર્તતા આત્માને મિથ્યાત્વને એક સમય ઉત્કૃષ્ટ પ્રદેશદય થાય છે. તે એક જ સમય થતો હોવાથી સાદિ-અધ્રુવ છે. તે સિવાયને સઘળો અનુત્કૃષ્ટ પ્રદેશોય છે. ઉત્કૃષ્ટ પ્રદેશેાદયથી અથવા સમ્યફવથી પડતાને તેને આરંભ થાય છે માટે સાદિ, ઉદયવિચ્છેદને નહિ પામેલાને અનાદિ, અ ને પ્રવ અને ભવ્યને અધુવ-એમ તે ચાર પ્રકારે છે. - શેષ સુડતાલીશ ઇદયી પ્રકૃતિએને જઘન્ય પ્રદેશદય બે પ્રકારે અને અજઘન્ય પ્રદેશદય ચાર પ્રકારે છે. તે મૂળ છ કર્મને એકેન્દ્રિયે આશ્રયી જે પ્રમાણે બતાવેલ છે તે જ પ્રમાણે છે, પરંતુ અવધિજ્ઞાનાવરણ તથા અવધિદર્શનાવરણને દેવભવમાં જ ઉત્કૃષ્ટ રિતિબધ કરી તેની બંધાવલિકાના ચરમસમયે જઘન્ય પ્રદેશદય હોય છે. કારણ કે-અવધિજ્ઞાનને ઉત્પન્ન કરતાં ઘણું પુદ્ગલેને ક્ષય થઈ જાય છે. તેથી પછી ઉદયમાં અલ્પ આવે અને નવીન બંધાયેલ દલિકે ઉદીરણા દ્વારા ઉદયમાં ન આવે માટે બંધાવલિકાને ચરમસમય કહેલ છે.
ગુણિતકર્મા શ જીવને ક્ષીણમાના ચરમસમયે પાંચ જ્ઞાનાવરણ, પાંચ અંતરાય અને ચાર દર્શનાવરણ એ ચૌદનો અને સગિના ચરમસમયે નામકર્મની શેષ તેત્રીશ પ્રકતિએનો ઉત્કર્ષ પ્રદેશદય થાય છે. તે એક જ સમય થતું હોવાથી સાદિ-અધવ છે. તે સિવાયને સઘળો પ્રદેશદય અત્કૃષ્ટ છે. આ સર્વ પ્રકૃતિઓને ઉદય-વિચ્છેદ થયા પછી પુનઃ ઉદય થતું ન હોવાથી અહૃષ્ટ પ્રદેશદયની સાદિ થતી નથી. તેથી ઉત્કૃષ્ટ પ્રદેશદય અથવા ઉદયવિચ્છેદસ્થાનને નહિ પામેલાઓને અનાદિ, અભને ઇવ અને -ભાને અધ્રુવ એમ તે ત્રણ પ્રકારે છે.