Book Title: Panch Sangraha
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૮૫૬
પંચસંગ્રહ-પાંચમું દ્વાર સારસંગ્રહ
બંધિનાં ઘણું જ દલિકા અન્ય પ્રકૃતિઓમાં સંક્રમવાથી સત્તામાં અત્યંત થોડાં રહે. છે. માટે ચાર વાર મોહને ઉપશમ અને “એક બત્રીશ સાગરેપમ સુધી સમ્યફૂવનું પાલન કરવાનું કહેલ છે.
- પહેલા ગુણસ્થાને બંધાવલિકા વીત્યા પછી તે નવીન બંધાયેલ તથા સંક્રમથી પ્રાપ્ત થયેલ અનંતાનુબંધિનાં દલિની બંધાવલિકા તથા સંક્રમાવલિકા વ્યતીત થયેલ હાવાથી ઉદીરણ દ્વારા ઘણાં દલિકે ઉદયમાં આવે તેથી બંધાવલિકા વીત્યા બાદ જઘન્ય પ્રદેશદય ન થાય.
પૂર્વે બંધાયેલ બંધ નિષેકસ્થાનમાં અને અપવત્તાકૃત નિષેકસ્થામાં પ્રથમ સમય કરતાં પછી-પછીના સમયમાં દલિકે હીન-હીન હોય છે. માટે બંધાવલિકાના પ્રથમાદિ સમયે ન કહેતાં બંધાવલિકાના ચરમસમયે જઘન્ય પ્રદેશદય કહેલ છે.
સ્વભૂમિકાનુસાર જઘન્ય ચોગસ્થાને વત્તતા, ઓછામાં ઓછા જેટલા કાળમાં આયુષ્યનો બંધ થઈ શકે તેટલા ઓછા કાળમાં યથાયોગ્ય ચારે આયુષ્યનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કરી, છેલલા સ્થિતિસ્થાનમાં અત્યંત અલ્પ દલિકને નિક્ષેપ કરી, આયુષ્ય પૂર્ણ કરી તે તે ભવમાં ઉત્પન્ન થયેલા, દીર્ઘકાલ પર્યંત તીવ્ર અસાતાદનીયતા ઉદયવાળા જીવને પોતપોતાના-ભવના અન્ય સમયે યથાશ્ય ચારે આયુષ્યને જઘન્ય પ્રદેશદય હોય છે.
અલ્પલિકે ગ્રહણ થાય તેમજ ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધે ત્યારે દરેક સ્થિતિસ્થાનમાં ડાં થોડાં દલિકને નિક્ષેપ થાય માટે “જઘન્ય ચોગ અને અલ્પકાલ વડે ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કરવાનું કહ્યું છે.
ચરમસ્થિતિસ્થાનમાં દલિક રચના અત્યંત અલ્પ જ થાય છે. વળી દીર્ઘકાલ પતિ તીવ્ર અસાતાદનીયના ઉદયથી આયુષ્ય કમનાં ઘણાં દલિકને ક્ષય થઈ જાય છે તેથી પિતપોતાના ભવના ચરમ સમયે ઘણાં જ થોડાં દલિકા ઉદયમાં આવે છે. માટે “દીર્ધકાળ પર્યત તીવ્ર અસાતાદનીયના ઉદયવાળા જીવને પિતા પોતાના ભવના ચરમસમયે જઘન્ય પ્રદેશદય થાય” એમ કહ્યું.
ક્ષપિતકમાંશ કઈક સી દેશના પૂર્વઢ વર્ષ સુધી સંયમનું પાલન કરે અને તેટલા કાળ સુધી પુરુષદને જ બંધ હોવાથી ઉદય-ઉદીરણા તથા સંક્રમ દ્વારા સત્તામાં રહેલ સીવેદનાં ઘણાં ઇલિકે ઓછાં કરે. ત્યારબાદ જે સમ્યફ વ સહિત કાળ કરે તે દેવી પણે ઉત્પન્ન ન થાય માટે અન્તર્મુહૂર્ત આયુષ્ય શેષ રહે ત્યારે મિથ્યાત્વ પામી કાળ કરી દેવીપણે ઉત્પન્ન થાય ત્યાં શીવ્ર પર્યાપ્તિઓ પૂર્ણ કરી સીવેદને ઉદૃષ્ટ સ્થિતિબંધ તથા ઉત્કૃષ્ટ ઉદના કરી ઉત્કૃષ્ટ સ્થિતિબંધની બંધાવલિકાના ચરમસમયે આવેદને જઘન્ય પ્રદેશોદય કરે.