Book Title: Panch Sangraha
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૮૫૨
પંચસંગ્રહ–પાંચમું દ્વાર સારસંગ્રહ
* યુગલિકને પર્યાપ્તાવસ્થામાં આયુની અપવર્ણના થતી નથી માટે અપર્યાપ્તાવસ્થામાં જઘન્ય અંતમુહૂર્ત સિવાયના આયુની અપવર્તન કરવાનું કહ્યું છે. વળી અાવના થયા બાદ ત્રણ પાપમ પ્રમાણુ સ્થિતિસ્થામાં ગોઠવાયેલા સર્વ દલિકે અન્તહુના સમય પ્રમાણુ સ્થિતિસ્થામાં ગોઠવાઈ જાય છે. અને તેમાં પણ પ્રથમ સ્થિતિસ્થાનમાં સર્વથી વધારે દલિક હોય છે માટે અપવાના થયા પછીના તરતના સમયે ઉત્કૃષ્ટ પ્રદેશદય થાય, એમ કહ્યું છે.
અવિરત લપશમ સમ્યગ્દષ્ટિ પ્રથમ ક્ષાયિક સમ્યકૃત્વ પ્રાપ્ત કરતાં દશમેહક્ષપક સંબંધી ગુણશ્રેણિ કરે, ત્યારબાદ વિશુદ્ધ પરિણામે દેશવિરતિ પ્રાપ્ત કરી દેશવિરતિ સંબંધી અને ત્યારબાદ સર્વવિરતિ પ્રાપ્ત કરી સર્વવિરતિ સંબંધી પણ ગુણશ્રેણિ કરે, આ ત્રણે ગુણશ્રેણિઓ એવી રીતે કરે કે- ત્રણેને શિર ભાગ એક જ સમયે પ્રાપ્ત થાય અને તે પહેલાં ચોથે ગુણસ્થાને જાય તે આત્માને ત્રણે ગુણશ્રેણિઓના શિરભાગે વર્તતાં દૌર્ભાગ્ય, અનાદેય, અયશ અને નીચત્ર આ ચારમાંથી જેને ઉદય હોય તેને ઉત્કૃષ્ટ પ્રદેશદય થાય છે.
વળી અવિરતિ પામી શીશ, કાલ કરી નરકમાં ગયેલ આત્માને પૂર્વોક્ત ચાર તથા નરઢિક એમ છ અને સુગલિક તિથચમાં ગયેલાને યથાસંભવ પૂર્વોક્ત ચાર તથા તિયચકિક એમ છે અને યુગલિક મનુષ્યમાં ગયેલાને મનુષ્યાનુપૂર્વી સહિત યથાસંભવ ઉદયપ્રાપ્ત પૂર્વોક્ત ચાર-એમ પાંચને ત્રણે ગુણશ્રેણિના શિરભાગે વર્તતાં ઉત્કૃષ્ટ પ્રદેશદય થાય છે.
ઉપરોક્ત ત્રણ ગુણશ્રેણિઓને કાલ અનુક્રમે સંખ્યાતગુણ હીન હીન હોવાથી ત્રણેને શિરભાગ એક સમયે એકીસાથે પ્રાપ્ત થઈ શકે છે.
પૂર્વે ગુણશ્રેણિઓના વર્ણનમાં સર્વવિરતિની ગુણણિ કરતાં દર્શનમાહ ક્ષપક સંબધી ગુણણિને કાળ સંખ્યાતગુણહીન કહેલ છે તે સાતમા ગુણસ્થાને કરનારની અપેક્ષાએ છે પરંતુ અહિં ચોથા ગુણસ્થાને કરે છે તેથી ચોથા ગુણસ્થાને તેવી વિશુદ્ધિ ન હોવાથી દેશવિરતિની ગુણિથી પણ સંખ્યાતગુણ મોટા અંતમુહૂર્ત પ્રમાણ કાલના સમયમાં દર્શનમોહ ક્ષપક સંબંધી ગુણશ્રેણિના દલિકની રચના થાય છે, એમ લાગે છે.
સંખ્યાત વર્ષ પ્રમાણ મનુષ્ય-તિર્યંચનું આયુષ્ય બાંધ્યા પછી ભાયિક સમ્યફત્વ પ્રાપ્ત થઈ શકતું ન હોવાથી “કાળ કરી યુગલિક મનુષ્ય-તિયચમાં ગયેલ” એમ કહ્યું છે.
કોઈ આત્મા પ્રથમ દેશવિરતિ પામી દેશવિરતિ સંબંધી, ત્યારબાદ વિશુદ્ધિના વશથી સર્વવિરતિ પામી સર્વવિરતિ સંબંધી, વળી ત્યારબાદ અનતાનુબંધિને ક્ષય કરવા તત્પર થયેલ તે અનંતાનુબંધિની વિસાજના સંબંધી એમ ત્રણે ગુણશ્રેણિ તે એવી રીતે કરે કે- ત્રણેને શિરભાગ એકજ સ્થાને એક જ સમયે પ્રાપ્ત થાય,