Book Title: Panch Sangraha
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૮૪૪
પંચસંગ્રહ-પાંચમું દ્વાર સારસગ્રહ
નરકગતિ આદિ વીશ અનુદયબત્કૃષ્ટા અને જિનનામ વિના મનુષ્યાનુપૂર્વી આદિ સત્તર અનુદયસંક્રમત્કૃષ્ટા પ્રકૃતિએની અંતમુહૂત ન્યૂન પિતાપિતાની ઉણ. સ્થિતિસત્તા જેટલી ઉત્કૃષ્ટ સ્થિતિ ઉદીરણા થાય છે અને જિનનામની ઉત્કૃષ્ટ સ્થિતિ ઉદીરણ પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ છે. અને ઉત્કૃષ્ટ સ્થિતિ ઉદય આ દરેક પ્રવૃતિઓને તેથી એક સમય અધિક હોય છે. - ઉદયબત્કૃષ્ટાદિ ચારે પ્રકારની પ્રકૃતિનું સ્વરૂપ આ જ ગ્રંથમાં ત્રીજાકારની ગાથા ૬૧ થી ૬૪ સુધીની ચાર ગાથામાં જણાવેલ છે.
પૂર્વે જે એકતાલીશ પ્રકૃતિમાં ઉદય અને ઉદીરણામાં તફાવત દર્શાવેલ છે, તેમાંથી નિદ્વાપંચક હીન શેષ છત્રીશ પ્રકૃતિઓનો ઉદીરણ અટકયા બાદ પણ કેટલાક કાળ કેવળ ઉદય હાય છે-તેથી પોતપોતાની ચરમદિયાવલિકાના અન્ય સમયે એક સ્થિતિ પ્રમાણ જઘન્ય સ્થિતિ ઉદય હોય છે. - શેષ એકસો બાવીશ પ્રકૃતિઓની ઉદીરણાકરણમાં જેટલી જઘન્ય સ્થિતિ ઉદીરણા કહી છે તેનાથી તે જ સમયે ગવાતા સમય રૂપ એક સ્થિતિસ્થાન જઘન્યસ્થિતિ ઉદયમાં અધિક હોય છે.
જે કે નિદ્રાપંચકને શરીરપર્યાપ્તિની સમાપ્તિ પછીના સમયથી ઈન્દ્રિયપર્યાપ્તિ પૂર્ણ ન થાય ત્યાં સુધી ઉદીરણ વિના કેવળ ઉદય કહ્યો છે પરંતુ તે વખતે અપવર્તના ચાલુ હોવાથી અપવત્તનાદ્વારા ઉદયાવલિકાની ઉપરનાં સત્તાગત સઘળાં સ્થિતિસ્થાનેમાંથી દલિકને ઉદયાવલિકામાં નાખી ઉદયગત સ્થિતિસ્થાન સાથે ભગવે છે. માટે તે વખતે પણ એક સ્થિતિસ્થાન પ્રમાણ જઘન્ય સ્થિતિ ઉદય હેતું નથી. તેથી ઉદીરણા કરણમાં બતાવેલ છે તેનાથી એક સમય અધિક જઘન્ય સ્થિતિ ઉદય ઘટે છે.
અનુભાગેાદય અનુભાગ, તેના હેતુઓ, સ્થાન, શુભાશુભ, સાવાદિ અને સ્વામિત્વ વગેરે જે પ્રમાણે ઉદીરણાકરણમાં કહેલ છે તે પ્રમાણે અહિં પણ સમજવા, માત્ર જઘન્ય અનુભાગ ઉદયના સ્વામિમાં આ પ્રમાણે વિશેષતા છે.
પાંચ જ્ઞાનાવરણ, ચાર દર્શનાવરણ અને પાંચ અંતરાય એ ચૌદને ક્ષીણમેહના ચરમસમયે, સંવલનલાભને સૂકમસંપાયના ચરમસમયે, ત્રણે વેદને પિતાપિતાની પ્રથમ સ્થિતિના ચરમસમયે ક્ષેપકને અને સમ્યકત્વ મોહનીય ક્ષાયિક સમ્યકત્વ પ્રાપ્તકરતા સોપશમ સમ્યકત્વને ચરમસમયે જઘન્ય અનુભાગદય હોય છે.
પ્રદેશેાદય અહિં સાદ્યાદિ અને સ્વામિત્વ એ બે દ્વારા છે.