Book Title: Panch Sangraha
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પંચસંગ્રહ-પાંચમું વાર સારસંગ્રહ
૮૪૩.
શોદય તે શરૂ થઈ જ જાય છે, પરંતુ અહિં વિપાકોદયને જ ઉદય કહેવામાં આવે છે તે વિપાકેદય જ્યારે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને ભવરૂપ હેતુઓને પ્રાપ્ત કરી પ્રવર્તે છે ત્યારે તે સ્વાભાવિકેદય અથવા શુદ્ધોદય કે સંપ્રાપ્તદય પણ કહેવાય છે.
તે સ્વાભાવિકોદય પ્રવતે છતે વીર્ય વિશેષરૂપ ઉદીરણા કરણ વડે ઉદયાવલિકાથી બહારના સ્થિતિસ્થાનમાં રહેલા દલિકાને ખેંચીને ઉદયાવલિકામાં ગોઠવાયેલ ઇલિકના નિષેકસ્થાનેમાં નાંખીને ઉદયાવલિકાની અંદરના સ્થિતિસ્થાનમાં રહેલ દલિકોની સાથે રદયથી ભોગવવાં તે ઉદીરણાકૃત ઉદય અથવા અસંપ્રાપ્તદય પણ કહેવાય છે.
ત્યાં સાદ્યાદિ પ્રરૂપણ અને સ્વામિત્વ પ્રરૂપણ.જેમ સ્થિતિઉદીરણામાં કહી છે તેમ અહિં પણ સમજવી, માત્ર ઉત્કૃષ્ટ સ્થિતિઉદીરણા કરતાં ઉત્કૃષ્ટ સ્થિતિઉદય એક સમયપ્રમાણે એક સ્થિતિ જેટલે અધિક હોય છે. તે આ પ્રમાણે–
જે સમયે જે કર્મ બંધાય છે તે વિવક્ષિત સમયે બંધાયેલ કર્મલતાના અબાધાકાળમાં પણ તે પૂર્વે બંધાયેલ અને જેને અબાધાકાળ પૂર્ણ થઈ ગયો છે તેવી તે જ પ્રકૃતિની કર્મલતાના દલિકે ગોઠવાયેલાં જ હોય છે. તેથી મતિજ્ઞાનાવરણીયાદિ છયાશી ઉદયમાં ધણા પ્રકૃતિની ઉત્કૃષ્ટ સ્થિતિ ઉદીરણ બે આવલિકા ન્યૂન ઉત્કૃષ્ટ સ્થિતિ જેટલી થાય છે.
જે સમયે કર્મ બંધાય છે તે સમયથી આરંભી એક આવલિકા સુધી તેમાં કોઈપણ કરણ લાગતું નથી. અને તેને બંધાવલિકા કહેવામાં આવે છે. તે બધાવલિકા વીત્યા પછી ઉદયાવલિકા ઉપરના સ્થિતિસ્થાનથી આર ભી યાવત્ ચરમ સ્થિતિસ્થાના સુધીમાં રહેલ લિકેની ઉદીરણા કરે છે.
ઉદયાવલિકા એટલે ઉદયસમયથી આરંભી એક આલિકાના સમય પ્રમાણ કાળમાં જોગવવા માટે શરૂઆતનાં સ્થિતિસ્થાનમાં ગોઠવાયેલ જે દલિક રચના
તે ઉદયાવલિકામાં પણ કોઈ કરણ લાગતું ન હોવાથી ઉદયાવલિકામાંના કેઈપણ સ્થિતિસ્થાનને ભોગવટે કરતાં તે ઉદયાલિકાની ઉપરના સર્વ સ્થિતિસ્થાનમાં રહેલ દલિકની ઉદીરણા થાય છે. માટે એ આવલિકા ન્યૂન ઉત્કૃષ્ટ સ્થિતિ પ્રમાણ ઉદીરણ થાય છે. માત્ર ઉદયાવલિકાગત જે પ્રથમ ઉદય સમયે સ્થિતિસ્થાનનો ભોગવટો કરે છે તેને ઉદય જ હોય છે, પરંતુ ઉદીરણ હોતી નથી, તેથી ઉર સ્થિતિ ઉદીરણા કરતાં ઉત્કૃષ્ટ સ્થિતિ ઉદય એક સમય અધિક હોય છે.
એ જ પ્રમાણે મનુષ્યગતિ વગેરે ઓગણત્રીશ ઉદયક્રમણિી પ્રકૃતિઓની ત્રણ આવલિકા ચૂન અને ઉદયસંક્રમભ્રષ્ટા હોવા છતાં સમ્યકત્વ મેહનીયની અંતર્મુહૂર્ત ન્યૂન પિતપોતાના મૂળકર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ પ્રમાણ ઉત્કૃષ્ટ સ્થિતિ ઉદીરણ હોય છે. ઉત્કૃષ્ટ સ્થિતિ ઉદયમાં તેથી એક સમય અધિક હોય છે.