Book Title: Panch Sangraha
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પંચસ-પાંચમું દ્વાર
૭૦૯
ખ્યાતગુણ અધિક દળરચનાવાળી હોય છે. કારણ કે સમ્યગદષ્ટિની અપેક્ષાએ દેશવિરતિ આત્મા અત્યંત વધારે વિશુદ્ધ પરિણામવાળે છે. તેનાથી પણ સર્વવિરતિ ગુણશ્રેણિ અસંખ્યાતગુણ અધિક દળરચનાવાળી છે કારણ કે દેશવિરતિ આત્મા અતિવિશુદ્ધ પરિણામવાળે છે. તેનાથી પણ સંયતને અનંતાનુબંધિની વિસાજના કરતા થતી ગુણશ્રેણિ અસંખ્યાતગુણ અધિક દળરચનાવાળી છે. કારણ કે પૂર્વથી અત્યંત વિશુદ્ધિવાળો આત્મા છે.
આ પ્રમાણે ઉત્તરોત્તર વધતી વધતી વિશુદ્ધિ હોવાથી આગળ આગળની ગુણશ્રેણિમાં અસંખ્યાત અસંખ્યાતગુણ અધિક દળરચના થાય છે, પરંતુ સમાન કે જૂન થતી નથી અને તેથી જ ઉત્તરોત્તર ગુણશ્રેણિમાં વર્તમાન અસંખ્યાત અસંખ્યાતગુણ અધિક કર્મની નિર્જરા કરનારા હોય છે. ૧૦૮
હવે કઈ ગુણશ્રેણિઓ કઈ ગતિમાં હોઈ શકે છે તેના નિરૂપણ માટે આ ગાથા
झत्ति गुणाओ पडिए मिच्छत्तगयंमि आइमा तिन्नि । लंभंति न सेसाओ जं झोणासुं असुंभमरणं ॥१०९।। झटिति गुणात् पतिते मिथ्यात्वं गते आधास्तिस्रः । लभ्यन्ते न शेषा यत् क्षीणास्वशुभमरणम् ॥१०९॥
અર્થ– આત્મા શીવ્ર ગુણથી પડી મિથ્યા જાય અને તરતમાં જ મરણ પામે તે આદિની ત્રણ ગુણ શ્રેણિઓ નારકાદિ ભામાં સંભવે છે. શેષ સંભવતી નથી. કારણ કે તેને ક્ષય થયે છતે જ અશુભ મરણ થાય છે.
ટીકાતુ –કોઈ આત્મા સમ્યફવાદિ નિમિત્તે થતી ગુણશ્રેણિ કર્યા પછી તરતમાં જ સમ્યકત્વાદિ ગુણથી પડી મિથ્યાત્વે જાય અને ત્યાંથી પણ તરત જ અપ્રશસ્ત મરણ વડે મરણ પામી નારકાદિ ભવમાં જાય ત્યાં અલ્પ કાળ પર્યત ઉદયને આશ્રયી શરૂઆતની "સમ્યકત્વ દેશવિરતિ અને સર્વવિરતિ નિમિત્તે થયેલી ત્રણ ગુણણિઓ સંભવે છે. એટલે કે એ ત્રણ ગુણનિમિત્તે થયેલી દળરચનાને નારકાદિ ભવેમાં સંભવ છે અને એ દળરચનાને સંભવ હોવાથી તેને ઉદય પણ સંભવે છે, બાકીની ગુણણિઓ સંભવતી નથી. કારણ કે નારકાદિ ભવ અપ્રશસ્ત મરણ વડે મરણ પ્રાપ્ત કરતા થાય છે.
૧ સમ્મફત નિમિત્તે થયેલી દળરચના કેટલીક બાકી હોય અને દેશવિરતિ પ્રાપ્ત કરી તેને નિમિત્તે ગુએણિ કરે તેને પણ અમુક ભાગશેષ હાય અને સર્વવિરતિ પ્રાપ્ત કરી તેને નિમિત્તે ગુણશ્રેણિ કરે ત્યાથી રતમાં જ પડી મિયા જાય ત્યાથી પણ તરતમાં જ મરણ પામી નરકાદિ ભવમાં જાય ત્યાં આત્મા એ ત્રણે ગુણ નિમિત્તે થયેલી દારચના લઈને ગયેલ લેવાથી ઉદય આશ્રયી એ ત્રણે ગુણણિના દલિકે સંભવે છે.