Book Title: Panch Sangraha
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પંચસંગ્રહ-પાંચમું કાર
તેઈકિયાદિમાં જઈ એકેન્દ્રિય થયેલ આત્મા એકદમ તેની સ્થિતિને સ્વયેગ્ય કરી શકતે નથી. માત્ર બેઈન્દ્રિયની સ્થિતિને જે શીઘ્રતાથી સ્વયોગ્ય કરી શકે છે. અહિં ઉત્કૃષ્ટ પ્રદેશોદયના અધિકારમાં શીવ્રતાથી કરનાર આત્મા લેવાને છે માટે પાંચેન્દ્રિયમાંથી ઈન્દ્રિયમાં જઈ એકદમ સ્થિતિની અપવ7ના કરી એકેન્દ્રિયમાં ઉત્પન્ન થાય અને ત્યાં પણ શીષ્ય શરીરપર્યાપ્તિએ પર્યાપ્ત થાય એમ કહ્યું છે.
આપને ઉદય શરીરંપતિ પૂર્ણ કર્યા પછી જ થાય છે માટે તે પૂર્ણ કર્યા પછીના પહેલા સમયે તેને વેદતાં ઉત્કૃષ્ટ પ્રદેશોદય હાય એમ કહ્યું છે. ૧૧૯
આ પ્રમાણે ઉત્કૃષ્ટ પ્રદેશેાદયના સ્વામિ કહા, હવે જઘન્ય પ્રદેશદયના સ્વામિ
देवो जहन्नयाऊ दोहव्वहिन्तु मिच्छअंतम्मि । चउनाणदंसणतिगे एगिदिगए जहन्नुदयं ॥१२०॥ देवो जघन्यायुर्दीर्घामुद्वय मिथ्यात्वं अन्त । चतुर्ज्ञानदर्शनत्रिकयोरेकेन्द्रियं गते जघन्योदयः ॥१२०॥
અથ–કેઈ જઘન્ય આચુવાળા દેવ ઉર્પન્ન થયા બાદ અંતમુહૂર્ત પછી સમ્યકવ ઉત્પન્ન કરી અને મિથ્યાત્વે જાય, ત્યાં દીઈ સ્થિતિ બાંધીને અને સત્તાગત સ્થિતિની ઉત્તરના કરીને એકેન્દ્રિયમાં જાય, તે એકેન્દ્રિયને ચાર જ્ઞાનાવરણ અને ત્રણ દર્શનાવરણને જંઘન્ય પ્રદેશદય હેય છે.
ટીકાનુ અહિં જઘન્ય પ્રદેશદયના અધિકારમાં સર્વત્ર પિતકમાશ આત્મા ગ્રહણ કરવાનું છે, એ હકીકત પહેલા કહી છે.
દશહજાર વરસના યુવા ક્ષેપિતકમાંશ કોઈ દેવ ઉત્પન્ન થયા બાદ અંતમું હૂત ગયા પછી સમ્યકત્વ પ્રાપ્ત કરે. તથા તે સમ્યક્ત્વનું અંતમુહૂર્ત ન્યૂન દશહજારે વરસ પર્યત પાલન કરીને છેલ્લા અંતમુહૂર્તમાં મિથ્યા જાય. તે મિથ્યાત્વી દેવા અતિસંકિલષ્ટ પરિણામવાળો થઈને પ્રસ્તુત મતિજ્ઞાનાવરણાદિ કર્મ પ્રકૃતિઓની અંતર્મુહૂર્ત પર્યત ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધે અને તે કાળે ઘણા દલિની ઉદ્વર્તન કરે એટલે સત્તાગત દલિકેની સ્થિતિ વધારે–નીચેના સ્થાનકેના દલિકને ઉપરના સ્થાનકોના દલિંકા સાથે ભગવાય તેવા કરે. ત્યારપછી સંકિલષ્ટ પરિણામ છતાં જ કાળ કરીને તે દેવ એકેન્દ્રિયમાં ઉત્પન્ન થાય. તે એકેન્દ્રિય ઉત્પત્તિના પહેલે જ સમયે મતિજ્ઞાનવરણ, કૃતજ્ઞાનાવણ, મન પચવજ્ઞાનાવરણ અને કેવળજ્ઞાનાવરણ એ ચાર જ્ઞાનાવરણને તથા ચક્ષુદર્શનાવરણ, અચક્ષુદર્શનાવરણ અને કેવળદર્શનાવરણ એ ત્રણ દશનાવરણને કુલ સાત કમ પ્રકૃતિઓને જઘન્ય પ્રદેશેાદય કરે છે,