Book Title: Panch Sangraha
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પચાસગ્રહ-પાંચમું દ્વાર-સારસગ્રહ
૮૧૫
* (૪) અબાધા કડક * કેઈપણ કમને પાપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ સ્થિતિબંધ ઘટે અથવા વધે ત્યારે અખાધાકાળમાંથી એક સમયની હાનિ અથવા વૃદ્ધિ થાય. દાક્ત તરીકે જ્ઞાનાવરણીય કમને ત્રીશ કેડીકેડી સાગરોપમ પ્રમાણ ઉત્કૃષ્ટ સ્થિતિબંધ થાય, અથવા સમય જૂન, બે સમય ચૂત એમ યાવતું પાપમના અસંખ્યાતમા ભાગમાં એક સમય જૂન ઉત્કૃષ્ટ સ્થિતિબંધ થાય ત્યાં સુધી બરાબર ત્રણ હજાર વર્ષ પ્રમાણ અખાધાકાળ હોય છે અને પાપમના અસંખ્યાતમા ભાગે ન્યૂનથી આરંભી સમય-સમયની મહાનિએ યાવત્ પલ્યોપમના બે અસંખ્યાતમા ભાગે ન્યૂન ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ન થાય ત્યાં સુધી એક સમય ન્યૂન ત્રણ હજાર વર્ષ પ્રમાણ અબાધાકાળ હોય છે. એ પ્રમાણે અબાધાકાળમાંથી સમય સમયની હાનિ કરતાં ૫૫મના જેટલા અસંખ્યાતમા ભાગ ન્યૂન ઉષ્ટ સ્થિતિબંધ થાય તેટલા સમય ન્યૂન ઉત્કૃષ્ટ અબાધા હોય છે. એ પ્રમાણે સ્થિતિબંધમાંથી પાપમને એક એક અસંખ્યાત ભાગ અને અખાધાકાળમાંથી એક એક સમય જૂન થતાં યાવત્ જ્ઞાનાવરણીય કર્મને સંગ્નિ પંચેન્દ્રિયને અભવ્ય પ્રાયોગ્ય જઘન્ય સ્થિતિબંધ થાય ત્યારે અંતમુહૂર્ત પ્રમાણ જઘન્ય અબાધા હોય છે.
એક સમય અબાધાકાળની હાનિ અથવા વૃદ્ધિમાં જે પાપમના અસંખ્યાતમાં -ભાગ પ્રમાણ સ્થિતિબંધની હાનિ અથવા વૃદ્ધિ થાય છે તે પલ્યોપમના અસંખ્યતમા ભાગ પ્રમાણ સ્થિતિનું એક અખંધાકંડક કહેવાય છે. એમ અન્તર્મુહૂર્ત ન્યૂન ત્રણ હજાર વર્ષના સમય પ્રમાણ જ્ઞાનાવરણીય કર્મના અબાધાકંડકો થાય છે. એમ દરેક કર્મમાં જઘન્ય અબાધાં ન્યૂન પિતાની ઉત્કૃષ્ટ અબાધાના સમયે પ્રમાણુ અબાધાકઠો થાય છે.
(૫) સ્થિતિસ્થાન દ્વાર સ્થિતિસ્થાન–સ્થિતિના ભેદે, તે બંધ અને સત્તા આશ્રયી બે પ્રકારે છે.
ત્યાં જે સ્થિતિ સત્તામાં હોય તેમાંથી અનુભવવા દ્વારા અથવા સ્થિતિઘાતાદિથી સમય સમય પ્રમાણ આદિ સ્થિતિને ક્ષય થવાથી જેટલી-જેટલી સ્થિતિ સત્તામાં રહે તે સાગત સ્થિતિસ્થાને કહેવાય. તેને વિચાર આ જ કારમાં આગળ સત્તા પ્રકરરણમાં કરવામાં આવશે. તેથી અહિં અંધ આશ્રયી સ્થિતિસ્થાને બતાવે છે.
એક સમયે એટલે સ્થિતિબંધ થાય તે અંધ આશ્રયી સ્થિતિસ્થાન કહેવાય છે. ત્યાં જઘન્ય સ્થિતિબંધ તે પહેલું સ્થિતિસ્થાન, સમયાધિક જઘન્ય સ્થિતિબંધ તે બીજું, બે સમયાધિક જઘન્ય સ્થિતિબંધ તે ત્રીજું સ્થિતિસ્થાન, એમ સમય સમયની વૃદ્ધિએ -ઉત્કૃષ્ટ સ્થિતિબંધ સુધી અસંખ્ય સ્થિતિસ્થાને થાય છે.
જે કમની જેટલી ઉત્કૃષ્ટ સ્થિતિ હોય તેમાંથી અભવ્ય સત્તિ પચેટ પ્રોગ્ય