Book Title: Panch Sangraha
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૮૨૪
પંચસંગ્રહ-પાંચમું દ્વાર સારસંગ્રહ આ તેતાલીશે પ્રકૃતિઓના ઉત્કૃષ્ટ અને અત્કૃષ્ટ રસબંધ ચાર મૂળઘાતી કર્મોની જેમ મિથ્યાત્વી સંશિ–પંચેન્દ્રિમાં વારંવાર થતા હોવાથી અને સાદિ-અવ એમ બે પ્રકારે છે. શેષ તહાર પ્રકૃતિએ અધુવબંધી હોવાથી જ તેમના જઘન્યાદિ ચારે અધે સાદિ-અવ એમ બે પ્રકારે છે.
(૨) સ્વામિત્વાર. ક્ષપક સુમસં૫રાય ચરમસમયે યશકીર્તિ, ઉચ્ચગેત્ર અને શાતા વેદનીય એ ત્રણને અને આઠમા ગુણસ્થાને સ્વબંધ-વિચ્છેદ સમયે દેવદ્ધિક પચેન્દ્રિય જાતિ વિક્રિયદ્રિક, આહારકશ્ચિક, તેજસ, કાર્મણ, સમચતુરસ સંસ્થાન, શુભવર્ણચતુષ્ક, શુભવિહાગતિ, પરાઘાત, ઉચ્છવાસ, અગુરુલઘુ, નિર્માણ, તીર્થકર નામકર્મ અને ત્રસ, નવક એ ઓગણત્રીશને એક સમય ઉત્કૃષ્ટ રસબંધ કરે છે. કારણકે આ બધી પ્રવૃતિઓ શુભ છે અને શુભ પ્રકૃતિઓને ઉત્કૃષ્ટ રસબંધ વિશુદ્ધ પરિણામે જ થાય છે અને આ પ્રકૃતિઓના બંધમાં ઉપરોક્ત છે જ અતિવિશુદ્ધ છે.
દારિકશ્ચિક, મનુષ્યદ્ધિક, વજઋષભનારાચ સંઘયણ એ પાંચને ઉત્કૃષ્ટ રસબંધ અતિવિશુદ્ધ સમ્યગ્દષ્ટિ દેવો કરે છે. કારણકે-આ પાંચ પ્રકૃતિએ શુભ હેવાથી તેને ઉત્કૃષ્ટ રસ વિશુદ્ધ પરિણામે જ બંધાય. અને તેવી વિશુદ્ધિમાં વર્તતા સમ્યગ્દષ્ટિ મનુષ્ય-તિયા દેવ–પ્રાય જ બંધ કરે છે. તેથી આ પ્રવૃતિઓને તેઓને બંધ ન થાય અને નારકોને બંધ હોવા છતાં જિનેશ્વરનાં કલ્યાણક વગેરેના પ્રસંગોમાં તેમજ સમવસરણાદિમાં પ્રભુની દેશના આદિના શ્રવણમાં તેમજ નંદીશ્વરદ્વીપ આદિનાં શાશ્વત તીર્થોની યાત્રા આદિમાં દેવેને જેવી વિશુદ્ધિ હોય છે તેવી વિશુદ્ધિ પરાધીનતાના કારણે સ્વસ્થાને રહેલ સમ્યગ્દષ્ટિ નારકેને હોતી નથી તેમને ઉત્કૃષ્ટ રસખ ધ થતું નથી માટે સમ્યગ્દષ્ટિ દેવો જ ઉત્કૃષ્ટ રસબંધ કરે છે
દેવાયુષને ઉત્કૃષ્ટ રસબંધ તત્કાગ્ય વિશુદ્ધ પરિણામી અપ્રમત્ત મુનિજ કરે છે. કારણકે–અતિવિશુદ્ધ પરિણામે આયુષ્યને બંધ જ થતો નથી. તેમજ આયુષ્યની ઉત્કૃષ્ટ સ્થિતિ બંધાય ત્યારે જ ઉત્કૃષ્ટ રસ બંધાય છે દેવાયુની તેત્રીશ સાગરોપમ પ્રમાણુ ઉત્કૃષ્ટ સ્થિતિ અનુત્તર વિમાનના દેવાને જ હોય છે અને અનુત્તર વિમાનમાં સંયમીઓ જ જઈ શકે છે. વળી પ્રમત્તથી પણ અપ્રમત્તની વિશુદ્ધિ વધારે હોય છે. અપૂર્વકરણાદિમાં આયુને અંધ થતો નથી. માટે અન્ય કેઈ છ દેવાયુનો ઉત્કૃષ્ટ રસબંધ કરતા નથી.
અનંતર સમયે ઉપશમ સમ્યકત્વને પ્રાપ્ત કરનાર ચરમસમયવર્તી મિથ્યાત્વી, સપ્તમ પૃથ્વીને નારક ઉદ્યોત નામકર્મને ઉત્કૃષ્ટ રસબંધ કરે છે. કારણકે આ પુથપ્રકૃતિ હોવા છતાં તિર્યંચગતિ સાથે જ બંધાય છે. વળી આટલી વિશુદ્ધિએ વર્તતા. અન્ય કેઈપણ જીવ તિર્યંચપ્રાગ્ય બંધ કરતા જ નથી માત્ર સપ્તમ પૃથ્વીના