Book Title: Panch Sangraha
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
-
ત્રિ-પાંચમું દ્વાર સારસંગ્રહ
૮૨૫.
કાને જ મિથ્યાત્વ અવસ્થામાં તિર્યંચગતિને ધ્રુવબંધ હોવાથી તેના વિશુદ્ધ પરિણામે તિર્યંચગતિ સાથે ઉદ્યોત નામકર્મને ઉત્કૃષ્ટ રસબંધ થાય છે. પણ બીજા કોઈ છે ને તે નથી.
અતિસંકિલષ્ટ પરિણામી ઇશાન સુધીના દેવો એકેન્દ્રિય જાતિ અને સ્થાવર નામકર્મના ઉત્કૃષ્ટ રસબંધ કરે છે. આ બંને પાપપ્રકૃતિઓ હાવાથી અતિસંકિલષ્ટ પરિણામે જ્યારે આ બન્નેની ઉત્કૃષ્ટ સ્થિતિ બંધાય ત્યારે જ ઉત્કૃષ્ટ રસ બંધાય છે. મનુષ્ય તિયાને અતિસંકિલષ્ટ પરિણામે નરક પ્રાગ્ય બંધ થતું હોવાથી આ પ્રવૃતિઓને બંધ થતું નથી અને મધ્યમ પરિણામે અઢાર કોડાકોડી સાગરોપમ સુધીની મધ્યમ સ્થિતિ જ બંધાય છે અને રસ પણ મધ્યમ પડે છે. જ્યારે નારકે અને સનત્કમારાદિ દે તે તથાસ્વભાવે આ બે પ્રકૃતિએ બાંધતા નથી.
તસ્ત્રાગ્ય વિશુદ્ધ પરિણામી ઇશાન સુધીના દેવે આતપ નામકમને ઉછે રસબંધ કરે છે. આ પ્રકૃતિએ શુભ હોવા છતાં એકેન્દ્રિય જાતિ સાથે જ બંધાય છે અને અતિવિશુદ્ધિમાં વર્તતા આ દેવ પંચેન્દ્રિય પ્રાગ્ય બંધ કરે છે. માટે તત્કારોગ્ય વિશુદ્ધ ઈશાન સુધીના દેવે કહ્યા છે. વળી આતપ નામકર્મને ઉત્કૃષ્ટ રસબંધ થાય તેવા વિશુદ્ધ પરિણામે મનુષ્ય-તિયા એકેન્દ્રિય પ્રાગ્ય બંધ કરતા નથી, પરંતુ પંચેન્દ્રિય તિય ચાદિ પ્રાગ્ય જ બંધ કરે છે. તેમ જ નારકે તથા સનન્દુમારાદિ દેવે તથાસ્વભાવે જ આ પ્રકૃતિ બાંધતા નથી માટે ઉક્ત દે જ આને ઉત્કૃષ્ટ રસબંધ કરે છે. - અતિસંક્ષિણ પરિણામી નારકો તથા સહસ્ત્રાર સુધીના દેવે તિયચદ્ધિક અને. છેવા સંઘયણને ઉત્કૃષ્ટ રસબંધ કરે છે. આ ત્રણે પ્રકૃતિઓ અશુભ હેવાથી અતિસંકિલષ્ટ પરિણામે જ્યારે ઉત્કૃષ્ટ સ્થિતિ બંધાય ત્યારે જ ઉત્કૃષ્ટ રસ બંધાય છે, મનુષ્યો અને તિય અતિસંકિલષ્ટ પરિણામે નરક પ્રાયોગ્ય જ બંધ કરતા હોવાથી આ પ્રકુતિઓ બાંધતા નથી અને મધ્યમ સંકલેશે મધ્યમ સ્થિતિ બંધાતી હોવાથી રસ પણ મધ્યમ જ બંધાય છે. તેમ જ આનતાદિ દેવો તથાસ્વભાવે જ તિર્યંચ પ્રાગ્ય બંધ કરતા નથી. માટે ઉક્ત છ જ એ ત્રણેને ઉત્કૃષ્ટ રસબંધ કરે છે. એટલી વિશેષતા છે. છેવક સંઘયણના ઉત્કૃષ્ટ રસબંધના સ્વામી ઈશાન પછીના દે હેય છે.
વિકલત્રિક, સૂક્ષત્રિક, નરકત્રિક તથા મનુષ્ય-તિર્યંચનું આયુ આ અગિયાર પ્રકૃતિએને ઉત્કૃષ્ટ રસબંધ મિથ્યાષ્ટિ મનુષ્ય અને તિયા જ કરે છે. કારણ કે પ્રથમની નવ પ્રકૃતિએ દે અને નારકે ભવસ્વભાવે જ બાંધતા નથી. મનુષ્ય તિર્યંચાયુને તેઓ બંધ કરે છે, પરંતુ તે બંને આયુષ્યને ઉત્કૃષ્ટ રસબંધ ત્રણ પાપમ પ્રમાણ ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કરે ત્યારે જ થાય છે. જ્યારે દેવ તથા નારકે તથાસ્વભાવે જ અસંખ્યાતવર્ષ પ્રમાણ મનુષ્ય-તિયચાયુને બંધ કરતા નથી માટે આ અગિયારને ઉત્કૃષ્ટ રસધ મનુષ્ય-તિયા જ કરે છે.