Book Title: Panch Sangraha
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પંચસગ્રહ-પાંચમું દ્વાર .
ત્યાં સૂફમત્રિક, વિકલત્રિક અને નરકાયુ એ સાતને અતિસકિલષ્ટ પરિણામે બંધ જ ન થતો હોવાથી ત~ાગ્ય સંકિલષ્ટ પરિણામે, નરકટિકનો અતિસક્લિષ્ટ પરિણામે અને મનુષ્ય-તિય"ચાયુ શુભ છે, છતાં અતિવિશુદ્ધ પરિણામે તેને બંધ ન થતું હોવાથી તદ્યોગ્ય વિશુદ્ધ પરિણામે તે બંને આયુષ્યને મિથ્યાદષ્ટિ મનુષ્ય-તિય ઉત્કૃષ્ટ રસબંધ કરે છે. એ વિશેષતા છે. , , મધ્યમનાં ચાર સંઘયણ, ચાર સંસ્થાન, હાસ્ય, રતિ, સ્ત્રીવેદ અને પુરુષવેદ આ બાર પ્રકૃતિઓને ઉત્કૃષ્ટ રસબંધ ત~ાગ્ય સંકિલષ્ટ ચારે ગતિના મિથ્યાષ્ટિએ કરે છે. આ સઘળી પ્રવૃતિઓ અશુભ હોવા છતાં પરાવર્તમાન છે તેથી અતિસકિલષ્ટ પરિણામે તેનાથી પણ અશુભતર અતિમ સંઘયણદિ પ્રતિપક્ષ પ્રકૃતિઓને જ બંધ થતું હોવાથી તત્કાગ્ય સંકિલષ્ટ પરિણામે ઉત્કૃષ્ટ રસબંધ કરે એમ કહ્યું છે. • શેષ પાંચ જ્ઞાનાવરણુ, નવ દર્શનાવરણ, અસાતા વેદનીય, હાસ્ય, રતિ, સ્ત્રી તથા પરષદ વિના મહનીયની બાવીશ, હુંડક સંસ્થાન, અશુભ વર્ણચતુષ્ક, અશુભ વિહારોગતિ, ઉપઘાત, અસ્થિર ષક, નીચગેત્ર અને પાંચ અંતરાય-આ છપ્પન પ્રકૃતિએને ઉત્કૃષ્ટ રસબંધ 'અતિસંશ્લિષ્ટ પરિણામી ચાર ગતિના મિથ્યાત્વીઓ કરે છે.
જઘન્ય રસબંધના સ્વામી - સૂકમ સં૫રાયચરમસમયવર્તીક્ષપક પાંચ જ્ઞાનાવરણ, ચાર દર્શનાવરણ, અને પાંચ અંતરાય એ ચૌદને, અનિવૃત્તિ બાદર ગુણસ્થાનકવર્તી ક્ષપક સ્વ-સ્વબંધ વિચ્છેદ સમયે પુરુષવેદ તથા સંજવલન ચતુષ્ક એ પાંચ અને અપૂર્વકરણવતી ક્ષપક રવસ્વબંધ વિચ્છેદ સમયે નિદ્રાદ્ધિક, અશુભવણ ચતુષ્ક, ઉપઘાત, હાસ્ય, રતિ, ભય, જીગુસા–આ અગિયારને એક સમયમાત્ર જઘન્ય રસબંધ કરે છે. કારણ કે આ સર્વ પ્રકૃતિઓ અશુભ છે. તેથી તે તે પ્રકૃતિના બંધમાં જે જીવ અતિવિશુદ્ધિવાળે હેય તે જ તેને તેને જઘન્ય રસબંધ કરે છે. ' 'મિથ્યા મોહનીય, અનંતાનુબંધી ચતુષ્ક અને દ્વિત્રિક એ આઠને એકી સાથે સમ્યકત્વ અને ચારિત્ર પ્રાપ્ત કરનાર ચરમસમયવર્તી મિથ્યાત્વી, અપ્રત્યાખ્યાનીય ચતષ્કને એકી સાથે ક્ષાયિક સમ્યકત્વ અને સર્વવિરતિ પ્રાપ્ત કરનાર ચરમસમયવર્તી અવિરતિ સમ્યગ્દષ્ટિ, પ્રત્યાખ્યાનીય ચતુષ્કને સર્વવિરતિ પ્રાપ્ત કરનાર ચરમસમયવર્તી દેશવિરતિ, અને અરતિ તથા શોકને અપ્રમત્તાભિમુખ પ્રમત્તયતિ જઘન્ય રસબંધ કરે છે. કારણ કે આ પ્રકૃતિએના બંધક છોમાં આ જ અતિવિશુદ્ધ છે. * તિર્યંચદ્ધિક અને નીચગાત્રને જઘન્ય રસબંધ ઉપશમ સમ્યફત્વ પ્રાપ્ત કરનાર મિથ્યાત્વના ચરમસમ વર્તતે સપ્તમ પૃથ્વીને નારક કરે છે. કારણ કે-આ ત્રણે અશુભ પ્રકૃતિઓ છે. તેથી તેના બંધમાં અતિવિશુદ્ધ પરિણામી છે હેય છે. તે જ