Book Title: Panch Sangraha
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
ચિસહ-પાંચમું દ્વાર સારસ ગ્રહ
૮૧૯
બધ સાદિ અને અધુવ એમ બે પ્રકારે હોવાથી એક એકના આઠ ભાંગા થાય તેથી એકસો એના કુલ (૧૨૮=૮૧૬) આઠ સેલ ભાંગા થાય. આ રીતે સર્વ ઉત્તરપ્રકૃતિના નવસે છ— (૬) ભાંગા થાય છે.
ત્યાં પાંચ જ્ઞાનાવરણ વગેરે ચૌદ પ્રકૃતિએને સૂકમ સં૫રાયના ચરમસમયે અને ચાર સંજવલનને નવમાં ગુણસ્થાને સ્વ-સ્વ બંધવિરછેદ સમયે ક્ષપક પહેલી જ વાર એક સમય જઘન્ય સ્થિતિબંધ કરે અને પછી બંધવિચ્છેદ થાય તેથી સાદિ અને અબવ એમ બે પ્રકારે જઘન્યબંધ થાય. તે સિવાયને સર્વ અજઘન્ય સ્થિતિબંધ છે. તે અજઘન્ય સ્થિતિબંધની ઉપશમશ્રેણિમાં અબંધસ્થાનથી પડતા પિતાપિતાના બંધના આવા સમયે સાદિ થાય છે. અબંધસ્થાન નહિ પામેલાઓને અનાદિ છે. અભવ્યને ધ્રુવ. અને ભવ્યને અધુવ છે. એમ અજઘન્ય સ્થિતિબંધ ચાર પ્રકારે હોય છે. - શેષ ઓગણત્રીશ ધવબંધી પ્રકૃતિઓને સર્વવિશુદ્ધ પર્યાપ્ત બાદર એકેન્દ્રિય અંતમુહૂર્ત સુધી જઘન્ય સ્થિતિબંધ કરે છે. અને શેષકાળે અજઘન્ય સ્થિતિબંધ કરે છે. ફરી સર્વવિશુદ્ધ પર્યાપ્ત બાદર એકેન્દ્રિયપણામાં જઘન્ય અને રોષકાળે તે જ એકેન્દ્રિ અને અન્ય અજઘન્ય સ્થિતિબંધ કરે છે. તેથી આ બંને પ્રકારના સ્થિતિબંધ સાદિ-અપ્રુવ છે.
સુડતાલીશ ધવબંધી પ્રકૃતિઓને સાત મૂળકર્મમાં જણાવ્યા મુજબ ફરી ફરી. અનેકવાર ઉત્કૃષ્ટ અને અનુદ બંધ થતા હોવાથી તે બન્ને સાદિ અને અધુવ એમ બે-બે પ્રકારે છે.
શેષ તત્તર પ્રવૃતિઓ અવધી રહેવાથી જ તેના જઘન્યાદિ ચારે બધા સાદિ-અધ્રુવ એમ બે પ્રકારે છે.
(૧૦) સ્વામિત્રદ્વાર પ્રથમ નરકાયું બાંધી શોપશમ સમ્યકત્વ પામી જે મનુષ્ય તીર્થંકર નામકર્મ આંધી નરકમાં જતી વખતે અંતર્મુહૂત પહેલાં મિથ્યાત્વ પામે તે મનુષ્ય મિથ્યાત્વપ્રાપ્તિના પૂર્વ સમયે એટલે કે સમ્યકત્વના ચરમ સમયે તીર્થંકર નામકર્મને ઉત્કૃષ્ટ રિતિબંધ કરે. કેમકે તેના બંધમાં તે જ અતિસકિલર છે. ક્ષાયિક સમ્યકત્વ લઈને નરકમાં જનારને આવા ક્લિષ્ટ પરિણામ ન હોવાથી તીર્થકર નામકર્મને ઉત્કૃષ્ટ સ્થિતિબંધ થતું નથી.
પ્રમત્તાભિમુખ અપ્રમત્તયતિ આહારકટિકને ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કરે, કારણ કે તેના બંધમાં તે જ અતિસંસ્લિષ્ટ પરિણામી છે.
પૂર્વક વર્ષના આયુવાળે અપ્રમતાલિમુખ પ્રમત્ત યતિ પિતાના આયુષ્યના ત્રીજા ભાગના પ્રથમ સમયે તેત્રીશ સાગરેપમ પ્રમાણ દેવાયુને ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કરે.