Book Title: Panch Sangraha
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
વસંગ્રહ-પાંચમું બાર સારસંગ્રહ
૮૧૭
અપર્યાપ્ત સંપિચેન્દ્રિયને ઉત્કૃષ્ટ અને જઘન્ય સ્થિતિબંધ વચ્ચે સંખ્યાત ભાગ ન્યૂન અંતઃકડાકડી સાગરોપમ પ્રમાણ અંતર હોવાથી તેટલા સમય પ્રમાણ સ્થિતિસ્થાને છે અને પર્યાપ્ત સંસિ-પંચેન્દ્રિયમાં મિથ્યાત્વ ગુણસ્થાનક આશ્રયી અંતઃકડાકોડી સાગરોપમ ન્યૂન ઉત્કૃષ્ટ સ્થિતિબંધના સમય પ્રમાણ સ્થિતિસ્થાને છે.
(૬) સંક્લેશસ્થાન અને (૭) વિશુદ્ધિસ્થાન દ્વાર (૧) પતિત પરિણામી જીવન કષાયની તીવ્રતા રૂપ જે સંક્ષિણ પરિણામે તે સંકલેશસ્થાને અને (૨) ચડતા પરિણામવાળા જીવના કષાયની મંદતા રૂપ જે વિશુદ્ધ પરિણામે તે વિશુદ્ધિસ્થાને છે.
જેટલા સંકલેશસ્થાને હોય છે તેટલા જ વિશુદ્ધિસ્થાને હોય છે. કેમકે છેલ્લા અને પહેલા સ્થાન સિવાય પડતા પરિણામવાળાને જે સફલેશસ્થાને ગણાય છે તે જ ચડતા પરિણામવાળા જીવને વિશુદ્ધિસ્થાને ગણાય છે.
તે બન્ને પ્રકારનાં સ્થાને અપર્યાપ્ત સૂકમ એકેન્દ્રિયને સર્વથી અલ્પ છે, તેનાથી અપર્યાપ્ત બાદર, પર્યાપ્ત સૂક્ષમ અને પર્યાપ્ત બાદર એકેન્દ્રિય. અપર્યાપ્ત તથા પર્યાપ્ત બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય, અસરિ–પચેન્દ્રિય અને સંરિપંચેન્દ્રિય જીને અનુક્રમે એક–એકથી અસંખ્યગુણ છે.
(૮) અધ્યવસાયસ્થાન પ્રમાણ દ્વાર એક એક સ્થિતિબંધના કારણભૂત આત્માના જે કષાયયુક્ત પરિણામે તે સ્થિનિબંધના અધ્યવસાયસ્થાને કહેવાય છે. અનેક જીવો આશ્રયી પ્રત્યેક સ્થિતિબંધ સ્થાનમાં તે અધ્યવસાય સ્થાને અસખ્ય કાકાશના પ્રદેશ પ્રમાણ થાય છે.
ત્યાં આયુષ્યકર્મમાં જઘન્ય સ્થિતિબંધના કારણભૂત જે અસંખ્ય લેકાકાશ પ્રદેશપ્રમાણ અધ્યવસાયે છે તેનાથી સમયાધિક જઘન્ય સ્થિતિમાં ધમાં અસંખ્યણુ. તેનાથી બે સમયાધિક, ત્રણ સમયાધિક જઘન્ય સ્થિતિબધ આદિ યાવત્ ઉત્કૃષ્ટ સ્થિતિબંધ સુધીના પ્રત્યેક સ્થિતિમાં ધમાં અનુક્રમે અસંખ્ય-અસંખ્યગુણ અધ્યવસાયથાને હોય છે.
શેષ સાત કર્મના જઘન્ય સ્થિતિબંધમાં જે અસંખ્ય લોકાકાશ પ્રદેશ પ્રમાણ અધ્યવસાયે છે તે ઉત્તરોત્તર સમય-સમય અધિક સ્થિતિબંધસ્થાનમાં વિશેષાધિક વિશેષાધિક છે. એમ ચાવત્ ઉત્કૃષ્ટ સ્થિતિબંધસ્થાનક સુધી સમજવું.
એક જ સાથે સમાન સ્થિતિવાળું જ કર્મ બંધાયુ હોવા છતાં તે સર્વ જીવને એક જ સમયે, એક જ ક્ષેત્રમાં, એક જ પ્રકારના દ્રવ્યાદિક નિમિત્તથી એક સરખી રીતે ઉદયમાં આવતું નથી. પરંતુ ભિન્ન ભિન્ન જીને. ભિન્ન ભિન્ન સમયે, જુદા જુદા સ્થાનમાં જુદા જુદા પ્રકારના દ્રવ્યાદિ નિમિત્તથી ભિન્ન ભિન્ન રીતે ઉદયમાં આવે છે. તેથી એકેક