Book Title: Panch Sangraha
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પચાસંગ્રહ-પાંચમું દ્વાર
નાશ થાય ત્યારે એ સમય ન્યૂન આવલિકા પ્રમાણ પદ્ધક થાય છે. તેથી ઉત્કૃષ્ટ સ્પદ્ધક બે સમય ન્યૂન એ આવલિકા પ્રમાણુ થાય છે.
ટીકાનુ–સંજ્વલન કૅધ, માન અને માયાની પ્રથમ સ્થિતિની જ્યાં સુધી એક આવલિકા શેષ ન રહી હોય, ત્યાં સુધી તેઓમાં સ્થિતિઘાત રસઘાત બંધ ઉદય અને ઉદીરણા પ્રવર્તે છે અને જ્યારે પ્રથમ સ્થિતિ એક આવલિકા પ્રમાણે બાકી રહે ત્યારે તે સ્થિતિવાતાદિને વિચ્છેદ થાય છે. ત્યારપછીના સમયે એટલે કે અબંધના પ્રથમ સમયે પ્રથમ સ્થિતિના સમય ન્યૂન એક આવલિકાના દલિક અને બે સમય ન્યૂન બે આવલિકાકાળમાં બંધાયેલા દલિક માત્ર સત્તામાં હોય છે, બીજા સઘળાં દલિકાના ક્ષય થયેલ હોય છે.
તેમાં પ્રથમ સ્થિતિની સમય ન્યૂન આવલિકા પ્રમાણુ દલિકના સ્પર્ધકને વિચાર શીણદ્વિત્રિકાદિને જેમ પહેલા કરી ગયા છે તેમ અહિં પણ કરી લે. પરંતુ બે સમયગૂન આવલિકાકાળમાં બંધાયેલું જે સત્તામાં છે તેની પૂર્વક ભાવના બીજી રીતે કરાય છે કારણ કે પૂર્વોક્ત પ્રકારે પદ્ધકા ઘટી શકતા નથી.
પ્રશ–અહિં એ કઈ રીતે જાણી શકાય કે, સ્થિતિઘાત, રસઘાત, બંધ, ઉદય અને ઉદીરણાને જે સમયે વિરછેદ થાય છે, ત્યારપછીના સમયે બે સમય ન્યૂન બે આવલિકાકાળમાં બંધાયેલું બાકી રહે છે, વધારે સમયનું બંધાયેલું બાકી રહેતું નથી?
ઉત્તર–અહિ કઈ પણ વિવક્ષિત એક સમયે બંધાયેલા કર્મલિકની જે નિષેકરચના તે લતાસ્થાન કહેવાય છે. હવે તે દરેક લતાસ્થાનની એટલે કે સમયે સમયે બંધાયેલા તે કર્મલિકની જ્યારે બંધાવલિકા વ્યતીત–દૂર થાય ત્યારે તેને બીજી સ્થિતિમાંથી આવલિકા માત્ર કાળે સંકમાવવા વડે-અન્ય પ્રકૃતિરૂપે કરવા વડે નાશ કરે છે.
તાત્પર્ય એ કે જે સમયે કર્મ બંધાય, તે સમયથી એક આવલિકા ગયા બાદ તેને એક આવલિકાકાળે અન્ય પ્રકૃતિમાં સંક્રમાવી દૂર કરે છે. કોઈપણ એક સમયના અંધાયેલા દલિકને દૂર કરતાં એક આવલિકાકાળ જાય છે. એટલે જે સમયે કર્મ બંધાયું તે કમ તે સમયથી બીજી આવલિકાના ચરમસમયે દૂર થાય છે અને તેથી કેઈપણ સમયે બંધાયેલી કમેની સત્તા બે આવલિકા રહે છે. તે જ હકીકતને સ્પષ્ટ કરે છે–
ધાદિને અનુભવ કરતા ચરમસમયે-અંધવિચ્છેદ સમયે જે કર્મલિક બાંધ્યું ૧ અહિં પૂર્વ માં કેટલી ઉદયાવલિકાના ર૫હને વિચાર કર્યો છે તે પ્રમાણે બે સમવન્યૂન એ આવલિકાકાળમાં બંધાયેલા દલિકાના રપ ઘટી શકશે નહિ કારણ કે જેવા જેવા રોગથાન વડે જેટલા જેટલા પ્રમાણમાં દલિ બંધાયા છે, તે બંધાયેલા દલિતોના wદ્ધને વિચાર કરવાનો છે અને તેથી જ એક એક સમયે અનત સત્કર્મસ્થાને ઘટશે નહિ. પરંતુ જે જે સમયે બધાય છે, તે તે સમયે અનેક છાની અપેક્ષાએ જેટલા ગરથાનો સંભવ છે, ટલા જ પ્રદેશસત્યમ રથાને થી શો.