Book Title: Panch Sangraha
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પંચસબ્રહપાંચમું દ્વાર
ટીકાનુ – હાસ્યાદિ છ પ્રકૃતિઓને જ્યારે ચરમપ-સંક્રમણ થાય ત્યારે ત્યાંથી આરંભી એક સ્પદ્ધક થાય છે. તે આ પ્રમાણે- -
અભવ્ય પ્રાગ્ય જઘન્ય સ્થિતિની સત્તાવાળો કોઈ આત્મા ત્રસમાં ઉત્પન્ન થાય ત્યાં સચૂરવ અને દેશવિરતિ અનેકવાર પ્રાપ્ત કરીને અને ચારવાર મોહનીયને ઉપશમાવીને તથા સ્ત્રીવેદ અને નપુંસકવેદને વારંવાર બંધ વડે તથા હાસ્યાદિ દલિકના સંક્રમ વડે સારી રીતે પુષ્ટ કરીને મનુષ્ય થાય. મનુષ્યમાં દીર્ઘકાળ સંયમનું પાલન. કરીને તે પ્રકૃતિઓને ક્ષય કરવા માટે પ્રયત્નવંત થાય, ક્ષપકશ્રેણિમાં ક્ષય કરતા. કરતા ચરમસમયે જે છેલ્લે ક્ષેપ થાય તે કાળે તે હાસ્યાદિ પ્રકૃતિઓની જે ઓછામાં ઓછી પ્રદેશસત્તા હોય તે પહેલું સર્વજઘન્ય પ્રદેશસત્કર્મસ્થાન.
ત્યારપછી ત્યાંથી આરંભી નાના જીવોની અપેક્ષાએ એક એક પરમાણુની વૃદ્ધિ થતા નિરંતર પ્રદેશસત્કર્મ સ્થાને ત્યાં સુધી કહેવા યાવતુ ગુણિતકશ જીવને સહૃષ્ટ પ્રદેશસત્કર્મસ્થાન થાય. તે અનંતા સત્કર્મસ્થાનોના સમૂહને સ્પર્ધક કહેવાય છે. હાસ્યાદિ છ પ્રકૃતિમાં દરેકનું આ રીતે એક એક પદ્ધક થાય છે. ૧૮૦
હવે સંજવલનત્રિકના સ્પદ્ધકનું પ્રતિપાદન કરવા કહે છેबंधावलियाईयं आवलिकालेण बीइठिइहितो । लयठाणं लयठाणं नासेई संकमेणं तु ॥१८॥ संजलणतिगे दुसमयहीणा दो आवलीण उक्कोस । फमुडं बिईयठिइए पढमाए अणुदयावलिया ॥१८२।। आवलियदुसमऊणा मेत्तं फहूं तु पढमठिइविरमे । बन्धावलिकातीतं आवलिकाकालेन द्वितीयस्थितिभ्यः । लतास्थानं लतास्थानं नाशयति संक्रमेण तु ॥१८॥ संज्वलनत्रिकस्य द्विसमयहीना द्वयावलिकोत्कृष्टम् । स्पर्द्धक द्वितीयस्थितौ प्रथमायामनुदयावलिका ॥१८२॥ आवलिका द्विसमयोना मात्रं स्पर्द्धकं तु प्रथमस्थितिविरमे ।
અર્થ—જે જે લતાની બંધાવલિકા વ્યતીત થઈ છે, તે તે સંજવલનવિકની લતાને બીજી સ્થિતિમાંથી અન્ય પ્રકૃતિમાં સંક્રમાવવા વડે નાશ કરે છે. તથા જ્યાં સુધી પ્રથમ સ્થિતિમાં અનુદયાવલિકા શેષ છે ત્યાં સુધી બીજી સ્થિતિમાં બે સમય જૂન એ આવલિકા પ્રમાણે ઉત્કૃષ્ટ સ્પર્ધક થાય છે અને જ્યારે પ્રથમ સ્થિતિને વિરામ