Book Title: Panch Sangraha
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પચાસગ્રહ-પાંચમું દ્વાર સારસંગ્રહ
મૂળ તથા ઉત્તર પ્રવૃતિઓના બંધસ્થાનકાદિ મૂળકર્મના એક, છ, સાત અને આઠ પ્રકૃતિરૂપ ચાર બંધસ્થાનક છે. ત્યાં અવસ્થિત બંધાદિ પ્રાયઃ સર્વ સ્થળે બંધસ્થાનાદિની સમાન જ હોય છે. તેથી આ ચારે અધિસ્થાને અવસ્થિત છે.
ઉપશાંતાહે એક વેદનીયકર્મ બાંધતો સૂમસં૫રાયે છ કર્મ બાંધે ત્યારે પ્રથમ સમયે પહેલે, ત્યાંથી પડતા નવમાં ગુણસ્થાને મોહનીય સહિત સાત બાંધે ત્યારે પ્રથમ સમયે બીજે ત્યાંથી પડતે પ્રમત્તાદિ ગુણસ્થાનકે આવી આયુષ્ય સહિત આઠ બાંધે ત્યારે પ્રથમ સમયે ત્રીજે એમ ત્રણ ભૂયસ્કાર બંધ હોય છે.
એ જ પ્રમાણે આઠ બાંધતાં સાત બાંધે ત્યારે પ્રથમ સમયે પહેલા સાત બાંધતાં છે બધે ત્યારે પ્રથમ સમયે બીજે અને છ બાંધતાં એક બાંધે ત્યારે પ્રથમ સમયે ત્રીજે એમ ત્રણ અલ્પતર બંધ હોય છે.
અગિ ગુણસ્થાનકે સર્વ પ્રકૃતિને અખંધક થઈ પડવાને અભાવ હોવાથી ફરીથી બંધ કરતે નથી માટે મૂળ પ્રકૃતિ આશ્રયી અવક્તવ્ય બંધ નથી.
એ જ પ્રમાણે આઠ, સાત અને ચાર પ્રકૃતિરૂપ ત્રણ ઉદયસ્થાન તથા સત્તાસ્થાન છે. એ ત્રણે ઉદયસ્થાન તથા સત્તાસ્થાન અવસ્થિત પણ થાય છે. વળી આઠથી સાતના અને સાતથી ચારના ઉદયસ્થાન તથા સત્તાસ્થાને જતાં પ્રથમ સમયે બે અલ્પતર થાય છે. ઉપશાંતમાહ ગુણસ્થાનેથી પડતાં સાતના ઉદયને બદલે આઠ ઉદય થાય ત્યારે પ્રથમ સમયે એક ભૂયસ્કાર થાય છે. ચારના ઉદયસ્થાનથી સાત કે આઠના ઉદયસ્થાને અને ચાર તથા સાતના સત્તાસ્થાનથી આગળના સત્તાસ્થાને જવાને અભાવ હોવાથી ત્યાં ભૂયરસ્કાર થતા નથી. સર્વ પ્રકૃતિના ઉદય અને સત્તાના અભાવ પછી ફરીથી ઉદય કે સત્તા થવાને અભાવ હોવાથી અવક્તવ્યોદય અને અવક્તવ્ય સત્તાસ્થાન સંભવતા નથી.
દર્શનાવરણીય કર્મના નવ, છ અને ચાર એમ ત્રણ બંધસ્થાન છે. તેથી આવસ્થિત બંધ પણ ત્રણ છે. નવથી છે અને છથી ચારના બંધસ્થાને જતાં પ્રથમ સમયે અનુક્રમે પહેલો તથા બીજે એમ એ અલપતર અને ચારથી છ તથા છથી નવના બંધરથાને જતાં પ્રથમ સમયે અનુક્રમે પહેલા તથા બીજ એમ બે ભૂયસ્કાર થાય છે. ઉપશાંતમાહ ગુણસ્થાનેથી કાલક્ષયે પડતાં સૂમસં૫રાયે ચાર બાંધતાં અને ભવક્ષયે પડતાં અવિરતિ ગુણસ્થાને છ બાંધતાં પ્રથમ સમયે બે અવક્તવ્ય બંધ થાય છે.
બાવીશ, એકવીશ, સત્તર, તેર, નવ, પાંચ, ચાર, ત્રણ, બે અને એક પ્રકૃતિરૂપ મોહનીયનાં દશ બંધસ્થાને છે. તેથી અવસ્થિત બંધ પણ દશ છે.
ઉપશમણિથી કાલક્ષયે પડતાં નવમા ગુણસ્થાને એક સંજવલન લેભ બાંધે ત્યારે ૧૦૨