Book Title: Panch Sangraha
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પર
પંચેહ-પા કપ થયેલા બંધાયેલા એક એક રસસ્થાનકમાં અનેક જીની અપેક્ષાએ ઉદ્ધત્તના અપતેના વડે અસંખ્યાતા ભેદ થાય છે.
અનુભાગને ઘાત થવાથી એટલે કે રસઘાત થવા વડે સત્તાગત અનુભાગના સ્વરૂપ પનો જે અન્યથાભાવ થાય અને તે વડે જે અનુભાગ સ્થાનકો થાય તેને શાસ્ત્રમાં હતતત્પત્તિક એવા નામે વ્યવહાર થાય છે. ઉદ્ધના-અપવતના વડે બદ્ધ રસસ્થાનકના સ્વરૂપનો અન્યથાભાવ થયા બાદ સ્થિતિઘાત રસઘાત વડે જેએના સ્વરૂપને અન્યથાભાવ થાય તે હતeતત્પતિક રસસ્થાનકે કહેવાય છે. ' '
અહિં પહેલા ઉદ્ધત્તના અપવત્તના વડે બદ્ધ રસસ્થાનકના સ્વરૂપને ઘાત અન્યથાભાવ થયો, ત્યારપછી ફરી સ્થિતિઘાત રસઘાત વડે થયો. આ પ્રમાણે બે વાર ઘાત થયો અને તે વડે રસસ્થાનકે ઉત્પન્ન થયા એટલે તેઓને હતઉતત્પત્તિક એવા નામથી વ્યવહાર થયો છે. તે રસસ્થાનકે ઉદ્ધત્તના અપવર્તનાથી ઉત્પન્ન થયેલા સ્થાનકેથી અસંખ્યાતગુણ છે. કારણ કે ઉદ્ધના અપવ7નાથી ઉત્પન્ન થયેલા એક એક અતુભાગ સત્કર્મસ્થાનમાં ભિન્ન ભિન્ન અનેક જીવોની અપેક્ષાએ સ્થિતિઘાત ઘસઘાત વડે અસંખ્ય ભેદે થાય છે. ૧૫ર
આ પ્રમાણે અનુભાગ સત્કર્મનું સ્વરૂપ કહ્યું. હવે પ્રદેશ સકમનું સ્વરૂપ કહેવું જોઈએ. તેમાં બે અર્થાધિકાર છે. તે આ પ્રમાણે સાદિ વિગેરેની પ્રરૂપણ અને સ્વામિત્વ પ્રરૂપણ. તેમાં સાદિ વગેરેની પ્રરૂપણા મૂળપ્રવૃતિઓ સંબંધે અને ઉત્તરપ્રકૃતિએ સંબંધ એમ બે પ્રકારે છે. તેમાં પહેલાં મૂળ પ્રકૃતિ સંબંધે સાદિ વિગેરે ભંગની પ્રરૂપણા કરે છે
सत्तण्हं अजहन्नं तिविहं सेसा दुहा पएसंमि । मूलपगईसु आउस्स साइ अधुवा य सव्वेवि ॥१५३॥ सप्तानामजघन्यं त्रिविधं शेषा द्विविधाः प्रदेशे । मूलप्रकृतीनामायुषः साधधुवाश्च सर्वेऽपि ॥१५३।।
અર્થ–સાત મૂળ પ્રકૃતિએના પ્રદેશના વિષયમાં અજઘન્ય પ્રદેશ, સત્કર્મ ત્રણ પ્રકારે છે અને શેષ વિકપે પ્રકારે છે. તથા આયુના સઘળા વિકલ્પ સાદિ સાંત એમ બે પ્રકારે છે. ૧૫૩.
ટીકાનું – આયુવર્જિત સાત મૂળકર્મની પ્રદેશ સંબંધી અજઘન્ય સત્તા અનાદિ ધવ અને અધુર એમ ત્રણ પ્રકારે છે. તે આ પ્રમાણે
આયુવેજિત સાત કર્મની પિતાપિતાના ક્ષય સમયે ચરમસ્થિતિમાં વર્તતા સપિતકમશ આત્માને જઘન્ય પ્રદેશસત્તા હોય છે. તે સત્તા માત્ર એક સમય પ્રમાણ હોવાથી સાદિ સાંત છે. તે સિવાય અન્ય સઘળી પ્રદેશસત્તા અજઘન્ય છે. તે અજઘન્ય
તે સના સર્વદા હેવાથી અનાદિ છે. અભવ્યને ધ્રુવ અને ભયને અદ્ભવ હોય છે.