Book Title: Panch Sangraha
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પંચસહચમું તાર મેહનીયને ઉપશમાવતે આત્મા અશુભ પ્રકૃતિના ઘણા દલિને ગુણસંક્રમ વડે પૂર્વોક્ત બાર પ્રકૃતિઓમાં સંક્રમાવે છે એટલે ચાર વાર ઉપશમાવી ત્યારપછી ક્ષય કરનાર આત્મા ઉત્કૃષ્ટ પ્રદેશસત્તાને સ્વામિ લીધું છે. ૧૬૫
सुभथिरसुभधुवियाणं एवं चिय होइ संतमुक्कोसं । तित्थयराहाराणं नियनियगुकोसबंधते ॥१६६।। शुभस्थिरशुभनुवाणां एवमेव भवति सदुत्कृष्टम् । तीर्थकराहारकयोनिजनिजोत्कृष्टवन्धान्ते ॥१६६।।
અર્થ-શુભ, સ્થિર અને શુભ ધ્રુવનંધિ પ્રવૃતિઓની પણ એ જ પ્રમાણે ઉત્કૃષ્ટ પ્રદેશસત્તા હોય છે. તથા તીર્થકર અને આહારકનામકર્મની પોતપોતાના ઉત્કૃષ્ટ અધિકાળના અંતસમયે ઉત્કૃષ્ટ પ્રદેશસત્તા હોય છે.
શકાતુ –શુભનામ, સ્થિરનામ અને ધ્રુવનંધિની શુભ વીશ પ્રકૃતિએ-તૈજસકામણુસપ્તક, શુભવર્ણાદિ અગીઆર, અગુરુલઘુ અને નિર્માણ કુલ બાવીશ પ્રકૃતિની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તા પણ પૂર્વોક્ત પ્રકારે જ એટલે કે જે રીતે પચેન્દ્રિયજાતિ આદિ બાર પ્રકૃતિઓની સત્તા કહી તે જ પ્રમાણે સમજવી. માત્ર ચાર વાર મોહનીયને ઉપશમ કર્યા બાદ અતિશીવ્ર મોહનીય ક્ષય કરવા માટે ઉદ્યમવત થયેલાને હોય એટલું વિશેષ કહેવું.
તીર્થકરનામ અને આહારકસપ્તકની પિપિતાના ઉટ બંધકાળના અંત સમયે ઉત્કૃષ્ટ પ્રદેશસત્તા હોય છે.
એટલે કે ગુણિતકમાંશ કેઈ આત્મા જ્યારે દેશના બે પૂર્વ કેડિ વર્ષ અધિક તેત્રીસ સાગરોપમ પર્વત તીર્થંકરનામકમને બંધ વડે પુષ્ટ કરે ત્યારે તે તીર્થકરનામકર્મના બંધના અંતસમયે તેની ઉત્કૃષ્ટ પ્રદેશસતા હોય છે અને જેણે આહારકસપ્તકને પણ દેશના પૂર્વટિ પર્યત વારંવાર બંધ વડે પુષ્ટ કરેલું હોય તેને તે આહારકસપ્તકની તેના અંધત્યવચ્છેદ સમયે ઉહૃષ્ટ પ્રદેશસત્તા હોય છે. ૧૬૬
૧ તીર્થકર નામકર્મ નિકાચિત બંધ થયા પછી સમયે સમયે તેને બંધ થયા જ કરે છે. તીથકરનામકર્મ ત્રીજે ભવે નિકાચિત થાય છે પૂર્વકેટિ વર્ષને કાઈ આત્મા પિતાનું ઓછામાં ઓછું જેટલું આયુ ગયા બાદ નિકાચિત કરી શકે ત્યારે તેત્રીસ સાગરોપમના આઉબે અનુર વિમાનમાં ઉત્પન્ન થાય ત્યાંથી વી ચોરાશી લાખ પૂરવના આઉમે તીર્થકર થાય. તીર્થ કરતું ઉત્કૃષ્ટ આ
રાશી લાખ પૂર્વવું જ હોય છે. તે ભવમાં જ્યાં સુધી આઠમું ગુરથાન પ્રાપ્ત ન કરે ત્યાં સુધી તેને બંધ થયા કરે છે. એટલે ઉપરને તેટલે કાળ જણાવે છે. એ પ્રમાણે આહારકદિકને બંધ થયા પછી પણું પોતાની બંધ ભૂમિકામાં તે બંધાયા કરે છે, પરંતુ તેને બંધ સાતમે ગુણકાણે થાય અને તે ગુણસ્થાનક મનુષ્યગતિમાં જ હોય એટલે તેના માટે દેશના પૂર્વ ટિમાંથી જેટલો વધા૨મા વધારે કાળ હેઈ શકે તેટલે લીધે છે.