Book Title: Panch Sangraha
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૭૪૮
પચસહ-પાંચમું ફાર હાસ્યાદિ દશ પ્રકૃતિઓને જે ચરમ સંકેમ થાય છે તે તેઓની જઘન્ય સ્થિતિ સત્તા કહેવાય છે, કારણ કે તે દશ પ્રકૃતિઓને બંધ અને ઉદયને વિચ્છેદ થયા બાદ અન્ય પ્રકૃતિમાં સંક્રમવા વડે ક્ષય થાય છે, માટે જેટલી સ્થિતિને ચરમસેકમ થાય તેટલી સ્થિતિ તે પ્રકૃતિઓની જઘન્ય સ્થિતિસત્તા કહેવાય.
હવે તે જ દશ પ્રકૃતિએના નામ કહે છે– हासाइ पुरिस कोहाइ तिन्नि संजलण जेण बंधुदए । वोच्छिन्ने संकामइ तेण इहं संकमो चरिमो ॥१४॥ हास्यादयः पुरुषः क्रोधादयः त्रयः संज्वलनाः येन बन्धोदये । व्यवच्छिन्ने सक्रामन्ति तेन इह सक्रमथरमः ॥१४॥
અર્થ-હાસ્યાદિ છે, પુરુષવેદ અને સંવલન ક્રોધાદિ ત્રણ એમ દશ પ્રકૃતિએને અંધ અને ઉદયને વિચ્છેદ થયા બાદ સંક્રમ થાય છે માટે તેઓને જે ચરમસક્રમ તે જઘન્ય સ્થિતિસત્તા કહેવાય છે.
ટીકાનુડ–અર્થ સુગમ છે. એટલે કે ઉપરોક્ત દશ પ્રકૃતિઓને ચરમસંક્રમ તેઓને બંધ અને ઉદયને વિચ્છેદ થયા પછી થાય છે. માટે તેઓને જેટલે ચરમસંક્રમ થાય, તેટલી જઘન્ય સ્થિતિસત્તા કહેવાય. આ પ્રમાણે જઘન્યસત્તા કેટલી હોય તે કહ્યું.
હવે સામાન્યતઃ સઘળી કર્મપ્રકૃતિઓની જઘન્ય સ્થિતિસત્તાના સ્વામિ કહે છે
અનન્તાનુબંધિચતુષ્ક અને દર્શનત્રિકની જઘન્ય સ્થિતિસત્તાને અવિર્ગતિ સભ્યદષ્ટિથી આરંભી અપ્રમત્ત સંયત સુધીને આત્મા સ્વામિ છે.
નારક, તિર્યંચ અને દેવાયુની જઘન્ય સ્થિતિસત્તાના પિતપતાના ભવના ચરમસમયે વત્તતા નારકી, તિર્યંચ અને દેવે સ્વામિ છે.
અપ્રત્યાખ્યાનાવરણ-પ્રત્યાખ્યાનાવરણ એ આઠ કષાય, થીણદ્વિત્રિક, નામકમની નવમે ગુણસ્થાનકે ક્ષય થતી તેર પ્રકૃતિ, નવ નકષાય અને સંજવલનવિક એ છત્રીસ પ્રકૃતિઓની જઘન્ય સ્થિતિસત્તાને અનિવૃત્તિ બાદરસપરાય ગુણસ્થાનકવર્તિ આત્મા સ્વામિ છે.
સંજવલન લેભની જઘન્ય સ્થિતિસત્તાને સૂમસં૫રાયવર્તિ આત્મા સ્વામિ છે.
જ્ઞાનાવરણપચક, દર્શનાવરણલક અને અંતરાયપંચકની જઘન્ય સ્થિતિસત્તાનો ક્ષીણુકષાય. ગુણસ્થાનકવત્તિ આત્મા સ્વામિ છે. . બાકીની પંચાણું પ્રકૃતિએની જઘન્ય સ્થિતિસત્તાને અગિકેવળી ગુણસ્થાનકવર્તિ આત્મા સ્વામિ છે. ૧૪૭