Book Title: Panch Sangraha
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
* પચસગ્રહ-પાંચમું દ્વાર
s
- આ પ્રમાણે દેવાનુપૂવિ આદિ સેળ પ્રકૃતિના સંબંધમાં પણ સમજવું. માત્ર મિશ્રમેહનીયની અંતમુહૂર્ત ન્યૂન મિથ્યાત્વમોહનીયની ઉત્કૃષ્ટ સ્થિતિને જે સંક્રમ થાય તે સમયગૂન આવલિકા વડે અધિક કરતા જે પ્રમાણ થાય તે ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા સમજવી. તેને વિચાર પૂત સમ્યફ મેહનીયને અનુસરીને કરી લે.
જે આત્મા જે પ્રકૃતિની ઉત્કૃષ્ટ સ્થિતિ છે અને જે આત્મા જે પ્રકૃતિએની ઉત્કૃષ્ટ સ્થિતિ સંક્રમાવે તે આત્મા તે પ્રકૃતિએની ઉત્કૃષ્ટ સ્થિતિસત્તાને સ્વામિ સમજ. ૧૪૫
આ પ્રમાણે ઉત્કૃષ્ટ સ્થિતિસત્તાના સ્વામિ કહ્યા. હવે જઘન્ય સ્થિતિસત્તાના સ્વામિ કહે છે–
उदयवईणेगठिई अणुदयवश्याणु दुसमया एगा। होइ जहन्नं सत्त दसह पुण संकमो चरिमो ॥१४॥ उदयवतीनामेकस्थितिरनुदयवतीनां द्विसमया एका । भवति जघन्या सत्ता दशाना पुनः सक्रमश्चरमः ॥१४६||
અર્થ–ઉદયવતી પ્રકૃતિઓની એક સમય પ્રમાણે જે સ્થિતિ તે, તથા અનુદયવતી પ્રવૃતિઓની બે સમય અથવા એક સમય પ્રમાણ જે સ્થિતિ તે જઘન્ય સત્તા છે. તથા દશ પ્રકૃતિને જે ચરમ સંક્રમ તે જઘન્ય સત્તા છે.
ટીકાનું –જે સમયે સત્તાને નાશ થાય તે સમયે જે પ્રકૃતિએ રોદય હેય તે ઉદયવતી કહેવાય, ઈતર અનુદયવતી કહેવાય.
ઉદયવતી-જ્ઞાનાવરણુપચક, અંતરાયપંચક, દર્શનાવરણચતુષ્ક, સમ્યકત્વમોહનીય, સંજવલનભ, ચાર આયુ, નપુંસકવેદ, સ્ત્રીવેદ સાત-સાતવેદનીય, ઉચ્ચગેત્ર, મનખ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, રસ, બાદર, પર્યાપ્ત, સુભગ, આદેય, યશકીર્તિ અને તીર્થ કરનામકર્મ રૂપ ત્રીસ પ્રવૃતિઓના પિતપોતાના ક્ષયના ચરમસમયે જે એક સમયમાત્ર સ્થિતિ છે તે પ્રકતિઓની જઘન્ય સ્થિતિ સત્તા કહેવાય.
તથા જે દશ પ્રકૃતિઓની જઘન્ય સ્થિતિ સત્તા હવે પછી કહેશે તે દશ સિવાય અનુદયવતી એક ચૌદ પ્રકૃતિએની જે સમયે તેઓનો નાશ થાય તેની પહેલાના સમયે સ્વરૂપની અપેક્ષાએ સમયમાત્ર જે સ્થિતિ અન્યથા–સ્વરૂપ અને પરરૂપની અપક્ષાએ બે સમય પ્રમાણ જે સ્થિતિ તે જઘન્યસત્તા કહેવાય. કારણ કે અનુદયવતી પ્રકતિઓનું દલિક ચરમસમયે સ્ટિબુકસ ક્રમ વડે સ્વજાતીય ઉદયવતી પ્રવૃતિઓમાં સંકમી જાય છે અને તે રૂપે અનુભવે છે. માટે ચરમસમયે અનુદયવતી પ્રવૃતિઓનું દલિક સ્વસ્વરૂપે સત્તામાં હોતું નથી. પરંતુ પરરૂપે હોય છે. માટે સ્વરૂપની અપેક્ષાએ સમયમાત્ર અને સ્વ પર તેની અપેક્ષાએ બે સમય પ્રમાણ સ્થિતિને જઘન્યસત્તા કહી છે.